________________
ન્યાયાર્થમંજૂષા - ઉપસંહાર.. થાય છે.
(અહીં ન્યાયાર્થમંજૂષા-બૃહદ્રવૃત્તિમાં પૂર્વે કહેલ તમામ સૌત્રાદિ ધાતુઓનો સંગ્રહ કરતાં એકવીસ (૨૧) શ્લોકો (કારિકા) આપેલાં છે, જેનો ગુજરાતી અનુવાદ નિપ્રયોજન - અનાવશ્યક હોવાથી અમે કરેલો નથી.)
આ પ્રમાણે અપશ્ચિમ = જેની પાછળ કોઈ ન્યાય નથી એવા - અંતિમ અને આદ્ય ન્યાયની અપેક્ષાએ ગણતરી કરવાથી એકસોને એકતાલીશ (૧૪૧) મા ન્યાયની ન્યાયાર્થમંજૂષા નામની બૂવૃત્તિ અહીં સમાપ્ત થાય છે.
પ્રશસ્તિ કાવ્યમાં (સૌથી મૂળભૂત એવા “ન્યાય સંગ્રહ' ગ્રંથના પ્રાન્ત આપેલ પ્રથમ શ્લોકમાં) “સંસંગૃહીત:' એવો જે પ્રયોગ છે, તેમાં પ્રોત્સત્ વપૂરને (૭-૪-૭૮) સૂત્રથી પાદપૂરણ માટે સમ્ ઉપસર્ગનો કિર્ભાવ થયેલો છે. જેમ કે,
- પ્રશાન્તષીયાનેપોપ નવતમ્ |
उदुज्ज्वलं तपो यस्य संसंश्रयत तं जिनम् ॥ ઈત્યાદિ શ્લોકમાં ૪, ૩૫, ત્, સન્ ઉપસર્ગનો પાદપૂરણ માટે કિર્ભાવ સિદ્ધ થયો
અર્થ - પ્રશાંત થઈ ગયેલ કષાયરૂપી અગ્નિવાળા જેઓનો ઉપપ્લવ-ઉપદ્રવથી રહિત અને ઉજ્જવળ તપ છે, તેવા જિનેશ્વરદેવનો તમે આશ્રય કરો.
અથવા પ્રકાન્તિષાયાને અહીં હેતુરૂપે પંચમી વિભક્તિ લઇએ અથવા તો ષષ્ઠી લઈએ તો પણ હેતુમુખે “યશ' પદના વિશેષણ તરીકે કહીએ, તો આ પ્રમાણે અર્થ થાય -
કષાયરૂપી અગ્નિ પ્રકર્ષે કરીને શાંત (પ્રશાંત) થઈ જવાના કારણે જેઓનો ઉપપ્પવરહિત અને ઉજ્જવળ તપ છે, તે જિનેશ્વરદેવનો તમે આશ્રય કરો. (કષાયરૂપી અગ્નિ પ્રશાંત થઈ જવા પૂર્વક જ કરાતો તપ ઉપપ્પવરહિત અને ઉજ્જવળ હોવો ઘટે છે. કહ્યું છે કે “તપ કરી સમતા રાખવી ઘટમાં”... અસ્તુ.) इति समाप्तोऽयं न्यायसङ्ग्रहस्य चतुर्थवक्षस्कारस्यैकस्य न्यायस्यातिविस्तृताया
बृहद्वत्या गुर्जरभाषानुवादः । ચતુર્થ વક્ષસ્કાર શ્લોકાર્થ :- શ્રીમાન સૂરીશ્વર સોમસુંદરગુરુના સકળ શિષ્યોના અગ્રણી ગચ્છનાયક એવા પ્રભુ શ્રી રત્નશેખરસૂરિ ગુરુ સાંપ્રતકાળે અત્યંત શોભી રહ્યા છે. તેઓના વચનાધીન - આજ્ઞાંતિ શિષ્ય શ્રી હેમહંસગણિએ ન્યાયાર્થમંજૂષિકા - બૃહદ્રવૃત્તિનો અંબુધિપ્રમાણ અર્થાત ચારસંખ્યાપ્રમાણ-વાળો = ચોથો વક્ષસ્કાર સંપૂર્ણ કર્યો. (૪)
इति श्री हेमहंसगणिसमुच्चितस्य पूर्वीयाष्टादशन्यायसजातीयस्य बहुविवेचनीयत्वेन पृथगुक्तस्य ___ न्यायस्य विस्तृताया न्यायार्थमञ्जूषाख्यबृहद्वत्तेः स्वोपज्ञन्यासस्य च सपरामर्शाभिधविवेचनं
गुर्जरभाषा - भावानुवादः समाप्तः ॥ * અહીં સિદ્ધ પદ અંતિમ મંગલને સૂચવે છે.
= ૫૯૧