________________
૨/૫૨. પરામર્શ.... જણાય છે. એટલે કે ઉપસર્ગશબ્દનો સીધે સીધો અર્થ ભલે ‘ઉપસર્ગસંજ્ઞક પ્રાદિ' થાય, તો પણ ધાતુ સાથે સંબંધ હોય ત્યારે જ તે પ્રાદિની ઉપસર્ગસંજ્ઞા કરેલી હોવાથી, ધાતુ સાથે સંબંધ ન હોવાના કારણે જ્યારે પ્રાદિની ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ હોય અર્થાત્ ઉપસર્ગસંજ્ઞક પ્રાદિનું ગ્રહણ અસંભવ હોય, ત્યારે ઉપસર્ગ શબ્દનો સૂત્રમાં પ્રયોગ કરેલો હોય તો તે ‘ઉપસર્ગ' શબ્દથી લક્ષણા વડે (ઉપચારથી) ‘અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ' જ જણાય છે. આથી અનુપસર્ગસંજ્ઞક જ પ્રાદિ - શબ્દોનું ગ્રહણ કરવું, એમ પ્રસ્તુત ન્યાયનો ભાવ છે.
-
આ બન્નેય ન્યાયોના અર્થની સરખામણી કરીએ તો પૂર્વન્યાયવડે ‘ઉપસર્ગસંજ્ઞક પ્રાદિની - અર્થની અપેક્ષાએ જે ધાતુ સાથે સંબંધ હોય, તે ધાતુ પ્રત્યે જ ઉપ.સંજ્ઞા થાય,' એમ કહેવા દ્વારા સ્થાનની અપેક્ષાએ ધાતુના સંબંધી એવા પ્રાદિની ઉપસર્ગસંજ્ઞાનો નિષેધ કરેલો છે. આમ ઉપસર્ગસંજ્ઞાને નિયંત્રિત કરી છે. જ્યારે પ્રસ્તુત ‘યંત્રોપસર્નત્યં 7 સંમતિ’ન્યાયથી જ્યાં ઉપસર્ગસંજ્ઞાનો અસંભવ હોય ત્યાં જો ઉપસર્ગશબ્દનો પ્રયોગ કરેલો હોય તો તે ઠકાણે ઉપસર્ગનું (= ઉપસર્ગસંજ્ઞકપ્રાદિનું) ઉચ્ચારણ કરીને જે વિધિ કહેલો હોય, તે નિરર્થક બની જવાથી, તેવા વિધિના નિરર્થકપણાને દૂર કરવા માટે ત્યાં ઉપસર્ગશબ્દનો અર્થ લક્ષણાથી - ઉપચારથી કેવળ (અનુપસર્ગસંજ્ઞક) પ્રાદિ શબ્દો જ લેવાનું જણાવે છે. આમ પ્રસ્તુત ન્યાય પણ તેવા સંયોગોમાં અનુપસર્ગસંજ્ઞક જ પ્રાદિ લેવાનું જણાવે છે. આમ બન્નેય ન્યાયો જુદાં જુદાં વિષયમાં જ પ્રવૃત્ત થયેલાં જણાય છે. પૂર્વીયન્યાય યેન ધાતુના યુક્તા:૦ (૨/૫૧) થી ઉપસર્ગસંજ્ઞાનું નિયમન કરાય છે. ધાતો: પૂનાર્થ ૦ (૩-૧-૧) સૂત્રથી સામાન્યથી ધાતુ સાથે સંબંધ હોતે છતે કરેલી પ્રાદિ શબ્દોની ઉપસર્ગસંજ્ઞાને આ રીતે નિયંત્રિત કરી છે - અર્થની અપેક્ષાએ ધાતુસંબંધી હોય તેવા જ પ્રાદિ શબ્દોની ઉપસર્ગ સંજ્ઞા થાય, પણ સ્થાન માત્રની અપેક્ષાએ - ધાતુ સાથે સંબંધવાળા યોગવાળા પ્રાદિ – શબ્દોની ઉપસર્ગસંજ્ઞા ન થાય - એમ ઉપસર્ગસંજ્ઞાનો વિષયનિર્દેશ કરવા દ્વારા તે નિયંત્રિત કરાય છે. અર્થાત્ તે ઉપસર્ગસંજ્ઞાની અતિવ્યાપ્તિને દૂર કરાય છે.
ટૂંકમાં, યેન ધાતુના... એ પૂર્વન્યાયથી ‘ઉપસર્ગસંજ્ઞાવાળા પ્રાદિ' શબ્દોને વિષે ઉપસર્ગસંજ્ઞાના નિયમન રૂપ કાર્ય થાય છે. જ્યારે પ્રસ્તુત યંત્રોપલńત્વ ન સંમવતિ... ન્યાયથી ‘અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ’ શબ્દોને વિષે જ વ્યવસ્થા થાય છે. કેમકે, “જ્યાં ઉપ.સંજ્ઞા ન સંભવતી હોય” એમ કહેવા દ્વારા જ ‘અનુપસર્ગસંજ્ઞક પ્રાદિ' અર્થ જણાય છે. આમ બન્નેય ન્યાયનો વિષય અને કાર્ય જુદાં જુદાં હોવાથી બન્નેય વચ્ચે બાધ્યબાધકભાવ ઘટતો નથી. આથી આ ન્યાયને પૂર્વન્યાયનો અપવાદ કહેવો તે વચન ઘટમાન થતું જણાતું નથી.
-
=
=
બીજું કે, પન્નńધ્વન: (૭-૩-૦૯) સૂત્રથી પ્રશ્નતોઽપ્લાનમ્, પ્રાપ્વો થઃ । એવા સ્થળે સૂત્રોક્ત ઉપસર્ગશબ્દનો લાક્ષણિક લક્ષણાવડે / ઉપચારથી જણાતો ‘કેવળ (અનુપસર્ગ) પ્રાદિ' એવો અર્થ ન કરાય તો પૂર્વન્યાયવડે જે અર્થ સાધિત છે કે, જે ધાતુ સાથે સંબંધ હોય તેના પ્રત્યે જ પ્રાદિની ઉપ.સંજ્ઞા થાય છે - એ અર્થનું વિઘટન થઈ જાય. એટલું જ નહીં, ધાતો: પૂનાર્થ૦ (૩-૧-૧) સૂત્રથી ધાતુની પૂર્વે આવેલાં - ધાતુ સંબંધી જ પ્રાપ્તિ ની ઉપસર્ગસંજ્ઞા કરેલી હોયને તેની સાથે પણ વિરોધ આવે. કેમકે, અહીં નામની પૂર્વે ઉપસર્ગનું વિધાન છે. અર્થાત્ પ્રખ્ખો રથઃ । પ્રયોગમાં પ્ર શબ્દની અધ્વન્ શબ્દ પ્રત્યે ઉપસર્ગસંજ્ઞા જો ૩૫ક્ષńધ્વન: (૭-૩-૦૭૯) એવા વિધાનના સામર્થ્યથી થતી હોત, તો યેન ધાતુના...એ પૂર્વન્યાયથી ‘જે ધાતુ સાથે અર્થથી સંબંધ હોય તે ધાતુ પ્રત્યે જ ઉપ.સંજ્ઞા થાય' એવા અર્થનો બાધ થઇ જાય. અને ધાતો: પૂનાર્થ (૩-૧-૧) સૂત્રથી ફક્ત ધાતુ સાથે સંબંધી એવા જ પ્રાદિની ઉપ.સંજ્ઞા કરેલી હોવાથી અધ્વર્ પ્રત્યે પ્રાદિની
૪૬૩