________________
૩૦ | મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત શ્રમણોપાસકને ક્ષાયોપથમિક અવધિજ્ઞાન સમુત્પન્ન થાય છે. એના છ પ્રકાર છે. (૧) અનુગામિક- જે સાથે ચાલે છે. (ર) અનાનુગામિક- જે સાથે ચાલતું નથી. (૩) વર્ધમાન- જે વધતું જાય છે. (૪) હીયમાન- જે ઘટતું જાય છે. (૫) પ્રતિપાતી– જે ઉત્પન્ન થઈને નાશ પામે છે. (૬) અપ્રતિપાતી– જે સંપૂર્ણ ભવમાં નાશ પામતું નથી, તેમ ઘટતું પણ નથી. (૧) અનુગામિક અવધિજ્ઞાન :– આ અવધિજ્ઞાનમાં કોઈને આગળ દેખાય, કોઈને પાછળ દેખાય, કોઈને જમણી બાજુ તો કોઈને ડાબી બાજુ દેખાય છે. આ અવધિજ્ઞાન જયાં ઉત્પન્ન થયું હોય ત્યાંથી તે અવધિજ્ઞાની જયાં જાય ત્યાં તેની સાથે અવધિજ્ઞાન જાય છે. જ્યારે અવધિજ્ઞાની છે ત્યારે તે દિશામાં પોતાની સીમામાં અવધિજ્ઞાનમાં જોઈ શકે છે. ઉદાહરણ :- કોઈને રાજકોટના ૫૦૦ માઈલના વર્તુળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે અવધિ જ્ઞાની સુરત જાય તો ત્યાંથી પણ પ૦૦ માઈલના વર્તુળમાં જોઈ શકે છે પરંતુ એની સીમાથી દૂર અવધિજ્ઞાનમાં જોઈ શકાતું નથી. આ જ્ઞાન ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતા યોજનનું હોઈ શકે છે. દેવ–નારકીના અવધિજ્ઞાનથી ચારેબાજુ જોઈ શકાય છે. તિર્યંચ અને મનુષ્ય એક તરફ કે ચારે તરફ જાણી–દેખી શકે છે. (૨) અનાનુગામિક અવધિજ્ઞાન :– જેમ કોઈને રાજકોટમાં ૫૦૦ માઈલનું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ તે ક્ષેત્રની મર્યાદામાં રહીને અવધિજ્ઞાનથી જાણી-દેખી શકે. તેની બહાર જાય તો ત્યાંથી કંઈ જાણી-દેખી શકે નહીં. (૩) વર્ધમાન અવધિજ્ઞાન:- પ્રશસ્ત અધ્યવસાયો તથા ચારિત્રની વિશુદ્ધતાથી જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધતર થતા જાય છે, તેમનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને સર્વે દિશામાં વૃદ્ધિ થાય છે. તેના ક્ષેત્રમાં, કાળમાં અને દ્રવ્ય-પર્યાયોમાં પણ વૃદ્ધિ થાય છે. તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર સૂક્ષ્મ નિગોદના અપર્યાપ્તાની અવગાહના જેટલું હોય છે તથા વધતાં-વધતાં અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડ જેટલી સીમા જોવાની તેની ક્ષમતા થઈ જાય છે. કલ્પના કરો કે અગ્નિકાયના જીવોને ઉત્કૃષ્ટ સંખ્યામાં મેરુ પર્વતથી એક દિશામાં ક્રમશઃ ગોઠવીએ તો તે અલોકમાં ખૂબ દૂર સુધી પહોંચી જશે. આ કતાર ને ચારે તરફ ફેરવતા જે મંડલાકાર ક્ષેત્ર બને, તેટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમજવું. જે અસંખ્ય લોક પ્રમાણ બની જાય છે.
અવધિજ્ઞાનના ક્ષેત્રની વૃદ્ધિ સાથે કાળની વૃદ્ધિ કયા ક્રમથી થાય છે તેને સમજવાની તાલિકા આ પ્રમાણે છે
ક્ષેત્ર (૧) એક અંગુલનો અસંખ્યાતમો (૧) આવલિકાનો અસંખ્યાતમો ભાગ જોવે.
ભાગ જોવે.
કાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org