________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ.
પિરામર્શ ) A પૂર્વે કહેલાં સ્વોપજ્ઞન્યાસ સંબંધી ગ્રંથથી એટલું નક્કી થાય છે કે, વિશેષણમન્ત: (૭-૪૧૧૩) એ પરિભાષા વર્ણસંબંધી છે, તેમ શબ્દસંબંધી પણ છે. અર્થાત્ જ્યારે તે શબ્દનો નામનો (સર્વાદિ વગેરેની જેમ) સૂત્રમાં ઉલ્લેખ કરેલો હોય, ત્યારે પણ વિશેષામન્ત: એ પરિભાષાની પ્રવૃત્તિ થાય છે, અને “સર્વાદિ – અંત નામસંબંધી’ એવી વ્યાખ્યા થાય છે, જે ગ્રંથકાર શ્રી હેમહંસગણિજીને સંમત પણ છે. કારણ કે ન્યાસકારનો તેવો અભિપ્રાય વિદ્યમાન છે.
પણ વર્તમાનમાં કેટલાંક વિદ્વાનોનો અભિપ્રાય આ અંગે જુદો પડે છે, અને તે માટે કેટલાંક મુદ્દા પણ તેઓએ આપેલાં છે. તેઓનું કહેવું એ છે કે, વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષા એ વર્ણસંબંધી જ છે, પણ શબ્દ (નામ) સંબંધી નથી. આથી સર્વ ઐતિૌ (૧-૪-૭) સૂત્રમાં “સરે.' એ પ્રમાણે પશ્યન્ત શબ્દની વ્યાખ્યા “સર્વ વગેરે શબ્દસંબંધી’ એમ જ થશે – પણ “સર્વાદ્યન્ત સંબંધી’ એવી થશે નહિ - કારણ સર્વાદ્રિ એ શબ્દ છે.
અહિ ન્યાસકારના અભિપ્રાય પ્રમાણે કોઈ એમ પણ કહે કે પરમસર્વત્ર અને સર્વસ્ત્ર બનૈયા રૂપોમાં નૈ વગેરે આદેશોની સિદ્ધિ થાય છે, તેમાં વિશેષમત: (૭-૪-૧૧૩) પરિભાષાની પ્રવૃત્તિ કરવામાં “સર્વાદિન્તિવાળા નામસંબંધી’ એવી વ્યાખ્યા થવાથી પરમસર્વ શબ્દના પરમસર્વસ્ત્ર વગેરે રૂપો મુખ્ય ગણાશે - કારણ કે તેની પૂર્વોક્ત વ્યાખ્યા પ્રમાણે સિદ્ધિ થઈ જાય છે. જ્યારે સર્વસ્ત્ર | વગેરે રૂપોની સિદ્ધિમાં કેવળ – ફક્ત સર્વાષ્ટિ શબ્દોની માદ્યન્તસ્મિન એ પ્રસ્તુત ન્યાયથી સર્વાદિ - અન્તરૂપે કલ્પના કરાય છે. આમ સર્વસ્ત્ર . રૂપની સિદ્ધિ, ન્યાય – આધારિત હોયને તે ઉદાહરણ ગૌણ ગણાય: આ રીતે ઉક્ત પરિભાષા શબ્દસંબંધી પણ છે.
આના સંદર્ભમાં તેઓનું કહેવું છે કે, બીજી રીતે જોઇએ તો પરમસર્વસ્ત્ર 1 રૂપ પણ વિશેષમન્ત: (૭-૪-૧૧૩) પરિભાષાથી નિષ્પન્ન થયેલું હોયને ગૌણ ગણાશે, જ્યારે પરિભાષા વિના સિદ્ધ થતું સર્વસ્ત્ર ! રૂપ મુખ્ય ગણાય – એમ પણ કહી શકાય છે. વળી, બૃહદ્રવૃત્તિમાં ગ્રંથકારશ્રી હેમચંદ્રસૂરિજીએ મુખ્યરૂપે સર્વસ્ત્ર વગેરે રૂપો જ કહેલાં છે, અને ગૌણરૂપે જ પરમસર્વસ્ત્ર | વગેરે રૂપો કહેલાં છે. આ રીતે અહીં વિશેષામન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષા શબ્દસંબંધી ન માનવામાં તદન્તના ગ્રહણની વ્યાખ્યા થશે નહિ. આથી સર્વસ્ત્ર | વગેરે રૂપોની સિદ્ધિમાં માદ્યતંવત્ - એ ન્યાયની જરૂર નહિ રહે. અને તત્સંબંધી પ્રયોગ હોવાથી (અન્ય સંબંધી પ્રયોગ ન હોવાથી) પરમસર્વસ્ત્ર | વગેરે રૂપમાં પણ સ્ત્ર વગેરે આદેશની સિદ્ધિ થઇ શકશે.
વળી વિશેષમન્તઃ (૭-૪-૧૧૩) પરિભાષા સૂત્રની ત. પ્ર. બૃહદ્રવૃત્તિમાં કહેવું છે કે “આ વ્યાકરણશાસ્ત્રમાં (સૂત્રોમાં) ધાતુ વગેરે સમુદાય (અવયવ અને સમુદાય વચ્ચે) અભેદોપચાર કરવાવડે અવયવ રૂપ - વિશેષણવાળો ગ્રહણ કરાશે. અને તે ઠેકાણે (સૂટમાં) તે વિશેષણરૂપ અવયવ એ તેના ધાતુ વગેરે સમુદાયના અંતભાગ તરીકે આ પરિભાષાથી નિયત કરાય છે” એમ કહેલું છે. અને ધાતુ વગેરે - સમુદાયનો અવયવ વર્ણરૂપ જ માની શકાતો હોયને વિશેષમત: (૭-૪-૧૧૩) વગેરે વિધિ વર્ણસંબંધી જ છે. તે સૂત્રમાં ઉદાહરણ પણ વર્ણસંબંધી જ છે – જેમ કે, અતઃ મોડમ્ ૧-૪-૫૭) અહિ સૂત્રમાં અતઃ એમ કહેવાથી આ કારાંત નામ લેવું જોઈએ. આથી હું આંતતિ, પશ્ય વા રૂપમાં
= ૧૫૦