________________
સિદ્ધહેમ-વ્યાકરણનો આશ્રય કરનારી આ શ્રી હેમહંસગણિકૃત ન્યાયાર્થમંજૂષા બૃહદ્રવૃત્તિ કલ્પવૃક્ષ ઉપર આશ્રય કરનારી કલ્પવેલડીની જેમ અત્યંત શોભે છે. ૪
अन्यव्याकरणादिदेवकुलिकः सद्देवताधिष्ठिति - र्योऽयं राजति हैमलक्षणमहाप्रसाद उर्ध्या स्थिर : । तत्रालोककलोकलोचनहृदामाह्लादमुत्पादय -
न्नेष द्वारततोरुतोरणरमां ग्रन्थः समालम्बते ॥ ६ ॥ અન્ય જે વ્યાકરણો છે, તે દેવકુલિકા - દેવળ - નાની દેરી સમાન છે. જયારે (અરિહંતરૂપી) સુદેવના અધિષ્ઠાન - નિવાસવાળો જે આ સિદ્ધહેમ - વ્યાકરણ રૂપી મહાપ્રાસાદ શોભે (વિરાજે) છે, તે પૃથ્વી ઉપર સ્થિર છે. તે સિદ્ધહૈમવ્યાકરણરૂપી મહાપ્રાસાદને વિષે દર્શન કરનારા લોકોના નેત્રોને આહ્વાદ ઉત્પન્ન કરતો આ ગ્રંથ દ્વાર ઉપરના લાંબા અને વિશાળ તોરણની શોભાનો સમ્યગુ આશ્રય કરે છે. અર્થાત્ સિદ્ધહૈમમહાપ્રાસાદને વિષે આ ગ્રંથ દ્વારના તોરણની શોભા સમાન છે. (જેમ મહાપ્રાસાદને વિષે તોરણ આલ્હાદક બને છે, તેમ સિદ્ધહેમવ્યાકરણને વિષે અભ્યાસ કરનારને આ ગ્રંથ આલ્હાદક બને છે.)
તશ ! श्रीमच्चान्द्रकुले पुराऽजनि जगच्चन्द्रो गुरुर्यस्तपाचार्यख्यातिमवाप तीव्रतपसा तस्यान्वयेऽजायत । प्रौढः श्रीवरदेवसुन्दरगुरुस्तत्पट्टपूर्वागिरेः ।
शृङ्गे श्रीप्रभुसोमसुन्दरगुरु नुर्नवीनोऽभवत् ॥ ७ ॥ ' આ બાજુ શ્રીમદ્ ચાંદ્રકુળમાં પૂર્વકાળે શ્રી જગચંદ્રસૂરિ નામના ગુરુ થયા કે જેઓ ઘોર તપના કારણે “તપાચાર્ય એ પ્રમાણે ખ્યાતિ પામ્યા. તેઓની પરંપરામાં પ્રૌઢ એવા શ્રી દેવસુંદર નામે ગુરુ થયા. તેઓના પટ્ટ રૂપી પૂર્વગિરિ પર્વતના શિખર ઉપર કોઈ નવીન ભાનુ (સૂર્ય) સમાન પ્રભુ શ્રી સોમસુન્દર ગુરુ થયા. (૭) (નવીન ભાનુ કેવી રીતે ? તે કહે છે.)
भानो नुशतानि षोडश लसन्त्येकत्र मास्याश्विने यच्छिष्यास्तु ततोऽधिका अपि महीमुद्योतयन्ते सदा ।। तस्याहं चरणावुपासिषि चिरं श्रीमत्तपागच्छप -
क्षोणीविश्रुतसोमसुन्दरगुरोश्चारित्रचूडामणेः ॥ ८ ॥ આસો મહિનામાં ભાનુનાં સોળસો (૧૬૦૦) કિરણો એક સાથે સૂરાયમાન થાય છે. જયારે જે (શ્રી સોમસુંદર સૂરિ) ગુરુ રૂપી ભાનુના શિષ્યો રૂપી કિરણો તો તેનાથી = ૧૬00 થી પણ અધિક છે. વળી સૂર્યના કિરણો તો દિવસે જ પ્રકાશ કરે છે. જ્યારે શિષ્યો રૂપી કિરણ સદાય (દિવસ હોય કે રાત) પ્રકાશ પાથરે છે. (આ રીતે ભાન કરતાં ય અતિશાયી હોવાથી ગુરુને નવીનભાનુની ઉપમા યથાર્થ ઘટે છે.) આવા શિષ્યોવાળા તે ચારિત્રમાં મુગટ સમાન, શ્રીમદ્
૫૯૪