________________
૨/૫. પરામર્શ.... ૨/૬. ન્યા. મં....
એક ઠેકાણે અસ્તિત્વ પામી શક્તા નથી. માટે એકની પ્રવૃત્તિમાં બીજાની અપ્રવૃત્તિ - અનિત્યતા જ કહેવી પડે. કેટલાંક વિદ્વાનોનું કહેવું છે કે, એક જ વિષયમાં પરસ્પર વિરુદ્ધ બે ન્યાયનું અસ્તિત્વ કહેવું ઉચિત નથી. અને આ બન્નેય ન્યાય જ્ઞાપકસિદ્ધ હોય તો કોનો સ્વીકાર કરવો, તે પ્રશ્ન રહે. તેથી બેમાંથી એક ન્યાયના જ સ્વીકારમાં કોઈ નિર્ણાયક તત્ત્વ ન હોવાથી બેયનો, ન છુટકે, સ્વીકાર કરીને એકની પ્રવૃત્તિમાં બીજાને અનિત્ય માનવો રહ્યો.
કેટલાંક વિદ્વાનો આ પ્રમાણે કહે છે જે ન્યાયની પહેલાં સ્થાપના કરી છે, તે ન્યાયથી વિરુદ્ધ એવા અગ્રિમ ન્યાયવડે પૂર્વના ન્યાયની અનિત્યતાનું જ્ઞાપન થાય છે. આથી જ રો: સુપિ (૧-૩-૫૦) સૂત્રના ન્યા. સા. લ. ન્યા. માં કહ્યું છે કે, (નિરનુવન્ધપ્રદળે સામાન્યેન એ પ્રસ્તુત ન્યાયની પ્રવૃત્તિ થવાથી તેનાથી વિરુદ્ધ) હૈં ના વર્જનથી લાક્ષણિક = लक्षणप्रतिपदोक्तयोः (૧/૧૫) ન્યાય અને પૂર્વે સ્થાપિત / કહેલ નિરનુવન્ધપ્રદળે 7 સાનુવન્યસ્ય (૧/૩૨) ન્યાય અહિ અનિત્ય બનેલો છે. આથી લાક્ષણિક અને સાનુબંધ એવા હ્ર ના પણ ર ત્વ વિધિની પ્રાપ્તિ છે. આથી શેઃ એમ નિષેધ સાર્થક છે. (૨/૫)
૬૩. સાહચર્યાત્ સર્વંશÅવ ॥ ૨/૬ ॥
ન્યાયાર્થે મંજૂષા
ન્યાયાર્થ :- સાહચર્યથી સદેશ / સરખાનું જ ગ્રહણ કરવું, એમ સામાન્યાર્થ છે. વિશેષાર્થ આ પ્રમાણે છે. જે શબ્દ વિવંક્ષિત પ્રકારે હોય અને અન્યપ્રકારે પણ સંભવતો હોય, તે અહિ વ્યભિચારી કહેવાય. અને જે શબ્દનો વિક્ષિત (અમુક) પ્રકારે જ સંભવ હોય અન્ય પ્રકારે નહિ - તે અવ્યભિચારી જાણવો. આવા અવ્યભિચારી પ્રત્યયાદિથી વ્યભિચારી પ્રત્યયાદિનું જે નિયમન કરાય અર્થાત્ અન્યરૂપે થવાનો નિષેધ કરવાથી વિવક્ષિત રૂપે જ નિર્ણય કરાય, તે અહીં સાહચર્ય જાણવું. આ સાહચર્યથી જે સહચારી (અવ્યભિચારી) પ્રત્યયાદિ હોય તેના સરખા = સમાન જ વ્યભિચારી પ્રત્યયાદિનું ગ્રહણ કરવું, પણ અસમાન પ્રત્યયાદિનું ગ્રહણ ન કરવું. અર્થાત્ એ રીતે વ્યભિચારી પ્રત્યયાદિનું નિયમન કરવું, એમ ન્યાયાર્થ છે.
-
પ્રયોજન :- અનિષ્ટ પ્રત્યયાદિના ગ્રહણને ટાળીને ઇષ્ટ પ્રત્યયાદિના ગ્રહણની સિદ્ધિ માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- વસ્ત્વાતુમમ્ (૧-૧-૩૫) અહિ મ્ પ્રત્યય બે છે. (૧) દ્વિતીયા એ.વ. વિભક્તિ પ્રત્યય અને (૨) કૃત્ પ્રત્યય. તેમ છતાં આ ન્યાયથી ત્ત્તા અને તુમ્ એ કૃત્ પ્રત્યયના સાહચર્યથી મૃત્ એવો જ અભ્ પ્રત્યય લેવાય, પણ દ્વિતીયાવિભક્તિ એ.વ. નો અમ્ પ્રત્યય ન લેવાય.
જ્ઞાપક :- આ ન્યાયનું બોધક - સૂત્રમાં વિશેષણ વિના અર્થાત્ સામાન્યથી ઉક્તિ જ
૩૦૩