________________
ન્યાયાર્થમંજૂષા અને સ્વોપશન્યાસનો સવિવેચન ગુર્જરનુવાદ. ધૂમાદિ ન જ હોય, એમ કહેવા દ્વારા પૂર્વે કહેલ - “જ્યાં અગ્નિ વગેરે સાધ્યનો અભાવ, ત્યાં ત્યાં ધૂમ વગેરે હેતુનો અભાવ જ હોય,” એવી પૂર્વોક્ત વ્યતિરેક = નિષેધાત્મક વ્યાપ્તિનો જ અર્થ પ્રાપ્ત થાય છે. આથી જે જૈનમતે અન્યથાનુપપત્તિ છે, એને જ બીજાઓ વ્યતિરેક - વ્યાપ્તિ કહે છે. (સૂ. ૩ - ૩૦/૩૧)
| મોરચતરપ્રયોજીવ સાધ્યતિપત્તી દ્વિતીયપ્રયો ચૈત્રીનુપયો: I ૩ - રૂર પૂર્વોક્ત તથોપપત્તિ (અન્વય વ્યાપ્તિ) રૂપ અને અન્યથાનુપપત્તિ (નિષેધાત્મક - વ્યતિરેક વ્યાપ્તિ) રૂપ બે હેતુપ્રયોગમાંથી કોઈપણ એક પ્રકારના હેતુપ્રયોગથી જ સાધ્યની પ્રતિપત્તિ = નિશ્ચય = અનુમાનજ્ઞાન થઈ જતું હોવાથી બીજો (અર્થાત્ બન્ને ય) હેતુપ્રયોગ કરવાની જરૂર નથી. કોઈ પણ એક જ હેતુપ્રયોગથી સાધ્યની સિદ્ધિ અર્થાત નિશ્ચય થઈ શકે છે. આ પ્રમાણે જૈનમતે અન્વય - વ્યતિરેક સ્વરૂપ (તથોપપત્તિ - અન્યથાનુ૫પત્તિરૂપ) બે હેતુપ્રયોગમાંથી કોઈ એક જ હેતુપ્રયોગથી (વ્યાપ્તિ સ્મરણથી) સાધ્યનું અનુમાન – જ્ઞાન (અનુમિતિ) થઈ શકે છે.
હવે - ઉપયોગી હોવાથી પ્રાસંગિક કારકહેતુ અને જ્ઞાપકહેતુની વિચારણા કરીને - મૂળ વાત પર આવીએ. પ્રસ્તુતમાં અગ્નિ વગેરે રૂપ કારક – હેતુની ખાસ ઉપયોગિતા નથી, પણ ધૂમાદિરૂપ જ્ઞાપક - હેતુ આવશ્યક - ઉપયોગી છે. જેમ ધૂમાદિ હેતુ એ વતિ વગેરે સાધ્યને અવિનાભાવી = વ્યાપ્ય હોવાથી અર્થાત્ સાધ્યને છોડીને નહીં રહેવાથી ધૂમાદિના દર્શનથી ધૂમાદિને વ્યાપક અગ્નિનું અનુમાન - જ્ઞાન થાય છે, તેમ આ ગ્રંથમાં આપેલાં જ્ઞાપકો પણ તે તે ન્યાયસૂત્રને અવિનાભાવી - વ્યાપ્ય છે. અર્થાતુ તે તે જ્ઞાપકોની ન્યાય હોતે છતે જ ઉપપત્તિ થતી હોવાથી - ન્યાય ન હોય તો તે તે જ્ઞાપકોની ઉપપત્તિ - સંગતતાનો અસંભવ હોવાથી, તે તે જ્ઞાપકો તે તે ન્યાયને જણાવે છે.
પ્રસ્તુતમાં સૂત્રનિર્દિષ્ટ જ્ઞાપક એ (જ્ઞાપક) હેતુના સ્થાને છે, અને ન્યાય એ સાધ્યના સ્થાને છે. એટલે કે તે તે જ્ઞાપકો અને તે તે ન્યાયો વચ્ચે વ્યાપ્તિ = અવિનાભાવ હોય છે. એટલે કે જેમ ધૂમ વડે વનિનું જ્ઞાન થાય છે તેમ તે તે જ્ઞાપક વડે તે તે ન્યાયનું જ્ઞાન થાય છે. અર્થાત્ જે ન્યાયનું જે જ્ઞાપક હોય, તે ન્યાય વિના તે તે ન્યાયનાં જ્ઞાપકનો અસંભવ - અઘટમાનપણું હોયને તે તે જ્ઞાપક તે તે ન્યાયને જણાવે છે, સિદ્ધ કરી આપે છે. જેમકે, પ્રસ્તુતમાં નવીf: I એ પ્રમાણે બહુવચન પ્રસ્તુત ન્યાય વિના ઘટતું નથી. કારણકે વું રૂપ શબ્દસ્થ એવા ન્યાયાંશના બળથી જ, ખાસ પ્રયોજન વિના એકવચન વડે નિર્દેશ કરવાની શૈલીવાળા આચાર્ય ભગવંતે જે બહુવચન - નિર્દેશ કરેલો છે, તે ઘટે છે. જો આ ન્યાય ન હોત તો ‘ના’ એમ એકવચનનો નિર્દેશ કરવા વડે પણ નદીવિશેષવાચક "ા વગેરેનો ગ્રહ
ઈ શકત. આથી તે માટે બહુવચન - પ્રયોગ કરવો વ્યર્થ જ ગણાય. પણ આ ન્યાયે તો શબ્દના ગ્રહણવડે તેના - શબ્દના પોતાના રૂપના (સ્વરૂપના) જ ગ્રહણની વાત કરી. એટલે નદી - વિશેષવાચક નામોનું ટીકામાં કહ્યા પ્રમાણે ગ્રહણ કરવા માટે કરેલું બહુવચન સાર્થક છે. આમ “નવમ:' એમ બહુવચન - નિર્દેશરૂપ જ્ઞાપક સ્વ રૂપ શબ્દસ્થ એ પ્રસ્તુત ન્યાયાંશના બળથી જ કરેલું છે, પ્રસ્તુત ન્યાયાંશ વિના તે બહુવચન નિર્દેશરૂપ જ્ઞાપક અસંગત - અઘટમાન બની જતું હોય તે આ ન્યાયના અસ્તિત્વને અને તેની પ્રવૃત્તિને જણાવે છે.
એ જ પ્રમાણે પ્રજ્ઞ4 (૫-૧-૭૯) સૂત્રની ટીકામાં “જ્ઞા' એવા રૂપના સાહચર્યના બળથી રા રૂપના ગ્રહણનું જે વિધાન કરેલું છે, તે આ મશબ્દસંશા એવા ન્યાયના દ્વિતીયાંશની અનિત્યતાનો સ્વીકાર કરીને જ સંગત થાય છે. કારણકે આ ન્યાયાંશ નિત્ય હોત તો તેની પ્રવૃત્તિ થવાથી રા સંજ્ઞાનું જ ગ્રહણ
= ૧૨૮ =