________________
વિક્ષસ્કાર ૧. | સૂત્ર ૧. પરામર્શ... થાત. ત્યારે સાહચર્યથી પણ કાંઈ ન વળે. એટલે સાહચર્યના બળથી ટ્રા રૂપના પ્રહણની વાત તો પછી, પહેલાં આ ન્યાય અનિત્ય બનેલો સ્વીકારવો જોઈએ. આ ન્યાયથી વિપ્નવાળું બનેલું સાહચર્યનું બળ પણ શું કરી શકે ? આમ ન્યાયવૃત્તિકાર શ્રી હેમહંસગણિજીના અભિપ્રાય આ ન્યાયની અનિત્યતા વિના (જ્ઞા સાહચર્યના બળથી) પ્રજ્ઞ8 (૫-૧-૭૯) સૂત્રમાં રૂપના ગ્રહણની ઉક્તિ સાર્થક = ઘટમાન થતી ન હોયને, તે રા રૂપ ગ્રહણની ઉક્તિ આ ન્યાયની અનિત્યતાને જણાવે છે. અહિ એ ધ્યાનમાં રાખવું કે, આ જે રા રૂપગ્રહણની ઉક્તિરૂપ જ્ઞાપક છે, તે ન્યાયની અનિત્યતા (રૂપ સાધ્ય) નું જ્ઞાપક છે. એટલે અહિ જ્ઞાપક એ ન્યાયની અનિત્યતાને અવિનાભાવી છે. અર્થાત જ્ઞાપક અને ન્યાયની અનિત્યતા વચ્ચે અવિનાભાવ = વ્યાપ્તિ છે. આથી જયાં જ્યાં જ્ઞાપક ત્યાં ત્યાં ન્યાયની અનિત્યતા હોય. જો ન્યાયની અનિત્યતા ન હોય તો જ્ઞાપક પણ સંભવે નહિ, ઘટે નહીં. આથી બન્ને વચ્ચે આવી વ્યાપ્તિ રૂપ સંબંધનું સ્મરણ થવાથી જ્ઞાપક (હેતુ) એ ન્યાયની અનિત્યતા (રૂપ સાધ્ય) નું જ્ઞાન = અનુમાન = સિદ્ધિ (નિશ્ચય) કરાવી આપશે.
ટૂંકમાં તે તે ન્યાય વિના કે ન્યાયની અનિત્યતા વિના તે તે જ્ઞાપક એ વ્યર્થ - અસંગત બની જતું હોયને, અર્થાત તે તે ન્યાયના અસ્તિત્વથી/પ્રવૃત્તિથી જ - અથવા તે તે ન્યાયની અનિત્યતાના સ્વીકારથી જ સૂત્રનિર્દિષ્ટ તે તે જ્ઞાપક સાર્થક/સંગત બનતું હોયને તે તે જ્ઞાપક, તે તે ન્યાયનું કે ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન કરે છે. આથી જ્ઞાપક એટલે - સૂત્રનિર્દિષ્ટ જે વચનો / વિધાનો તે તે ન્યાય કે ન્યાયની અનિત્યતા વિના વ્યર્થ - અસંગત બની જતાં હોય, સૂત્રનિર્દિષ્ટ તે વચનો / વિધાનો તે તે ન્યાયના કે ન્યાયની અનિત્યતાના વાસ્તવિક “જ્ઞાપક' કહેવાય. આ પ્રમાણે સર્વત્ર જ્ઞાપક અને તે શાપથી જ્ઞાપ્ય (ન્યાય કે ન્યાયની અનિત્યકારૂપ સાધ્ય)ની બાબતમાં વિચારણા કરી લેવી.
(આમ જોઈએ તો પૂર્વે કહેલું વં પં શબ્દસ્થ , ન્યાયના દ્વિતીયાંશ “શબ્દસંજ્ઞા' ની અનિત્યતાનું જ્ઞાપક “જ્ઞા સાહચર્યથી રા રૂપના ગ્રહણની ઉક્તિ” એ તાત્વિક = સચોટ જ્ઞાપક ન કહેવાય. પણ તે વ્યાવહારિક જ્ઞાપક તો સ્વપજ્ઞન્યાસમાં કહેલી યુક્તિથી બની જ શકે છે. અને વ્યાવહારિક ઉદાહરણો, જ્ઞાપકો પણ દર્શાવવાની ઈચ્છા વૃત્તિકાર શ્રી હેમહંસગણિજીની છે - એવું , “કંઈક., ધ્યાનમાં રાખવા જેવું” મથાળા હેઠળના (પૃ.૧૩૦.) લખાણમાં અમે સવિસ્તર જણાવવાના છીએ. તે ત્યાંથી જ જાણી લેવું.)
= ૧૨૯
=