________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. સમાધાન :- ના, એટલાં બધાં વિશેષણો કહેવાની જરૂર નથી. કારણકે અવ્યય હોય, કારક હોય, કારકનું વિશેષણ હોય કે ક્રિયાવિશેષણ હોય, એ તમામ ક્રિયાના વિશેષણ બને છે. ફક્ત, કેટલાંક વિશેષણો સાક્ષાત્ હોય છે, તો કેટલાંક પરંપરાએ. તેમાં પણ કેટલાંક પ્રયુજ્યમાન (પ્રયોગ કરાતાં) વિશેષણો છે, તો કેટલાંક અપ્રયુજ્યમાન (પ્રયોગ નહીં કરાતાં - અધ્યાહાર) વિશેષણો છે. “સવિશેષણમ્' એમ સામાન્યથી કહેવાથી આ તમામ વિશેષણોનો સંગ્રહ થાય છે. માટે તેવા વિશેષણ સહિત પૂર્વોક્ત તમામ આખ્યાતા પદની વાક્ય - સંજ્ઞા થાય છે.
આ પ્રમાણે કેટલાંક પદો (૧) સાક્ષાત્ અને કેટલાંક પદો (૨) પરંપરાએ ક્રિયાપદ (આખ્યાતપદ)ના વિશેષણ બને છે. તેમાં કર્તા - કમદિ કારકો એ ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણ બને છે. જેમકે, ચૈત્ર પતિ | ગોનું પ્રતિ વગેરે. અને કારકોના જે વિશેષણ હોય, તે પરંપરાએ ક્રિયાના વિશેષણ બને છે. જેમકે, શાસ્ત્રીનાં તે ગો રાતિ અહીં ક્રિયાપદના સાક્ષાત્ વિશેષણરૂપ મોન નું વિશેષણ હોવાથી ‘શાસ્ત્રીના એ પરંપરાએ ક્રિયાપદનું વિશેષણ છે. અહીં શાસ્ત્રીનામ્ - પદ એ મોન ને વિશેષિત કરવા દ્વારા પરંપરાએ (વ્યવધાનવડે) ક્રિયાપદને પણ વિશેષિત કરે જ છે. આથી મો પદનું જ સાક્ષાત્ વિશેષણ હોવા છતાંય પરંપરાએ ક્રિયાપદનું | ત્યાઘન્તપદનું પણ વિશેષણ બને છે.
પુનઃ આ કારકાદિ રૂપ સાક્ષાત્ વિશેષણ છે, તે બે પ્રકારે છે. (૧) સમાનાધિકરણ અને (૨) વ્યાધિકરણ વિશેષણ. તેમાં (૧) સમાનાધિકરણ એટલે એનાર્થ. આની વ્યાખ્યા કરતાં વિશેષમાં વિશૌફાર્થ૦ (૩-૧-૯૬) સૂત્રની ત. પ્ર. બૃહવૃત્તિમાં કહ્યું છે કે, મિનપ્રવૃત્તિનિમિત્તયોઃ બ્રિયરબિનર્થે વૃત્તિરાર્થે સામાનધિપતિ થાવ, તદર્થમ્ | જુદાં જુદાં પ્રવૃત્તિનિમિત્તવાળા બે શબ્દોનું એક જ - સમાન જ અધિકરણમાં (અર્થમાં/પદાર્થમાં) હોવું - પ્રવર્તવું, તે ઐકાર્ટે અથવા સામાનાધિકરણ્ય કહેવાય. આવા ધર્મવાળા હોય તે પદો એકર્થ | સમાનાધિકરણ કહેવાય.
ટૂંકમાં જે બે પદો એક જ અર્થનું અભિયાન/કથન કરનારા હોય તે પરસ્પર સમાનાધિકરણ (સમાન - અર્થનું અભિધાન કરનાર) કહેવાય. જેમકે, નૌસં ૨ તદુત્પન્ન ઑતિ, નીતોત્વના અહીં જે નીર છે, તે જ ઉત્પલ છે અને જે ઉત્પન્ન છે, તે જ નીત છે. એટલે કે નીતા અને સત્પન્ન પદાર્થ જુદા નથી.અહીં એકાર્થના લક્ષણમાં જો શબ્દ ના વિશેષણભૂત fમનપ્રવૃત્તિનિમિત્તયોઃ' એવું ન કહે તો એક જ અર્થ | પદાર્થમાં વર્તતાં જે કોઈ બે શબ્દો લઈ શકવાથી ધ પદ, ઉત્પ સત્પન્ન એવો પ્રયોગ થવાનો પ્રસંગ આવે. અને તે બન્ને ય પદો વચ્ચે વિશેષણ - વિશેષભાવ થવાનો પ્રસંગ આવે. અર્થાત ઐકાટ્યના પૂર્વોક્ત લક્ષણ અતિવ્યાપ્ત થવાની આપત્તિ આવે. કેમકે બન્ને ય પદો એક જ અર્થને જણાવે છે. પણ આ ઈષ્ટ નથી. કેમકે બન્નેય પદો જો ભિન્ન - ભિન્ન પ્રવૃતિનિમિત્તવાળા હોય અને સમાનાધિકરણ હોય એટલે કે એક જ અર્થનું અભિધાન કરનારા હોય, તો જ તે બે પદો વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ થાય છે. માટે “ભિન્ન - પ્રવૃત્તિનિમિત્તક' એમ કહ્યું. આમ ઉત્પન્ન ૩Fi એવા પ્રયોગમાં બન્નેય શબ્દો ભિન્ન પ્રવૃત્તિનિમિત્તક નથી. પણ સમાન પ્રવૃત્તિનિમિત્તવાળા શબ્દો છે. માટે બન્ને વચ્ચે પૂર્વોક્ત લક્ષણમાં જણાવેલ વિશિષ્ટ સમાનાધિકરણપણું = એકાÁ કહેવાય નહીં. આથી વિશેષણ - વિશેષ્યભાવ પણ ન થાય, માટે તેવો પ્રયોગ પણ થાય નહીં. નીજ તદુત્પન્ન ૨ – નીતોત્રમ્ | એવા પ્રયોગમાં નીત શબ્દ એ ગુણ - રૂપ પ્રવૃત્તિનિમિત્તવાળો છે, જયારે ઉત્પત શબ્દ એ જાતિરૂપ અથવા દ્રવ્યરૂપ પ્રવૃત્તિનિમિત્તવાળો છે. આમ જે નીત (નીલરૂપવાળું) છે, તે જ ઉત્પન્ન (કમળ) છે, એમ એક જ અર્થનું અભિધાન કરનાર (સમાનાધિકરણ) હોયને બન્નેય શબ્દોના પ્રવૃત્તિનિમિત્તનો ભેદ હોવાથી બને ય વચ્ચે વિશેષણ - વિશેષ્યભાવ પણ ઘટે છે.
૩૮૪