________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ.
જ્ઞાપક ઃ- આ ન્યાયનું વિભાસક = શાપક છે - પુરુષો વ્યાઘ્ર: શૂટ । વગેરે પ્રયોગોમાં પુરુષ પદ અને વ્યાઘ્ર પદના સમાસનો નિષેધ કરવા માટે ૩૫મેયં વ્યાપ્રાધૈ: સામ્યાનુશ્તો (૩-૧-૧૦૨) સૂત્રમાં ‘સામ્યાનુક્તિ’નું ગ્રહણ કરવું. તે આ રીતે વ્યાઘ્ર વ વ્યાઘ્ર: । (અહીં વાઘ જેવો વાઘ - વાસ્તવિક વાઘ અર્થ લોવાનો છે.) ત્યારબાદ પુરુષશ્ચાસૌ વ્યાઘ્રશ્રુતિ પુરુષવ્યાઘ્ર:। વગેરે પ્રયોગોમાં ઉપમેય વ્યાપ્રાધૈ: સામ્યાનુતૌ (૩-૧-૧૦૨) સૂત્રથી પુરુષ અને વ્યાઘ્ર શબ્દોનો સમાસ ઇચ્છાય છે. પરંતુ જયારે શૂઃ પુરુષઃ (પુરુષ શૂરવીર છે), મત વ્ સૂત્વેન વ્યાઘ્ર ડ્વ વ્યાઘ્ર: (આથી જ શૂરતા - ધર્મથી (ગુણથી) પુરુષ વાઘ જેવો વાઘ છે.) આ પ્રમાણે આ પ્રયોગોમાં પુરુષમાં વ્યાઘ્રત્વ ધર્મનો ઉપચાર કરવાના કારણભૂત એવા શૂરત્વ શૌર્યરૂપ ધર્મનો ઉપન્યાસ કરાય, ત્યારે ‘પુરુષ: વ્યાઘ્ર: શૂ' અહીં સમાસ થવો ઇષ્ટ નથી. આથી અહીં સમાસનું વારણ કરવા માટે સૂરિજીએ સમાસવિધાયક સૂત્રોમાં ‘સામ્યાનુશ્તો' એમ કહેલું છે. અને તેનું વ્યાખ્યાન આ પ્રમાણે કરેલું છે કે - જો સામ્ય (સાદૃશ્ય) ના કથન માટે કોઇ પદ મૂકેલું ન હોય તો તેવા સ્થળે કર્મધારય સમાસ થાય. અહીં તો સામ્યને જણાવવા માટે ‘શૂરઃ' એવું પદ મૂકેલું છે, માટે સમાસ ન થાય.
=
અને જો અહિ પુરુષ શબ્દ એ પોતાના વિશેષણભૂત શૂર શબ્દને સાપેક્ષ હોયને (પૂર્વન્યાયથી નિષેધ થવાથી) સમાસ માટે અસમર્થ હોવાથી સમાસનાં અભાવની સિદ્ધિ થઇ જતી હોય, તો શા માટે સમાસનિષેધ માટે ‘સામ્યાનુંવિત” પદનું ગ્રહણ કરાય ? અર્થાત્ અનર્થક હોયને ન જ કરવું જોઇએ. પણ જે ‘સામ્યાનુક્તિ' પદનું ગ્રહણ કરેલું છે, તે પૂર્વન્યાયનો બાધક આ ન્યાયનો સદ્ભાવ છે, અને આ ન્યાયથી શૂર શબ્દને સાપેક્ષ એવો પણ પુરષ શબ્દ પ્રધાન હોવાને લીધે તેનો વ્યાઘ્ર શબ્દની સાથે અનિષ્ટ એવો પણ સમાસ થઇ જ જશે, એવી શંકાથી જ ગ્રહણ કરેલું છે. અર્થાત્ પ્રાપ્તિપૂર્વક જ નિષેધ ઘટે. હવે જો પૂર્વન્યાયથી સાપેક્ષ હોવાથી જ પુરુષ પદના સમાસનો નિષેધ થઇ જતો હોય, તો આ ‘સામ્યાનુશ્તો' એવો નિષેધ સંગત ન બને. આથી આ ન્યાયનો સદ્ભાવ માનવામાં જ સાપેક્ષ હોવામાં પણ પ્રધાન એવા પુરુષ શબ્દના સમાસની અનુમતિ હોયને પ્રાપ્તિ સંભવે છે. અને તેથી તેના નિષેધ માટે આ સૂત્રમાં ‘સામ્યાનુક્તિ’ વચન ઘટે છે. આમ પ્રસ્તુત ન્યાય વડે જ ઘટમાન બનતું ‘સામ્યાનુવો' એવું વચન આ ન્યાયનું જ્ઞાપન કરે છે.
આ ન્યાયની વિસંવાદિતા - અનિત્યતા જણાતી નથી.
પ્રયોજન :- પૂર્વન્યાયનો અપવાદ આ ન્યાય છે. અર્થાત્ તેના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે. [અહિ કહેવાનો આશય એ છે કે, સમર્થ: વિધિ: (૭-૪-૧૨૨) પરિભાષાવડે સમર્થપદોનો સમાસાદિ વિધિ કહેલો છે. આમ છતાં પૂર્વ ન્યાય વડે સામાન્યથી અન્ય પદને સાપેક્ષ હોય એવા પદોનું સમાસાદિ થવામાં અસમર્થપણું જણાવેલું છે. આમ હોયને રાનપુરુષોઽસ્તિ દર્શનીય:। વગેરે પ્રયોગોમાં અન્યને સાપેક્ષપદનો પણ સમાસ દેખાય છે. અને ત્યાં પૂર્વન્યાયથી સાપેક્ષ હોવાથી અસમર્થ હોયને સમાસની પ્રાપ્તિનો નિષેધ છે - આથી પ્રધાન એવા પદનું સાપેક્ષપણું હોવામાં પણ (ગમકત્વ - ઈષ્ટાર્થનો બોધ થતો હોયને સામર્થ્ય હોવાથી)
૩૮૨