________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વપજ્ઞન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. संनिपातलक्षणो विधिरनिमित्तं तद्विघातस्य ॥ १/१९ ॥
ચારાર્થ મંજૂષા ન્યાયાર્થ - સંનિપાતરૂપ - લક્ષણવાળો અર્થાત્ સ્વનિમિત્તથી થયેલો વિધિ, સ્વ - નિમિત્તનો જ વિઘાત - નાશ ન કરે એમ સામાન્યાર્થ છે.
વિશેષાર્થ આ પ્રમાણે છે. જેના હોવામાં કાર્ય મળે | ઘટે થાય, તે સંતિપાત એટલે નિમિત્ત. (સંનિપાતનો નિમિત્ત અર્થ કરવાથી મન્ પદમાં સતિ - સપ્તમી હોવી ઘટે છે, આધાર સપ્તમી નહીં.) આ સંનિપાત જે વિધિનું લક્ષણ = ચિહ્ન" | હેતુ હોય તે સંનિપાત, - લક્ષણ વિધિ કહેવાય. અર્થાત્, પોતાના નિમિત્ત રૂપ અવ્યભિચારી (અવશ્ય કાર્ય જનક) - ચિહ્નને જોઈને જે વિધિની પ્રવૃત્તિનો નિર્ણય કરાયો છે, તે એટલે કે સ્વનિમિત્તથી ઉદ્ભવેલ વિધિ એ સન્નિપાત - લક્ષણ વિધિ કહેવાય. (સામાન્યત : કોઈપણ વિધિ સ્વનિમિત્તથી જ થાય છે. તેથી તે વિધિ સન્નિપાત - લક્ષણ વિધિ કહી શકાય.)
આવો વિધિ અર્થાત્ સ્વનિમિત્તથી ઉત્પન્ન થયેલો વિધિ પોતાના જ નિમિત્તનો વિઘા = નાશ કરવામાં નિમિત્ત = કારણ ન બને એમ ફલિતાર્થ છે. (દા.ત. શિષ્યમાં ગુરુના નિમિત્તથી વિકાસનો પાદુર્ભાવ થયો હોય તો વિકાસરૂપવિધિ સન્નિપાત લક્ષણવાળો વિધિ કહેવાય. અને આ ન્યાયના હિસાબે આ શિષ્યનો વિકાસ એ પોતાના નિમિત્ત = કારણ એવા ગુરુના વિઘાતમાં કારણ ન બને.)
પ્રયોજન - લોકમાં તો પુત્રાદિ પિતારૂપ સ્વ - નિમિત્તનો ઘાતક થાય છે. અર્થાત્ કાર્યથી પણ ક્વચિત્ સ્વકારણનો નાશ થતો દેખાય છે. આથી વ્યાકરણમાં તેનો નિષેધ કરવા માટે આ ન્યાય છે.
ઉદાહરણ :- પપાવ | વગેરે પ્રયોગોમાં પરીક્ષા વિભક્તિના ગલ્ પ્રત્યયરૂપ નિમિત્તથી ધાતુની દ્વિરુક્તિ થવાથી, પન્ - પર્ થયા પછી નાનાવેલ્લુ (૪-૧-૪૪) સૂત્રથી ૨ નો લુફ થયે પર્ એમ અનેકસ્વરી ધાતુ બને છે. પણ આ નવું નિમિત્તથી થયેલું પર્ ધાતુનું અનેકસ્વરવાળાપણું, એ ધાતોનેજસ્વીતામ્ પરીક્ષાયા: ડૂતિ વાનું તત્તમ્ (૩-૪-૩૬) સૂત્રથી નવું નો મામ્ આદેશ કરવા દ્વારા પોતાના નિમિત્તભૂત ખત્ પ્રત્યયનો (આ ન્યાયથી નિષેધ કરવાથી) વિઘાત = નાશ કરનારો ન થાય.
જ્ઞાપક :- આ ન્યાયનું ઉદ્દભાવક = જ્ઞાપક છે, સામાન્યથી જ એનેસ્વરીત્ એવું કથન. તે આ પ્રમાણે - ધાતુ બે રીતે અનેકસ્વરી હોય છે. (૧) પરોક્ષા - હેતુક. જેમ કે, પદ્ વગેરે અને (૨) પરીક્ષા - અહેતુક અર્થાત્ સ્વભાવિક. જેમ કે, વાસ્ વગેરે. આમાં બીજા પ્રકારના અનેકસ્વરી ધાતુમાં ધાતોનેસ્વરાત્ ૦ (૩-૪-૪૬) સૂત્રથી મામ્ આદેશ દેખાય છે, જેમ કે વાસમાસ પણ પહેલાં પ્રકારના અનેકસ્વરી ધાતુમાં પરીક્ષાનો મામ્ આદેશ થયેલો દેખાતો
૧૯૮