________________
શ્રી હેમહંસગણિકૃત પ્રશસ્તિ કાવ્ય
વં ચ ।
• एषा न्यायार्थमञ्जूषा संभृताऽर्थैरहो बुधाः ।
आस्ते न्यस्ता पुरस्ताद्वो यथेच्छामुपयुज्यताम् ॥ १ ॥
અર્થ :- ધનથી ભરેલી ન્યાયોપાર્જિત અર્થની મંજૂષા (પેટી) સમાન સુંદર મજેના પદાર્થોથી ભરેલી આ ન્યાયાર્થ - મંજૂષા આપ સહુની સમક્ષ મુકેલી છે. હે પંડિતજનો ! આપની ઈચ્છા મુજબ આપ ઍનો ઉપયોગ કરી શકો છો. (૧)
आद्येऽशे सप्तपश्चाशन्याया अस्यां पुरोऽन्विता : । શેષાંશેવિતરે પશ્ચષ્ટિ શૈ : ॥ ૨ ॥ तदेवमेकचत्वारिंशतैकं शतमन्वितम् ।
मञ्जूषायामिह न्याया येऽन्तर्भूतास्तु तेऽधिका : ॥ ३ ॥
આ ન્યાયાર્થ - મંજૂષા ગ્રંથમાં પહેલાં અંશમાં (પ્રથમ વક્ષસ્કારમાં) સત્તાવન (૫૭)
1
ન્યાયો તમારી સામે રાખેલાં છે. શેષ (ત્રણ) અંશોમાં (ક્રમશઃ) પાંસઠ (૬૫), અઢાર (૧૮) અને એક (૧) ન્યાયો છે. (અહિ પેટી પક્ષે અંશ એટલે પેટીમાં રહેલાં જુદાં જુદાં ખાના જાણવા.)
(૨)
આ પ્રમાણે આ ન્યાયાર્થમંજૂષા ગ્રંથમાં એકસોને એકતાલીસ (૧૪૧) ન્યાયો છે.વળી જે અન્તર્ભૂત (મંડૂકપ્લુતિ વગેરે) ન્યાયો છે, તે અધિક જાણવા. (૩)
परमुद्घाटनेऽमुष्याः शेमुष्या कुञ्चिकाय्यते ।
तेषामेव स्फुरेद्येषां न्यक्षं श्रीहैमलक्षणम् ॥ ४ ॥
પરંતુ આ ન્યાયાર્થમંજૂષા નામની પેટીને ખોલવા માટે બુદ્ધિ એ ચાવીનું કામ કરે છે. એ બુદ્ધિ પણ તેઓને જ સ્ફૂરે છે, જેઓને સિદ્ધહેમશબ્દાનુશાસન સંપૂર્ણ ઉપસ્થિત હોય. કહેવાનો આશય એ કે જે વ્યક્તિએ સિદ્ધહેમમાં દક્ષતા મેળવી હોય, તેના સૂત્રાદિ બરાબર ઉપસ્થિત હોવા સાથે સમજ્યા હોય, એને જ આ ગ્રંથની સમજ પડે. (૪) (આમ હોવાનું કારણ અગ્રિમ શ્લોકમાં દર્શાવ્યું છે.)
અપિ = । न्यायवृत्तिरियं हैमी हैमं व्याकरणं श्रिता । अतीव भ्राजते यद्वत्कल्पद्धुं कल्पवल्लरी ॥ ५ ॥
૫૯૩