________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપાન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. કરાતાં) શબ્દની સાથે યથાસંગ (સંખ્યાના ક્રમથી) અન્વયનો નિષેધ કરેલો હોવાથી અજીર્ષે ત્યાશ (૫-૪-૩૫) સૂત્રમાં વડે સમુચ્ચિત શબ્દ સાથે યથાસંગની નિવૃત્તિ માટે બહુવચન કરવું વ્યર્થ છે.
સમાધાન :- સાચી વાત છે, પણ “જ્ઞાપક વડે જ્ઞાપન કરેલાં વિધિઓ અનિત્ય છે' એવું જ્ઞાપન કરવા - જણાવવા માટે બહુવચન સાર્થક છે.
આ પ્રમાણે લઘુન્યાસકારના મતે - આ ન્યાયનું સ્વરૂપ “સમુન્નીયાનેન યથાસંધ્યમ્' એ પ્રમાણે છે. અને આ ન્યાયનું અનિત્યપણું શરૂાર્યે ત્યા% (૫-૪-૩૫) સૂત્રમાં થી સમુચ્ચિતપદની સાથે થતું જે યથાસંખ્ય, તેની નિવૃત્તિ માટે કરેલ બહુવચન - નિર્દેશથી જણાય છે.
અને રીક્ષત્રિયાત્ ૦ (૬-૧-૧૧૪) સૂત્રમાં અપત્ય ના ગ્રહણથી આ ન્યાયનું જ્ઞાપન આ પ્રમાણે થાય છે. ક્ષત્રિયાત્ સત્ ચિનાપત્યે કિમ્ (૬-૧-૧૧૪) સૂત્રમાં “રાજ્ઞનિ ' એમ કહેવાતે છતે પણ ૨ કારવડે પૂર્વસૂત્રથી “અપત્ય' અર્થનો સંગ્રહ સિદ્ધ થઈ જવા છતાં, રાષ્ટ્રવાચી શબ્દથી “રાજા' અર્થમાં અને ક્ષત્રિયવાચકશબ્દથી “અપત્ય' અર્થમાં અન્ - પ્રત્યયનું વિધાન કરવા માટે, યથાસંખ્ય અન્વય થાય તે માટે સૂત્રમાં ‘મપત્યે’ એમ પદ મૂકેલું છે. અને આમ વડે સમુચ્ચય ન કરીને સાક્ષાત્ 'અપત્ય' શબ્દનું ગ્રહણ કરેલું છે, તેથી જણાય છે કે, “વ વડે સમુચ્ચિત શબ્દ સાથે યથાસંખ્ય અન્વય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિજીને ઈષ્ટ નથી.” આથી પૂર્વોક્ત સૂત્રમાં યથાસંખ્ય વ્યાખ્યા કરીને તે દ્વારા યથાસંખ્ય અન્વય કરવા માટે સાક્ષાત્ મપત્ય શબ્દનું ગ્રહણ સાર્થક છે.
અને આ રીતે શક્તાË ત્યાશ (પ-૪-૩૫) સૂત્રમાં ૨ વડે સમુચ્ચય કરાતાં ‘સપ્તમી’ સહિત કૃત્ય પ્રત્યયોનો - શત અને મર્દ સાથે યથાસંખ્ય અન્વય ની પ્રાપ્તિ જ ન હોવાથી યથાસંખ્ય અન્વયના નિષેધ માટે “ત્યાશ' એમ બહુવચન કરવું વ્યર્થ જ સાબિત થવાની આપત્તિ આવે. આથી માનવું જોઈએ કે ‘અપત્ય' ના પ્રહણ રૂપ જ્ઞાપક વડે જ્ઞાપિત વિધિઓ અનિત્ય છે - એવું જ્ઞાપન કરવા માટે આચાર્ય ભગવંત યથાસંખ્ય અન્વય નિવારવા માટે બહુવચન કરેલું હોયને તે સાર્થક છે. અન્યથા એકવચન પ્રયોગ વડે પણ પ્રકૃત – ન્યાયના બળથી (વડે અનુકૃષ્ટ સાથે ય. સં. ન થવાથી) શસ્ત અને મારું એવા બે અર્થો સાથે યથાસંખ્ય અન્વયનો અભાવ પૂર્વોક્ત રીતે સિદ્ધ જ છે - તો તે માટે બહુવચનનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? અર્થાત્ ન જ કરવો જોઈએ. પરંતુ આ ન્યાય અનિત્ય હોવાથી કૃત્ય પ્રત્યય સહિત વડે અનુકૃષ્ટ “સપ્તમી' વિભક્તિનો વિતા અને સાથે યથાસંખ્ય - સંબંધ થઈ જશે, એવી શંકા હોયને જ કરેલું બહુવચન સંગત થાય છે.
અહિ કેટલાંક વિદ્વાનો એમ પણ કહે છે કે, ઉપર્યુક્ત ગ્રંથના નિષ્કર્ષરૂપે આ ન્યાયના જ્ઞાપક રૂપે અન્ય પ્રયત્નનો અભાવ' ન કહેવો જોઈએ, પરંતુ, રાક્ષત્રય૦ (૬-૧-૧૧૪) સૂત્રમાં સ્થિત ‘અપત્ય' શબ્દ આ ન્યાયની જ શંકાથી ગ્રહણ કરેલો હોયને સાર્થક બનતો હોવાથી તે – ‘અપત્ય' શબ્દના પ્રહણને જ - આ ન્યાયનું જ્ઞાપક કહેવું જોઈએ. આ વાત પણ સંગત જણાય છે. (૨) ૬૩) . સંહિતૈિપરે નિત્યા નિત્ય ઘાતૂપો : નિત્ય સમારે વાવેચે તુ સા વિવક્ષામવેત્તે ? | (૨-૩-૧૨ બુ. વૃ) |
જેમાં વર્ષોનું જોડાણ થાય તે “સંહિતા' એટલે વર્નોનો પરસ્પર સંનિકર્ષ - સંધિ. એક જ પદ (તે, મવતિ વગેરે) માં નિત્ય સંધિ થાય છે, તથા (ન્નિતિ વગેરે નિત્ય સમુદિત રૂપે હોવાથી) ધાતુ અને ઉપસર્ગ વચ્ચે અને સમાસમાં પણ (નિરંતર એક - પદાત્મક હોવાથી) નિત્ય સંધિ થાય છે. જ્યારે વાક્યમાં વિવફા પ્રમાણે સંધિ થાય કે ન પણ થાય....
કહેવાનો ભાવ એ છે કે એક - પદ, ધાતુ - ઉપસર્ગ અને સમાસ એ નિયમથી એક પ્રયત્ન વડે ઉચ્ચાર્ય હોવાથી તેમાં વિરામનો અભાવ હોવાથી નિત્ય સંધિ થાય છે. જ્યારે વાક્ય એ સર્વત્ર એક જ પ્રયત્નવડે ઉચ્ચાર્ય હોવાનો નિયમ ન હોવાથી વિરામ ન હોય (વક્તા વિરામ ન લે અથવા વિરામની વિવફા ન હોય) ત્યારે સંધિ થાય છે અને વિરામ હોય ત્યારે સંધિ થતી નથી...
= ૪૮૮