________________
| ૮૦]
ગમીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
શ્રદ્ધા, આદિ પ્રાપ્ત કર્યા પછી સામાયિક પ્રાપ્ત થાય છે. (૧૯) સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કૃત અને સભ્યત્વ સામાયિક સાધિક ૬ સાગરોપમ, ચારિત્ર સામાયિક દેશોન કોડ પૂર્વ. (૨૦) કેટલા? શ્રુત અને સભ્યત્વ સામાયિકવાળા ઉત્કૃષ્ટ અસંખ્ય હોય છે. દેશવિરતિ સામાયિકવાળા પણ અસંખ્ય હોય છે. ચારિત્ર-સર્વવિરતિ સામાયિકવાળા અનેક હજાર કરોડ હોય છે. (૨૧) અંતર- અનેક જીવોની અપેક્ષા અંતર નથી. એક જીવની અપેક્ષા જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અદ્ધ પુદ્ગલ પરાવર્તનકાલનું અંતર હોય છે. (રર) અવિરહ– શ્રત અને સમ્યકત્વ સામાયિકવાળા આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી નિરંતર નવા હોઈ શકે છે અને ચારિત્ર સામાયિકવાળા આઠ સમય સુધી નિરંતર હોઈ શકે છે. (૨૩) ભવ-દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક લગાતાર આઠ ભવોમાં આવી શકે છે. (૨૪) આકર્ષ- સર્વવિરતિ સામાયિક અનેક સો વાર અને અન્ય સામાયિક અનેક હજારવાર એક ભવમાં આવી શકે છે. અનેક ભવોની અપેક્ષા સર્વવિરતિ સામાયિક અનેક હજાર વાર અને શેષ સર્વે સામાયિક અસંખ્ય હજારો વાર આવે છે. (૨૫) સ્પર્શ- સમ્યકત્વ અને ચારિત્ર સામાયિક વાળા સમસ્ત લોકને સ્પર્શ કરે.(કેવળી સમુદ્યાતની અપેક્ષા) અન્ય સામાયિકવાળા સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે રાજૂ–પ્રમાણ લોકને સ્પર્શ કરે. (૨૬) નિરુકિત-પર્યાયવાચી શબ્દ. સમ્યગ્દષ્ટિ, અમોહ, શોધિ, સદ્ભાવ, દર્શન, બોધિ, અવિપર્યય સુદષ્ટિ ઇત્યાદિ સામાયિકના એકાર્થક શબ્દ છે. (૪) અનુયોગનો ચોથો નય દ્વાર – વસ્તુને વિભિન્ન દષ્ટિઓથી સમજવા માટે અથવા એના મૂળસુધી પ્રવેશ કરવા માટે એ વસ્તુની “નય” દ્વારા વિચારણા કરાય છે. અપેક્ષાએ “નય’ના વિવિધ પ્રકાર હોય છે, અથવા તો જેટલા વચન માર્ગ છે, જેટલા આશયથી વસ્તુનું કથન કરી શકાય છે, તેટલા નય હોય છે. અર્થાત્ પ્રત્યેક વસ્તુમાં અનંત ધર્મ(ગુણ) રહેલા હોય છે; એમાંથી એક સમયમાં અપેક્ષિત કોઈ
એક ધર્મનું કથન કરી શકાય છે. એ એક ધર્મના કહેવાની અપેક્ષાવાળા વચનને નય કહેવાય છે. અતઃ અનંત ધર્માત્મક વસ્તુઓની અપેક્ષા નયોની સંખ્યા પણ અનંત છે. તેમ છતાં કોઈપણ વસ્તુને સરળતાથી સમજવા માટે એ અનેક ભેદોનો સંગ્રહ કરી સીમિત ભેદોમાં સમાવિષ્ટ કરીને કથન કરવું આવશ્યક છે. આ જ કારણે ઉક્ત અનેક ભેદોનો સમાવેશ સાત નયોમાં કરવામાં આવેલ છે. તે ઉપરાંત સંક્ષિપ્ત અપેક્ષાથી બબ્બે ભેદ પણ કરવામાં આવે છે. યથા– દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય; નિશ્ચય નય અને વ્યવહાર નય. જ્ઞાન નય એવં ક્રિયા નય. અતિ સંક્ષેપ વિધિથી તે સાત ભેદોને આ બે-બેમાં સમાવિષ્ટ કરીને પણ કથન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org