________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરાનુવાદ. ન્યાયાર્થ છે.
પ્રયોજન - અહિ અનુક્ત છે. છતાં મારકું વહિત્િ (૧/૪૨) ન્યાયનો અપવાદ આ ન્યાય છે, એમ પૂર્વે કહેલું છે. આથી તે ન્યાયના આવતા અતિપ્રસંગને દૂર કરવા માટે આ ન્યાય છે, એમ પ્રયોજન જાણવું.
ઉદાહરણ :- ચાપત્યાન વૃદ્ધાન, જર્યન્ (૬-૧-૪૨) સૂત્રથી યમ્ પર છતાં (T + વન્ + નન્ પ્રથમા બ.વ. =) : ! રૂપ A. થાય અહિ પ્રકૃતિ માત્રને આશ્રિત હોવાથી વૃદ્ધિઃ ધ્વાસ્થતિ તદ્ધિતે (૭-૪-૧) સૂત્રથી થતી વૃદ્ધિ એ અંતરંગ વિધિ છે. તેનો પણ બાધ કરીને પ્રત્યયને આશ્રિત હોવાથી વદુષ્પત્રિયમ્ (૬-૧-૧૨૪) સૂત્રથી થતો યમ્ પ્રત્યયનો લુપ બહિરંગ છે. છતાંય આ ન્યાયથી બળવાન હોયને પહેલાં લુમ્ થાય. અને પછી નિત્, ઉત્ પ્રત્યયનો (પ્રસ્તુતમાં એમ્ નો) લોપ થઈ જવાથી વૃદ્ધિ થતી નથી.
જ્ઞાપક :- આ ન્યાયનું ખ્યાતિદ = જ્ઞાપક છે, ત્વની પ્રત્યોત્તરત્વે વૈશ્મિન (૨-૧-૧૧) સૂત્રમાં પ્રત્યયોત્તરપૂર્વે રૂપ નિમિત્તનું ગ્રહણ કરવું. અર્થાત્ આ સૂત્રમાં પૂર્વસૂત્રથી આવતાં ચાલો એ પ્રમાણે સ્વાદિપ્રત્યયરૂપ નિમિત્તના અધિકારથી જ સર્વપ્રયોગોની સિદ્ધિ થઈ જતી હોવા છતાંય વલીયા, પુત્ર: વગેરે પ્રયોગોની સિદ્ધિ માટે પૂર્વોક્ત સૂત્રમાં પ્રત્યયોત્તરપૂર્વે એ પ્રમાણે નિમિત્તનું ગ્રહણ કરેલું છે, તે આ ન્યાયનું જ્ઞાપન કરે છે. તે આ રીતે - ત્વતીય, પ્રત્યુત્ર: | વગેરે પ્રયોગોમાં ક્રમશઃ યુમન્ + અન્ + 4 + + (પ્ર. એ. વ.) એવી સ્થિતિમાં અને મમ્મદ્ + કમ્ (સ્ પ્ર. એ. વ.) + પુત્ર + શું એવી સ્થિતિમાં ઐકાÁની (સમાસાદિરૂપ એકાર્થીભાવની) વિવક્ષા કરવામાં અંતર્વર્તિની વિભક્તિનો હેાર્ગે (૩-૨-૯) સૂત્રથી લુપુ પ્રાપ્ત થાય છે. અને તે આ અંતર્વર્તિની વિભક્તિનો લુ... અત્યંત બહિરંગ છે. કારણકે બહિરંગ એવા ઐકાશ્મને આશ્રિત = સાપેક્ષ છે.
પ્રશ્ન :- ઐકાર્મેનું બહિરંગપણું કેવી રીતે થાય ? '
ઉત્તર :- તદ્ધિત પ્રત્યયની ઉત્પત્તિ, સમાસ વગેરે થાય છે, ત્યારે એકાથભાવ = અર્થાત્ એકપદપણું થાય છે. અને આ ઐકાર્ટે એ પ્રકૃતિ અને પ્રત્યયની (સ્વતીયઃ | વગેરે તદ્ધિતવૃત્તિમાં) અથવા બે પદની (મજુત્રઃ | વગેરે સમાસવૃત્તિમાં) અપેક્ષા રાખે છે. માટે સ્પષ્ટપણે જ એનાર્થીભાવ = ઐકાÁ બહિરંગ છે. તેથી બહિરંગ ઐકાશ્મની (એકાર્થીભાવની) અપેક્ષા રાખતાં એવા સમાસની અંતવર્તિની એવી વિભક્તિનાં લોપનું અંત્યત બહિરંગપણું સંગત જ છે. જયારે ત્વ, મ આદેશો તો સ્વાદિ – વિભક્તિ માત્રને આશ્રિત હોવાથી અંતરંગ છે, આથી સ્વાદિ - વિભક્તિ દ્વારા જ તે વ, મ આદેશવિધિ સિદ્ધ થાય છે. તો પણ જે ; પ્રત્યયોત્તરપદનું ગ્રહણ કરેલું છે, તે જણાવે છે કે, “અંતરંગ કાર્યો કરતાં પણ લુપુ બલવત કાર્ય છે.” આથી સ્યાદિ પ્રત્યયોનો પહેલાં જ લોપ થઈ જવાથી તેના દ્વારા ત્વ, મ આદેશોની સિદ્ધિ થઈ શકતી નથી. આથી પ્રત્યયોત્તર રૂપ નિમિત્તનું ગ્રહણ સાર્થક છે.
કહેવાનો આશય એ છે કે આ ન્યાય વિના જો બહિરંગ એવો વિભક્તિનો લુપુ,
= ૨૬૮
-