________________
તપાગચ્છનું રક્ષણ કરનાર અથવા તપાગચ્છાધિપતિ, પૃથ્વી ઉપર અત્યંત પ્રસિદ્ધ શ્રી સોમસુંદરસૂરિ ગુરુના ચરણોની મેં લાંબો વખત ઉપાસના કરી હતી. (૮)
मारिर्येन निवारिता सुरकृता संसूत्र्य शान्तिस्तवं स श्रीमान् मुनिसुन्दराभिधगुरुर्दीक्षागुरुर्मेऽभवत् ।। यस्य श्यामसरस्वतीति बिरुदं विख्यातमुर्वीतले
गुर्वी श्रीजयचन्द्रसूरिगुरुरप्याधात् प्रसत्तिं स मे ॥ ८ ॥ વળી, જેઓએ દેવકૃત મારી (રોગાદિથી સામૂહિક મૃત્યુ) નું “સંતિકરૂ' નામનું શાન્તિકારક સ્તોત્ર રચીને નિવારણ કર્યું, તે શ્રીમાન્ મુનિસુન્દરસૂરિ ગુરુ મારા દીક્ષાગુરુ થયા હતા. જેઓનું શ્યામ-સરસ્વતી એવું બિરૂદ મહીતલ ઉપર પ્રખ્યાત થયેલું હતું તે શ્રી જયચંદ્રસૂરિ ગુરુએ મને વિપુલ પ્રસન્નતા | ઉલ્લાસ આપ્યો હતો. (૯)
साम्प्रतं तु जयन्ति श्रीरत्नशेखरसूरयः ।
नानाग्रन्थकृतस्तेऽपि पूर्वाचार्यानुकारिणः ॥ १० ॥ વર્તમાનકાળે શ્રી રત્નશેખરસૂરિજી જયવંતા વર્તે છે. તેઓએ પણ પૂર્વાચાર્યોને અનુસરતાં અનેક – જુદાં જુદાં ગ્રંથોની રચના કરી છે. (૧૦)
___एतानाचार्यहर्यक्षान् प्रत्यक्षानिव गौतमान्
वीतमायं स्तुवे स्फीतश्रीतपागच्छनायकान् ॥ ११ ॥ પ્રત્યક્ષ જાણે કે ગૌતમસ્વામી એવા આ આચાર્યોમાં સિંહ સમાન (શ્રેષ્ઠ) વિશાળ તપાગચ્છના નાયકની હું કપટરહિતપણે - સરળભાવે સ્તુતિ કરું છું. (૧૧).
લિવ .. हैमव्याकरणं महार्णवमिव व्यालोड्य मञ्जूषिका - संपूर्तिप्रमितान्यमून्यचिनवं सन्यायरत्नानि यत् । . तत्सर्वं यदवाप्तबोधकणिकासिद्धोषधीजृम्भितं
विद्यासिद्धमिमं हदि प्रणिदधे चारित्ररत्नं गुरुम् ॥ १२ ॥ સિદ્ધહેમ - વ્યાકરણનું મહાસાગરની જેમ વિલોપન કરીને ન્યાયાર્થમંજૂષા રૂપી પેટી છલોછલ ભરાય એટલાં આ સાચાં ન્યાયરૂપી રત્નોને જે મેં એકઠાં કર્યા છે, તે સઘળું ય જેઓ પાસેથી મેળવેલ બોધના કણ રૂપી સિદ્ધ - ઔષધિના કારણે શક્ય બનેલું છે, તે વિદ્યાસિદ્ધ ચારિત્રરત્ન ગુરુવરનું અંતરમાં પ્રણિધાન કરું છું – એકામ્રભાવે સ્મરણ કરું છું... (આવું પ્રાણિધાન એ વાસ્તવિક નમસ્કાર છે.....) (૧૨)
चिन्मयानां मयाऽमीषामृषीणां सुप्रसादतः । હેમહંસfમથાનેર વાવનાવાર્યતાપુના છે શરૂ |
૫૯૫