________________
૨/૩૦. પરામર્શ.... ત્યાં તે ત્વવત્ પ્રત્યય શબ્દ કાઢીને - દૂર કરીને જે શબ્દ રહે, તે જ અર્થ ત્વવત્ પ્રત્યયાંત શબ્દનો પણ થાય છે. દા. ત. - શબ્દથી ભાવમાં ત્વ પ્રત્યય આવતાં ગોમાંવ:, શોત્વમ્ । (ો નો ભાવ = અર્થાત્ ો નું પ્રવૃત્તિનિમિત્ત - જાતિ) રૂપ થાય. પછી ‘વાળો' અર્થમાં મત્તુ પ્રત્યય આવતાં શોત્વમસ્તિ યસ્ય સ શોત્વવાન્ । (ૌ: વતીવર્ડ: ।) અથવા ગૌત્વવતી ગૌ:। (ચોત્વ = બળદપણું તે વાળો - બળદની જાતિવાળો
=
અર્થાત્ બળદ. અથવા ગાયની જાતિવાળી = ગાય માત્ર) અહીં નો શબ્દનો જે અર્થ બળદ અથવા ગાય = તે જ અર્થ ત્વ + મતુ પ્રત્યય આવતાં બનેલ શોત્વવાન્ (= ગૌ:) । અને ગૌત્વવતી (= ગૌ:) | રૂપ વડે કહેવાય છે. કારણકે ત્વ પ્રત્યય વડે વસ્તુનો ભાવ (પ્રવૃત્તિ - નિમિત્તભૂત ધર્મ) કહેવાય છે. અને પછી મતુ પ્રત્યયથી ‘વાળો’ અર્થ કહેવાતાં તે ધર્મવાળી પાછી તે વસ્તુ રૂપ જ અર્થ આવી જશે. જેમ કે, જો શબ્દને ત્વ + વત્ પ્રત્યય લાગીને બનેલ ગોત્વવત્ શબ્દનો અર્થ ો શબ્દાર્થ રૂપે જણાશે. આ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.
=
એ જ પ્રમાણે કેટલીક વખત વત્ અર્થવાળો પ્રત્યય લાગવાથી જે શબ્દ બનેલ હોય, શબ્દથી ત્વ, તત્ વગેરે ‘ભાવ’,અર્થવાળો પ્રત્યય આવે ત્યારે પણ વત્ + ત્વ રૂપ પ્રત્યયના સમૂહની પૂર્વનો જે શબ્દ હોય, તે શબ્દનો જ અર્થ આવીને ઉભો રહે છે. દા. ત. શુન્ત: । શબ્દનો અર્થ ‘સફેદ’ અર્થાત્ ‘‘સફેદવર્ણવાળો’’ છે. આ ગુણવાચક શબ્દ છે. અર્થાત ગુણપ્રવૃત્તિનિમિત્તક શબ્દ છે. શુકલ સફેદ વર્ણ રૂપ ગુણને લઈને આ શુક્ત શબ્દ પટ વગેરે દ્રવ્યનો વાચક છે. આથી અહીં શુક્ત શબ્દનો અર્થ ‘સફેદવર્ણવાળો’(પટ વગેરે) થાય છે. તેનાથી ત્વ વગેરે ‘ભાવ' અર્થવાળો પ્રત્યય આવતાં શુક્તત્વ રૂપ થશે. તેનો અર્થ - સફેદવર્ણવાળાપણું. અહીં સફેદવર્ણવાળાપણું એટલે ‘સફેદવર્ણ’ જ અર્થ થશે. કેમકે, शुक्ल સફેદવર્ણવાળા - એવા શબ્દનું પ્રવૃત્તિ - નિમિત્ત ‘‘સફેદવર્ણ” જ છે. આથી પટમ્ય શુન્નતા । એટલે પટનું સફેદવર્ણવાળાપણું અર્થાત ્ ‘પટનો સફેદવર્ણ' એવો જ અર્થ આવીને ઉભો રહેશે. આ વિષયની સ્પષ્ટતા માટે ‘માવે ત્વતત્’ સૂત્રની “તત્ત્વપ્રકાશિકા બૃહદ્વૃત્તિગત” ‘ભાવ’ શબ્દાર્થને સંક્ષેપથી જોઈએ.
=
=
‘ભાવ’ શબ્દનો અર્થ :- ‘ભાવ’ અર્થમાં થનાર પ્રત્યય બે પ્રકારના છે. (૧) કૃત્પ્રકરણોક્ત ભાવ - પ્રત્યય' અને (૨) તદ્ધિતપ્રકરણોક્ત ભાવ - પ્રત્યય.
=
તેમાં (૧) કૃત્પ્રકરણોક્ત ભાવ - પ્રત્યયનો અર્થ બે પ્રકારે છે - ૧. ભાવ પ્રત્યયનો પ્રથમ અર્થ - ક્રિયા સામાન્ય રૂપ ધાતુનો અર્થ જે સાધ્યરૂપ છે, એ જ ભાવ કહેવાય છે. આથી તે ધાતુવડે જ કહેવાય છે, અભિહિત થાય છે - અને આ ‘ભાવ’ અર્થમાં જ (ભાવે - પ્રયોગમાં જ) ત્યાદ્રિ - વિભક્તિ - પ્રત્યય અને વા, તુમ્, તવ્ય, અનીય વગેરે કૃત્ય - પ્રત્યયો થાય છે. સર્વ ક્રિયામાં સત્ત્વ / હોવું - એવો મૈં ધાતુનો અર્થ સાધારણ રૂપે છે અને તે ધાતુનો જ અર્થ હોવાથી ધાતુવડે જ કહેવાય છે. જેમકે, જવું, કરવું, સુવું, આવવું, વગેરેમાં ‘હોવું' રૂપ ધાતુમાત્રનો સાધારણ - અર્થ ધાતુ વડે જ કહેવાય છે. માટે ‘ધાતુનો - અર્થ’ એ જ અહીં ‘ભાવ’ રૂપ છે. (ધા. પા. માં પણ કહેલું છે કે, માવો ધાત્વર્થઃ ।) તથા ૨. ‘ભાવ’ - પ્રત્યયનો બીજો અર્થ - ધાતુથી અન્ય છે. જે સિદ્ધતા નામનો ધાતુનો ધર્મ છે, તે લિંગ અને સંખ્યાના સંબંધવાળો હોયને દ્રવ્યવત દ્રવ્યની જેમ ધાતુના અર્થથી અન્ય (અર્થ) છે. અર્થાત્ જેમ દ્રવ્ય એ ધાતુના અર્થથી જુદો છે, તેમ આ અર્થ પણ જુદો છે. એવા બીજા પ્રકારના ‘ભાવ’ અર્થમાં યત્ વગેરે પ્રત્યય થાય છે. આ પ્રમાણે માવાો: (૫-૩-૧૮) સૂત્રની ત. પ્ર. બૃ. રૃ. માં જણાવેલ છે.
પ્રસ્તુતમાં (૨) તદ્વિતીય તદ્ધિત - પ્રકરણોક્ત ભાવ પ્રત્યયની વિચારણા ચાલે છે. આ
૩૯૩
=
=
-