________________
૧/૩૧. સ્વો. ન્યા.... પરામર્શ... માટે આ ન્યાય છે. એટલેકે પૂર્વન્યાયના અતિવ્યાપ્ત થતાં વિષયનો સંકોચ કરવા માટે આ ન્યાય છે. A. *
ઉદાહરણ :- વુદ્ધી , ધેનૂદ | અહિ પુંલ્લિગનામ ન હોવાથી તોડતા સથ : પુતિ (૧-૪-૪૯) સૂત્રથી પુંલ્લિગ નિમિત્તક શસ્ પ્રત્યયના 1 ના 1 કાર આદેશનો અભાવ થવા છતાં, પ્રધાનપણે કહેલ દીર્ઘ આદેશ તો થાય જ છે.
જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્ઘોષક અર્થાત જ્ઞાપક છે - સોડા સ% 7:' એ પ્રમાણે અન્તાચયાર્થક ૨ વડે નિર્દેશ. કેમકે ગૌણરૂપે સમુચ્ચય જ અન્યાય કહેવાય છે, અને મુખ્ય કરતાં ગૌણથી નિર્દિષ્ટ કાર્યમાં એટલો જ તફાવત છે કે, ગૌણની નિવૃત્તિ થયે મુખ્યની નિવૃત્તિ થતી નથી.
આ ન્યાયની અનિત્યતા જણાતી નથી. (૧/૩૧)
સ્વોપણ વ્યાસ
(૧) ગૌણરૂપે સમુચ્ચય કરવાથી ગૌણની નિવૃત્તિમાં મુખ્યની નિવૃત્તિ ન થાય, એમ કહ્યું. તેનું ઉદા. આ પ્રમાણે છે – નટો ! fપક્ષામટ | રાની | "હે શિષ્ય ! ભિક્ષા માટે ફર અને ગાય લઈ આવ.” ગુરુ વડે આમ કહેવાતે છતે શિષ્ય ભિક્ષા માટે ફરે છે. અને જો ફરતાં ફરતાં ગાયને જુએ છે, તો તેને પણ લઈ આવે છે. ગાય ન દેખાય તો લાવતો નથી. ભિક્ષા માટે ફરવું તે મુખ્ય છે અને ગાય લાવવાનું કાર્ય ગૌણ છે. માટે ભિક્ષા તો લાવે જ છે પણ ગાય દેખાય તો જ લાવે છે. તેમ અહિ પણ પ્રધાનરૂપે ઉક્ત વિધિ થાય જ છે, પણ જે અન્વાય ર થી ઉક્ત કાર્ય હોય, તે તો તેના યથોક્ત નિમિત્તનો સંભાવ હોય તો થાય છે અને તેવા નિમિત્તનો સદ્દભાવ ન હોય તો થતું નથી. (૧/૩૧)
પરામર્શ
- A. કેટલાંક વિદ્વાનોને મતે આ ન્યાય આવશ્યક નથી. ગૌણની નિવૃત્તિ થવામાં મુખ્યની નિવૃત્તિ થતી નથી. તેનું કારણ ગૌણનું નિમિત્ત ન હોવું તે જ છે. આથી તત્ત્વતઃ તો ગૌણની નિવૃત્તિ ન જ કહેવાય. ભિક્ષા માટે પરિભ્રમણ કરતો બટુક - શિષ્ય જો ગાયને જુએ છે તો લાવે છે. નથી દેખતો તો - લાવતો નથી. આમ ગાયને દેખવા રૂપ નિમિત્ત ન હોવું એ જ ગાયને લાવવારૂપી કાર્યનો અભાવ થવામાં હેતુ છે. વળી, અહિ આપેલ વૃદ્ધી , ધેનૂઃ | વગેરે ઉદાહરણમાં પણ પુંલ્લિગ - નિમિત્તક એવા 1 ના 1 આદેશના પુલ્લિગત્વરૂપ નિમિત્તનો અભાવ હોવાથી જ ર આદેશ થયો નથી. તથા જે દીર્ઘત્વરૂપ મુખ્ય કાર્ય થયેલું છે, તેનું કારણ, તેના નિમિત્તનો સદૂભાવ જ છે. એટલેકે સમાનસ્વર હોવાથી જ વૃદ્ધી: | વગેરેમાં ડું કારનો શત્ પ્રત્યયની સાથે તોડતા ૦ (૧-૪-૪૮) સૂત્રથી દીર્ઘ આદેશ થયો છે. એટલે તત્વતઃ આ ન્યાયથી કોઈ કાર્ય સધાતું નથી. અને માટે દીર્ઘત્વની પ્રાપ્તિ - અનિવૃત્તિ માટે આ ન્યાયની આવશ્યકતા નથી.
અથવા તો સહોક્ત બે કાર્યમાંથી પૂર્વન્યાયમાં એકના અભાવમાં બીજાનો પણ અભાવ થઈ
= ૨૩૩
==