________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ભગવતી સૂત્ર વગેરે અનેક આગમોમાં વિવિધ વિષયો છૂટા છવાયા ભરપૂર પડેલા છે. અતઃ વિષયોના સૂક્ષ્મ સૂક્ષ્મતર વિભાજનની જિજ્ઞાસાવાળાઓને એનું અધ્યયન કરવામાં થોડીક તકલીફ પડે તેમ આજના ચિંતકોનું માનવું છે.
એટલે સૂત્ર પાઠોનું વિભાજન પણ એક વિશિષ્ટ વિભાજનની પૂર્તિ માટે કરવામાં આવ્યું ત્યાં સુધી આ વાત ખરી છે. પરંતુ તેને અનુયોગ કહેવા એ કદાપિ ઉપયુક્ત નથી. આગમમાં આવા એક વિષયના વર્ણન સમૂહ માટે "ગડિકા' શબ્દનો ઉપયોગ થયો છે.
૫૦
બારમા અંગ સૂત્રના ચોથા વિભાગનું નામ "અનુયોગ" છે. એનો આશય એ છે કે તે વિભાગમાં જે કોઈ પણ વિષયની ગૂંથણી છે તે સંબંધી બહુમુખી વિસ્તૃત ચર્ચા પણ કરી છે અને એક વિષય કે એક વ્યક્તિ સંબંધી વિષયોનું પણ એક સાથે સંકલન કરવામાં આવ્યું છે. આમ એક વિષયના એક સાથે સંકલન રૂપ વિશિષ્ટ પદ્ધતિને અહીં 'ગંડિકા' કહેલ છે અને વિસ્તૃત વર્ણન થવાથી તેને માટે અનુયોગ શબ્દ વાપરવામાં આવેલ છે અને એટલા માટે આ ચોથા વિભાગને અનુયોગ કહેવામાં આવેલ છે. જ્યારે તે વિભાગમાં જે જુદા-જુદા વિષયોના ઉપવિભાગો છે તેને ગંડિકા + અનુયોગ = ગંડિકાનુયોગ કહેવામાં આવેલ છે.
યથા—
પ્રથમાનુયોગ = તૌરાવિન: પૂર્વ ભાવિ વ્યાજ્ઞાન ગ્રંથઃ । ગંડિકા પાધિવારા ગ્રંથ પદ્ધતિરિત્યર્થ : । ગંડિકાનુયોગ = ભરત નરપતિ વંશનાની निर्वाण गमन, अणुत्तर विमान गमन वक्तव्यता 'व्याख्यान ग्रंथः ' | ગંડિકાનુયોગ :—ગડિકાનો અર્થ છે– સમાન વકતવ્યતાવાળી વાકય પદ્ધતિ. અનુયોગ અર્થાત્ વિસ્તૃત અર્થ પ્રગટ કરવાવાળી વિધિ. એક સરખા વિષયોના સંગ્રહવાળા ગ્રંથના અધ્યયનનું નામ છે 'ગડિકા' અને એનો જે અર્થ વિસ્તાર સંયુકત છે, તેનું નામ છે અનુયોગ. એટલે કે જે ગ્રંથ કે વિભાગમાં ફક્ત તીર્થંકરોનું વર્ણન છે તથા તેના વિષય વિસ્તારો છે તે વિભાગ તીર્થંકર ગંડિકાનુયોગ કહેવાય છે. આ પ્રકારે અનેક ગંડિકાઓ કહેલી છે. દા.ત. (૧) કુલકર ગંડિકાનુયોગ (૨) તીર્થંકર ગંડિકાનુયોગ (૩) ગણધર ગંડિકાનુયોગ (૪) ચક્રવર્તી ડિકાનુયોગ (૫) દશાર્હ ગંડિકાનુયોગ (૬) બલદેવ ડિકાનુયોગ (૭) વાસુદેવ ડિકાનુયોગ (૮) હરિવંશ ગંડિકાનુયોગ (૯) ઉત્સર્પિણી ગંડિકાનુયોગ (૧૦) અવસર્પિણી ગંડિકાનુયોગ વગેરે.
આ પ્રકારના વર્ણનથી એમ સ્પષ્ટ થાય છે કે એક વિષયના સંકલનને 'ગડિકા' કહેવું જોઈએ અને તેના વિસ્તૃત વર્ણનને અથવા કોઈ પણ સૂત્રના અર્થ વ્યાખ્યાનને 'અનુયોગ' કહેવું જોઈએ. જ્યારે વિસ્તૃત વર્ણનવાળા એક સરખા વિષય સંકલનને અર્થાત્ અનુયોગ યુક્ત ગંડિકાને "ડિકાનુયોગ'' કહેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org