________________
વક્ષસ્કાર ૧. / સૂત્ર ૧. પરામર્શ...
કે જેનો ૩ આદેશ કરાય ? માટે શબ્દના અર્થમાં કાર્યનો બાધ હોવાથી વ્યા.શા.માં સર્વત્ર શબ્દવડે શબ્દના સ્વરૂપનું જ ગ્રહણ કરવું. આ રીતે તે તે શબ્દના ગ્રહણવડે તે તે શબ્દના અર્થનું, પર્યાયવાચક શબ્દોનું, તદ્વિશેષવાચક શબ્દોનું અને તે શબ્દનાં સ્વરૂપનું પણ ગ્રહણ યથાયોગ્ય પ્રાપ્ત હોતે છતે વ્યાકરણશાસ્ત્રમાં શબ્દના ગ્રહણવડે તે શબ્દના વર્ણાદિ - આત્મકસ્વરૂપનું જ ગ્રહણ કરવું, પરંતુ તે શબ્દના અર્થ વગેરેનું ગ્રહણ ન કરવું - એ પ્રમાણે નિયમ કરવા માટે આ ન્યાય છે. B. આ પ્રમાણે ધૂમના દર્શનથી વિઘ્ન અગ્નિનું જ્ઞાન = અનુમાન થાય છે, એમ કહેવા દ્વારા સ્વો. ન્યા. માં એ સૂચવેલું છે કે, જેમ ધૂમ ધૂમાડો અને અગ્નિ વચ્ચે “જ્યાં જ્યાં ધૂમ, ત્યાં ત્યાં અગ્નિ' એ પ્રમાણે અન્વય વ્યાપ્તિ (નિયમ) હોય છે અને ‘‘જ્યાં જ્યાં અગ્નિ નહીં ત્યાં ત્યાં ધૂમ પણ નહીં’’ એમ વ્યતિરેક = ઉલટી વ્યાપ્તિ (નિયમ) પણ હોય છે, તેમ પ્રસ્તુત ગ્રંથમાં પણ તે તે જ્ઞાપક અને તે તે ન્યાય વચ્ચે પણ. આવી બન્નેય પ્રકારની વ્યાપ્તિ હોય છે. આથી જ્ઞાપક દ્વારા તે તે ન્યાયોનું જ્ઞાન (અનુમાન) થાય છે.
=
કહેવાનો ભાવાર્થ આ પ્રમાણે છે. ન્યાયદર્શનનો નિયમ છે કે, ‘જ્યાં જ્યાં હેતુ હોય ત્યાં ત્યાં સાધ્ય' હોય. હેતુ એટલે નિશ્ચિતપણે સાધ્યને છોડી ન રહેલ હોયને સાધ્યનું જ્ઞાન = અનુમાન કરાવનાર વસ્તુ. પ્રસ્તુત ઉદા.માં ‘ધૂમ' એ હેતુ છે. અને સાધ્ય = એટલે ‘હેતુ હોય ત્યાં જે અવશ્ય હોય જ' અને આથી હેતુ વડે જેનું જ્ઞાન = અનુમાન થાય તે વિષયને સાધ્ય કહેવાય. પ્રસ્તુત ઉદા.માં ‘અગ્નિ' એ સાધ્ય છે. તથા જેમાં સાધ્યની સિદ્ધિ અર્થાત ્ નિશ્ચય / જ્ઞાન કરવાનું હોય તેને પક્ષ કહેવાય. અહીં પર્વત એ પક્ષ છે. કેમકે તેમાં અગ્નિનો નિશ્ચય કરવાનો છે. હવે જ્યાં જ્યાં ધૂમ ધૂમાડો (હેતુ) ત્યાં ત્યાં અગ્નિ (સાધ્ય), એવી વ્યાપ્તિ (નિયમ) છે. એનું કારણ એ છે કે ધૂમ એ અગ્નિથી ઉત્પન્ન થાય છે. એટલે કે અગ્નિ વિના ધૂમનું હોવુ, રહેવું સંભવિત નથી. અગ્નિના કારણે - અગ્નિના બળથી જ ધૂમનું અસ્તિત્ત્વ સંભવે છે - ઘટે છે. માટે પર્વત વગેરે ઉપર જો કે અગ્નિ પ્રત્યક્ષ દેખાતો નથી, તો પણ જો ધૂમાડો પર્વત પાછળથી નીકળતો દેખાય છે, તો ચોક્કસ પર્વત પાછળ અગ્નિ રહેલો છે, એમ અનુમાન કરી શકાય છે. કારણકે પ્રત્યક્ષમાં જે ધૂમાડો દેખાય છે, તે અગ્નિ વિના અઘટમાન / અસંગત બની જતો હોયને અગ્નિનું અનુમાન કરાવે છે. આમ ધૂમાડો એ અગ્નિનું જ્ઞાન કરાવનાર (જ્ઞાપક) હેતુ છે. * અને અગ્નિ એ પૂર્વોક્ત રીતે (ધૂમથી) થતાં જ્ઞાનમાં જણાતો હોવાથી સાધ્ય છે.
કહેવાનો આશય એ છે કે, હેતુ બે પ્રકારના છે. (૧) કારક હેતુ અને (૨) જ્ઞાપક હેતુ. કોઈપણ કાર્યની ઉત્પત્તિનો વિચાર કરાય છે ત્યારે કારક હેતુ કામ લાગે છે. અને જ્યારે અપ્રત્યક્ષ વસ્તુની જ્ઞપ્તિની = જ્ઞાન કરાવવાની બાબત હોય ત્યારે જ્ઞાપક હેતુ ઉપયોગી બને છે. ટુંકમાં કાર્યને ઉત્પન્ન કરે તે કારક હેતુ કહેવાય. જેમકે ઘડા પ્રત્યે માટી, કુંભાર વગેરે. અને ઉત્પન્ન - અપ્રત્યક્ષ વસ્તુનું જ્ઞાન કરાવે; એવી વસ્તુના જ્ઞાનને ઉત્પન્ન કરે તે જ્ઞાપક - હેતુ કહેવાય. જેમકે પર્વતાદિ પાછળ રહેલ અપ્રત્યક્ષ અગ્નિનું જ્ઞાન કરાવનાર પર્વતમાંથી નીકળતો ધૂમાડો એ જ્ઞાપક હેતુ છે. કેમકે એવા ધૂમાડાનું દર્શન થવાથી જોનાર માણસને પર્વત પાછળ રહેલ અપ્રત્યક્ષ અગ્નિનું જ્ઞાન થાય છે.
આ વાતને જરા વિસ્તારથી જોઈએ.
“જ્યાં અન્ય તમામ કારણો સાથે અમુક કારણ હોય ત્યાં અવશ્ય કાર્ય થાય” એવો નિયમ
* આ પ્રાચીન નૈયાયિકોના અભિપ્રાયથી જણાવેલું છે. નવીન નૈયાયિકોના મતે તો ધૂમથી – હેતુથી નહીં, પણ ધૂમનાં - હેતુનાં શાનથી અનુમાન (જ્ઞાન) થાય છે. પણ તે વાત અહીં બિન ઉપયોગી હોવાથી જણાવી નથી.
૧૨૫