________________
૨/૩૮. સ્વો. ન્યા.... પરામર્શ...
સમાધાન :- ના, એ પ્રમાણે થઈ શકતું નથી, કારણકે ન્યાયસૂત્રો ચિરંતન ચિરકાલીન છે. તેથી કોઈ પણ વ્યક્તિવડે તેમાં પરાવર્તન / ફેરફાર કરવો શક્ય નથી.
બીજી વાત એ કે, કેટલાંક વૈયાકરણો પ્િ પ્રત્યય પર છતાં કેટલાંક વ્યંજનનિમિત્તક કાર્યો ઇચ્છે છે. A. જયકુમાર નામના વૈયાકરણ આ પ્રમાણે જ ઇચ્છે છે. જેમકે, પાં પાને ! આ પા ગ.૧ ધાતુથી ર્િ પ્રત્યય પર આવતાં પ્રયોગત્ (૧-૧-૩૦) સૂત્રથી તેનો લુકૢ થયે છતે લુપ્ત એવા પણ વ્યંજનાદિ ર્િ પ્રત્યય ૫૨ છતાં કૃર્ત્યઅનેડપિ (૪-૩-૯૭) સૂત્રથી આ નો ફ્ આદેશ ઇચ્છતાં જયકુમાર પૌઃ । એવું રૂપ માને છે. આમ અહિ પ્િ પર છતાં પણ વ્યંજનનિમિત્તક કાર્ય થયું. એટલે ક્વચિત્ થવું, ક્વચિત્ ન થવું - એવું વ્યંજનકાર્યનું અનિત્યપણું અહિ સંગત થાય છે. આથી જયકુમારના મતની અપેક્ષાએ સ્થાવેવ ને બદલે ‘અનિત્યમ્’ એવું કહેલું હોય. કારણ કે ન્યાયસૂત્રો કોઇ એક જ વ્યાકરણની અપેક્ષાએ માનેલા નથી. પણ જુદાં જુદાં વ્યાકરણોને સાધારણરૂપે જ ન્યાયસૂત્રો અસ્તિત્વ ધરાવે છે. (૨/૩૮)
સ્વોપજ્ઞ ન્યાસ
૧. જયકુમા૨ તૈયા. લુપ્ત એવા પણ વ્યંજનાદિ ર્િ પ્રત્યય નિમિત્તે ફંર્ઘન્નુનેડપિ (૪-૩-૯૭) સૂત્રથી આ નો ર્ફે ઈચ્છે છે, એમ કહ્યું. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીના મતે તો Íર્વજ્ઞનેડપિ (૪-૩-૯૭) સૂત્રમાં વ્યાન નું ગ્રહણ - એ સાક્ષાત્ વ્યંજનનો બોધ / પ્રતીતિ કરાવવા માટે હોવાથી લુપ્ત વ્યંજનાદિ પ્રત્યય હોતે છતે રૂં આદેશ થવાની પ્રાપ્તિ નથી, એમ ભાવ છે. (૨/૩૮)
પરામર્શ
A. પ્રસ્તુત વિવપિ ધ્યાનાર્યમનિત્યમ્ । ન્યાયમાં મુકેલ ‘અનિત્યમ્’ એવા પદનો અર્થ ન્યા. મં. ટીકામાં - ‘પ્રાપ્તમપિ ન ચાત્ । અર્થાત્ પ્રાપ્ત પણ વ્યંજન - કાર્ય ન થાય', એમ કરેલો છે. એટલું જ નહીં, પણ આ ન્યાયની અનિત્યતા બતાવવાના અવસરે ગ્રંથકારશ્રી હેમહંસગણિજીએ કહ્યું છે કે, આ ન્યાયની અનિત્યતા બતાવવાને શક્ય નથી, કારણકે, ર્િ પ્રત્યય પર છતાં કંઈ પણ વ્યંજન કાર્ય થતું જ નથી. આથી કઈ અપેક્ષાએ ‘પ્રાપ્ત પણ ન થાય’ એવા અર્થરૂપ અનિત્યની અનિત્યતા બતાવાય ? અર્થાત્ ન જ બતાવી શકાય. તો પછી ‘(વ્યજ્જનાર્ય) અનિત્યમ્' ને બદલે ‘ન સ્વાત્' એમ જ સ્પષ્ટરૂપે શા માટે ન કહ્યું ? તેનું સમાધાન કરવા વૃત્તિકારશ્રી એ કહ્યું છે કે, ન્યાયસૂત્રો ચિરંતન હોવાથી કોઈથી પણ પરિવર્તિત થઈ શકતાં નથી. અથવા તો કેટલાંક જયકુમાર વગેરે અન્ય વૈયાકરણો પવતીતિ પ્િ પા + क्विप् પી: । એમ ર્ત્યન્નને (૪-૩-૯૭) સૂત્રથી આ ના ર્ફે આદેશ રૂપ વ્યંજન - કાર્ય ઈચ્છે છે, તેની અપેક્ષાએ ‘અનિત્યક્’ એવું પદ મુક્યું હશે...
=
---
-
=
અહીં સવાલ એ ઉદ્ભવે છે કે, શું સ્વમતે પ્િ પર છતાં કોઈ પણ વ્યંજનનિમિત્તક - કાર્ય થતું જ નથી કે જેથી વૃત્તિકારશ્રીએ ‘અનિત્યમ્’ મુકવાનું ફળ પરમતે દર્શાવ્યું છે ? પૂર્વોક્ત ન્યા. મં. ટીકાગત ઉદાહરણોમાં જરૂર વ્યંજન કાર્ય થયેલું નથી, પરંતુ અન્યત્ર પ્િ પ્રત્યય પર છતાં સ્વમતે પણ વ્યંજનનિમિત્તક કાર્ય થતું દેખાય છે, એમ વર્તમાનકાલીન કેટલાંક વિદ્વાનોનું પણ માનવું છે.
૪૨૫