________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. સિદ્ધાંતને અનુકૂળ અથવા તેના વિસ્તારભૂત કહેવામાં દોષ જણાતો નથી.
જુદા જુદા નયથી અનેક ધર્માત્માક વસ્તુને વિષે તેવો જ નય (અપેક્ષા | એંગલ) સ્વીકારવો જોઈએ કે જેથી આત્માને સમાધિ - સ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થાય, એમ અધ્યાત્મશાસ્ત્રો જણાવે છે. કારણકે આત્માના સ્વરૂપમાં સ્થિરતા રૂપ સમાધિ માટે જ સાધના – હોયને તે લાવી આપનાર અપેક્ષા | નય જ હિતકર બને છે. તેવી જ રીતે વ્યાકરણશાસ્ત્રમાં પણ શિષ્ટ પ્રયોગોની રૂપોને સિદ્ધિ માટે જ ન્યાયો બતાવેલાં છે. આથી એક જ રૂપમાં ઈષ્ટરૂપની સિદ્ધિ થતી હોય ત્યારે આશ્રય કરાયેલાં એક જ - સમાન જ ન્યાયનો અન્ય અવસ્થામાં તે જ રૂપમાં અનાશ્રય કરવામાં દોષ નથી, બલ્ક, તેમ કરવાથી જ ઈષ્ટ એવા શિષ્ટ રૂપની સિદ્ધિ થતી હોવાથી તે પ્રમાણે જ કરવું જોઈએ. અને આ જ વાતનું પ્રસ્તુત ન્યાય દ્વારા વ્યાવસ્થાપન કરાય છે. (૩૧૮)
इति श्री हेमहंसगणिसमुच्चितानां पूर्वेभ्यो विलक्षणानां अव्यापकानां प्रायः
ज्ञापकादिरहितानां च अष्टादशानां न्यायानां न्यायार्थमञ्जूषाख्य - बृहद्वत्तेः स्वोपज्ञन्यासस्य च सपरामर्शा भिधविवचनं गुर्जरभाषाभावानुवादः समाप्त : ।
=
= ૫૨૮