________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
१२७. सामान्यातिदेशे विशेषस्य नातिदेशः ॥ ३
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- અન્ય ઠેકાણે કહેલ (પ્રસિદ્ધ થયેલ) અર્થનું બીજા ઠેકાણે કહેવું - તેને અતિદેશ કહેવાય. સામાન્યનો અતિદેશ કરેલો હોય, ત્યારે વિશેષવિધિનો અતિદેશ ન થાય.
(અતિદેશ શબ્દનો વ્યવહાર ભાષામાં ‘ભલામણ કરવી' અર્થ કહી શકાય. આથી પૂર્વકથિત સામાન્ય વિધિની અન્યત્ર જ્યાં ભલામણ કરી હોય ત્યાં પૂર્વકથિત વિશેષવિધિની ભલામણ થતી નથી.)
પ્રયોજન :- ખરેખર તો ‘વિશેષ - અર્થ એ સામાન્ય અર્થમાં અંતર્ભાવ પામી જાય છે' એ યુક્તિથી સામાન્યની ભલામણ કરી હોય ત્યારે વિશેષ અર્થની પણ ભલામણ અતિદેશ થવાની પ્રાપ્તિ હોયને તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- ભૂતવાસંસ્થે' (૫-૪-૨) સૂત્રમાં ‘ભૂતવત્' એ પદવડે સામાન્યથી ભૂતકાળમાત્રનો જ અતિદેશ થવાથી અનદ્યતનત્વથી અને પરોક્ષત્વથી વિશિષ્ટ (અનદ્યતન અને પરોક્ષ) ભૂતકાળનો અતિદેશ - ભલામણ ન થાય. આથી ઉપાધ્યાયશ્ચેવાળમત્તે તર્વ મધ્યહિ । વગેરે પ્રયોગમાં બેય સ્થાનોમાં (પૂર્વોત્તર - ક્રિયાપદમાં) ભૂતકાળમાત્ર અર્થમાં કહેલ અદ્યતની - વિભક્તિ જ ભૂતવ—શંસ્કે (૫-૪-૨) સૂત્રથી થાય, પણ અનદ્યતનત્વ અને પરોક્ષત્વથી વિશિષ્ટ ભૂતકાળમાં વિહિત હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિ ન થઈર. A. (૩/૫),
સ્વોપજ્ઞ ન્યાસ
-
૧. આસ્ય - એટલે અનાગત = ભવિષ્યકાલીન વસ્તુને મેળવવાની ઈચ્છા - આશંસા કહેવાય તેવી ઈચ્છાનો વિષય જે હોય તે આશંસ્ય કહેવાય.
અને તેનો
=
૨. હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિ ન થાય - એમ કહ્યું. તેથી અનદ્યતન અને પરોક્ષ ભૂતકાળમાં વિહિત હ્યસ્તની અને પરોક્ષા વિભક્તિનો કોઈ પ્રયોગ કરે, જેમકે, ઉપાધ્યાયક્ષેવા છેતુ, તે તમધ્યહિ । અથવા ઉપાધ્યાયક્ષેતાનામ, તે તર્કમપિશિમત્તે । વગેરે, તો તે પ્રયોગો સાધુ - સાચા ન કહેવાય. (૩/૫)
પરામર્શ
A. કહેવાનો આશય એ છે કે, ભૂતકાળમાં - અદ્યતની, હ્યસ્તની અને પરોક્ષા એમ ત્રણેય વિભક્તિઓ વિહિત છે. આથી ‘ભૂતવત્' એમ સામાન્યથી કહેવાથી ભૂતકાળમાં વિહિત ત્રણેય વિભક્તિઓ વિકલ્પે થવી જોઈએ. પણ આ ન્યાયના બળથી સામાન્ય ભૂતકાળમાં વિહિત અદ્યતની વિભક્તિનો જ ‘ભૂતવત્' એમ કહેવાથી અતિદેશ થશે. પણ અદ્યતનત્વ વિશિષ્ટ ભૂતકાળમાં વિહિત .અદ્યતની અને પરોક્ષત્વવિશિષ્ટ ભૂતકાળમાં વિહિત પરોક્ષા વિભક્તિ થશે નહિ. કારણકે તે વિશેષ વિધિઓ હોયને તેના અતિદેશનો આ ન્યાય વડે નિષેધ કરેલો છે.
૪૯૮