________________
श्रीमद्विक्रमवत्सरे तिथितिथौ १५१५ शुक्लद्वितीयाति पूर्वाह्ने मृगलाञ्छने मृगशिरः श्रृङ्गाग्रश्रृङ्गारिणि शुक्रस्याहनि शुक्रमासि, नगरे श्रीसागरेऽहम्मदा वादे निर्मितपूर्तिरेष जयताद् ग्रन्थः सुधीवल्लभः ॥ १४ ॥
જ્ઞાનમગ્ન એવા (પૂર્વોક્ત) ઋષિઓની અત્યંત કૃપાથી વાચનાચાર્ય હેમહંસગણિ એવા મારા વડે તિથિ - વિશિષ્ટ તિથિ એવા વિક્રમ સંવતમાં અર્થાત્ વિ. સં. ૧૫૧૫ની સાલમાં ચંદ્ર જ્યારે મૃગશિર નક્ષત્રના શિખરના અગ્ર ભાગની શોભાવાળો હતો - એટલે કે ચંદ્ર જ્યારે મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે જેઠ માસની સુદ બીજ તિથિએ શુક્રવારે દિવસના પૂર્વ ભાગમાં (મધ્યાહ્નના પૂર્વ કાળે) લક્ષ્મીના સાગર જેવા અમદાવાદ શહેરમાં જેની પૂર્તિનું નિર્માણ થયું છે, તે પંડિતોને પ્રિય એવો આ ગ્રન્થ જય પામો... (૧૩) (૧૪)
આ પ્રમાણે શ્રી તપાગચ્છમાં ઈન્દ્ર સમાન શ્રેષ્ઠ એવા શ્રી સોમસુંદરસૂરિ ગુરુના તથા પોતાના દીક્ષાગુરુ એવા શ્રી મુનિસુંદરસૂરિના, શ્રી જયચન્દ્રસૂરિ પ્રમુખ ગુરુઓના તથા સાંપ્રતકાળે વિજયમાન શ્રી તપાગચ્છનાયક પરમગુરુ શ્રી રત્નશેખરસૂરિના ચરણકમળના ઉપાસક તથા મહોપાધ્યાય શ્રી ચારિત્ર રત્નગણિની કૃપાથી વિદ્યાનો અંશ પ્રાપ્ત કરનાર ઉપાધ્યાય શ્રી હેમહંસગણિ વડે સ્વ - પરના ઉપકાર માટે સંવત્ ૧૫૧૫ વર્ષે જ્યેષ્ઠ સુદ બીજના નિર્માણ કરેલી ‘ન્યાયાર્થમંજૂષા’ નામની ન્યાયસૂત્રોની આ બૃહત્કૃત્તિ ચિરકાળ સુધી જય પામો...
-
-
-
ગ્રન્થ પ્રમાણ જણાવતાં શ્લોકનો અર્થ :- દરેક અક્ષરની ગણતરી
કરતાં આ ગ્રન્થનું સાધિક ૩ હજાર પંચ્યાશી (૩૦૮૫) શ્લોક
જેટલું પ્રમાણ પ્રાપ્ત થયું છે.
૫૯૬