________________
૩/૧૮. ન્યા. મં... પરામર્શ.... તથા (૨) વત્તા (૧-૧-૩૪) અહિ વત્ - સ એ તદ્ધિતપ્રત્યયના સાહચર્યથી ભારત સરચૈવ (ર દ) ન્યાયથી માન્ પ્રત્યય પણ જે તદ્ધિતરૂપ છે, તેના જ ગ્રહણની પ્રાપ્તિ છે. તો પણ “સાહચર્ય ન્યાયનો આશ્રય ન કરવાથી પરીક્ષાના સ્થાને ઉત્પન્ન થયેલ આખ્યાત પ્રકરણના મામ્ પ્રત્યયનું પણ ગ્રહણ કરાય છે. (જ વાત સાહચર્ય - ન્યાયની ટીકામાં ન્યાયની અનિત્યતારૂપે કહેલ છે.)
પ્રશ્ન :- આખ્યાતના બામ્ પ્રત્યયના ગ્રહણની જેમ ષષ્ઠી - વિભક્તિ બહુવચન કર્યું પ્રત્યયનો પણ ગ્રહ થવો જોઈએ.
ઉત્તર :- ના, ત્યારે સાહચર્ય – ન્યાયનો આશ્રય કરેલો હોવાથી અને ષષ્ઠી બ. વ. મમ્ પ્રત્યય તદ્ધિત સદશ ન હોવાથી, તે લઈ શકાય નહિ.
જ્ઞાપક :- આ ન્યાયનું જ્ઞાપક, તે તે પ્રયોગ વગેરેમાં તે તે ન્યાયોના આશ્રયનું અને અનાશ્રયનું જે ફળ દેખાય છે, તે જ છે. અર્થાત્ તે તે પ્રયોગની સિદ્ધિ માટે તે તે ન્યાયનો તે તે અવસ્થામાં આશ્રય અને અનાશ્રય કરેલો છે, તેથી જ જે - તે તે પ્રયોગની સિદ્ધિરૂપ ફળ દેખાય છે, તે આ ન્યાયથી જ સિદ્ધ - સંગત થતું હોયને આ ન્યાયને જણાવે છે. (૩૧૮)
આ પ્રમાણે સ્વ-વડે = શ્રી હેમહંસગણિવરવડે સમુચ્ચિત - સંગૃહીત પૂર્વ ન્યાયોથી
- વિલક્ષણ એવા અઢાર (૧૮) ન્યાયોની બૃહદ્ઘત્તિ સમાપ્ત થઈ.
વક્ષસ્કાર - ૩ શ્લોકાર્થ - શ્રીયુત ગુરુ શ્રી સોમસુંદરસૂરીશ્વરજીના સકળ શિષ્યોમાં અગ્રેસર ગચ્છનાયક પ્રભુશ્રી રત્નશેખરસૂરિ રૂપી ગુરુ સાંપ્રત - કાળે અત્યંત શોભી રહ્યા છે. તેઓના વચનાધીન - આજ્ઞાવર્તિ શિષ્ય શ્રી હેમહંસગણિવડે ન્યાયાર્થમંજૂષારૂપી ટીકાનો વિષ્ટપ - ભુવન પ્રમાણ સંખ્યાવાળો અર્થાત્ ત્રીજો વક્ષસ્કાર સંપૂર્ણ કરાયો.
પરામર્શ
A. આ ન્યાય નિષ્ઠાથ શાસ્ત્ર પ્રવૃત્તિ: (૧/૫૭) ન્યાયની જેમ અનિષ્ટ રૂપની સિદ્ધિ ન થઈ જાય તે માટે અન્ય ન્યાયોની પ્રવૃત્તિનું નિયંત્રણ કરનારો હોવાથી ન્યાયોના સરદાર જેવો છે. બીજી રીતે કહીએ તો આ ન્યાય સ્યાદ્વાદ - સિદ્ધાંતને અનુકૂળ છે, અનુસરનારો છે. અર્થાત્ એક જ રૂપની સિદ્ધિ કરવામાં - ન્યા. મ. ટીકામાં બતાવેલ ઉદાહરણ પ્રમાણે – એક જ ન્યાયની પ્રવૃત્તિ (આશ્રય) અને અપ્રવૃત્તિ (અનાશ્રય) કરવી, તે સામાન્ય રીતે વિરોધી જણાય છે. એક જ રૂપની સિદ્ધિ કરવામાં ક્યાં તો ન્યાયની પ્રવૃત્તિ જ કરવી જોઈએ અથવા તો નિવૃત્તિ જ કરવી જોઈએ. ઉભયનો = ન્યાયની પ્રવૃત્તિ - નિવૃત્તિનો (આશ્રય - અનાશ્રયનો) સ્વીકાર તે વિરોધાભાસી છે. છતાં ય સિદ્ધિ: ચાદિતાત્ ! એવા વચનથી સ્યાદ્વાદનો
અનેકાંતવાદનો આશ્રય કરવાથી તે તે ન્યાયોની પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ ઈષ્ટ રૂપની સિદ્ધિ માટે જ હોવાથી એક જ રૂપમાં એક જ ન્યાયનો અવસ્થા - ભેદે આશ્રય - અનાશ્રય કરવો અવિરુદ્ધ હોયને પ્રસ્તુત ન્યાયવડે પણ એક જ રૂપમાં અવસ્થાભેદના કારણે એક જ ન્યાયની પ્રવૃત્તિ - અપ્રવૃત્તિ (આશ્રય - અનાશ્રય) જ સધાતી હોવાથી પ્રસ્તુત ન્યાય એ સ્યાદ્વાદ સિદ્ધાંતના સાધ્યની જ સિદ્ધિ કરતો હોવાથી તેને સાદ્વાદ -
=
= ૫૨૭