________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
ઉદાહરણ :- અશ્વેન ચૈત્ર: સજ્જત । વગેરે પ્રયોગોમાં ચૈત્ર પદ વડે વ્યવધાન હોવામાં પણ તૃતીયાંત શ્વેન પદ સાથે યોગનો સદ્ભાવ હોવાથી સØતે । અહિ સમતૃતીયયા (૩-૩-૩૨) સૂત્રથી આત્મનેપદ સિદ્ધ થયું.
પ્રયોજન :- જે પદો અનંતર અવ્યવહિત હોય તેનો જ યોગ ખરેખર પ્રસિદ્ધ છે. આમ અહિ અનંતર ન હોવામાં યોગની અપ્રસિદ્ધિ હોયને તેની પ્રસિદ્ધિ માટે આ ન્યાય છે. (આ ન્યાય જ્ઞાપકાદિ રહિત છે.) (૩/૨)
१२५. येन विना यन्न भवति तत् तस्यानिमित्तस्यापि નિમિત્તમ્ ॥ રૂ / રૂા
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- જેના વિના જેનો પ્રયોગ થતો જ ન હોય, તે તેનું નિમિત્ત ન હોય તો પણ નિમિત્ત
ગણવું. કહેવાનો ભાવ એ છે કે, જે ધાતુ વગેરે પ્રકૃતિઓ જે પ્રત્યયાદિને સહચરિત જ, જોવા મળતાં હોય, પણ એકાકી જોવા મળતાં ન હોય, તે પ્રત્યયાદિ - નિર્નિમિત્ત (નિમિત્તરહિત) તરીકે પ્રસિદ્ધ એવા પણ તે ધાતુ વગેરે પ્રકૃતિનું - નિમિત્ત છે, એમ કહેવાય છે. અને આથી ક્યારેક તે નિમિત્ત તરીકે ગણાતાં પ્રત્યયાદિનો અભાવ હોવામાં નિમિત્તામાà:૦ (૧/૨૯) એ ન્યાયથી નૈમિત્તિક નિમિત્તથી થયેલ કાર્યની પણ નિવૃત્તિ થાય છે, એમ આ ન્યાય કહેવા પાછળ તાત્પર્ય છે.
ઉદાહરણ :- વૃતમ્ સંશને । એ ત્ ગ. ૧૦ પુત્ ગણના ધાતુનો ત: નીર્તિ: (૪-૪-૧૨૨) સૂત્રથી થતો ત્ આદેશ ર્િ પ્રત્યય સાથે સહચરિત જ દેખાય છે. અર્થાત્ foર્ વિના તે છત્ આદેશ દેખાતો નથી. આથી નિર્નિમિત્ત કોઈપણ નિમિત્ત વિના કહેલ એવા પણ ધૃત્ ના ત્ આદેશનું નિર્ - પ્રત્યય એ નિમિત્ત કહેવાય છે. અને આથી ધૃતતિ । વગેરે પ્રયોગોમાં અનિત્યો બિન્ધુરાવીનામ્ (૨/૩૫) ન્યાયથી ર્િ પ્રત્યય અનિત્ય હોવાને લીધે જ્યારે લાગતો નથી, ત્યારે ર્િ રૂપ નિમિત્તનો અભાવ થયે, છત્ આદેશ પણ થતો નથી. (૩/૩)
=
=
परेषामसमाख्येयमभ्यासादेव जायते ।
मणिरूप्यादिविज्ञानं तद्विदां नानुमानिकम् ॥ ३५ ॥ ( वा. प. )
હીરા, સિક્કા વગેરે (સાચાં હોવા) અંગેનું બીજાને સારી રીતે સમજાવવું અશક્ય એવું વિશિષ્ટ જ્ઞાન, તેના જ્ઞાતાઓને અભ્યાસથી જ પ્રાપ્ત થાય છે, તે અનુમાન - ગમ્ય હોતું નથી... (અહીં અભ્યાસજ્ઞાનનો ઉલ્લેખ છે. હિરાપારખુઓ અને સોનીઓ હીરા અને સિક્કાઓ સાચાં છે કે ખોટા તે હંમેશના તેમના અભ્યાસથી જાણી શકે છે, તેમનું જ્ઞાન - આનુમાનિક નથી... એમ આગમો પણ સાચાં હોવાનું જ્ઞાન તેના વિધિ - નિષેધ ગત વચનોમાં પ્રવૃત્તિ - નિવૃત્તિ રૂપ અભ્યાસથી જ સારી રીતે થાય છે... શુષ્ક અનુમાનથી નહીં...)
૪૯૬