________________
ન્યાયસંગ્રહ - ભૂમિકા - પરામર્શ..
પરામર્શ
A. ગુરુપર્વક્રમ :- અહિ પર્વ એટલે ગાંઠ. જેમ શેલડીના સાંઠામાં વચ્ચે વચ્ચે જે ગાંઠ હોય છે, તેના કારણે પૂર્વ પૂર્વ ભાગનો ઉત્તર-ઉત્તર ભાગ સાથે - યાવત્ અંતિમ ભાગ સાથે સંબંધ ટકી રહે છે. તેમ જ્ઞાન બાબતમાં પણ પરંપરા આગળ આગળ ચાલવામાં અર્થાત્ અવિચ્છિન્ન રહેવામાં ગુરુ એ પર્વને સ્થાને છે. આથી સેંકડો વર્ષો સુધી પણ ગુરુરૂપી માધ્યમથી જ્ઞાનનો સંબંધ રહે છે. માટે જયાં ગુરુની પરંપરાએ વિવક્ષિત શાસ્ત્રજ્ઞાનાદિની પ્રાપ્તિ હોય ત્યાં ગુરુપર્વક્રમરૂપી સંબંધ જાણવો. ગુરુરૂપી જે પર્વ, તેના ક્રમ (કપરંપરા) રૂપ સંબંધ તે ગુરુપર્વક્રમ. પ્રસ્તુત ગ્રંથમાં ન્યાયસૂત્રોની પ્રાપ્તિમાં આજ સંબંધ વિવક્ષિત છે.
B. પ્રસ્તુત ન્યાયસૂત્રો :- ચાર વિભાગ(વક્ષસ્કાર)માં વહેંચાયેલાં છે. તે આ પ્રમાણે - (૧) પ્રથમ વિભાગમાં - ૫૭ ન્યાયસૂત્રો છે. જેનો આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજીએ સિદ્ધહેમ વ્યાકરણમાં સાતમાં અધ્યાયના ચોથા-પાદની બૃહદ્રવૃત્તિના અંતે નિર્દેશ કરેલો છે. (૨) દ્વિતીય વિભાગમાં - ૬૫ ન્યાયસૂત્રો છે. આનો સંગ્રહ વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીએ કરેલો છે. (૩) ત્રીજા વિભાગમાં - ૧૮ ન્યાયસૂત્રો છે. આનો સંગ્રહ પણ વૃત્તિકારે જ કરેલો છે. પણ આ ન્યાયો પૂર્વના બન્ને વિભાગો જેટલાં વ્યાપક નથી. અર્થાતુ કોઈ કોઈ ઠેકાણે જ ઉપયુક્ત થાય છે. અને તે પ્રાય: જ્ઞાપકાદિથી રહિત છે. (૪) ચોથા વિભાગમાં - એકે જ ન્યાયસૂત્ર છે, કે જેના વિષયમાં ઘણું કહી શકાય તેમ છે. તેની બૃહદ્રવૃત્તિનો વિસ્તારથી અનુવાદ છેલ્લે આપેલો છે. આ પ્રમાણે આ ચાર વિભાગોના ભેગા મળીને કુલ – (૫૭ + ૬૫ + ૧૮ + ૧ = ) ૧૪૧ ન્યાયસૂત્રો થાય છે.
इति परामर्शे न्यायसङ्ग्रह - भूमिका ।
૧૧૯