________________
૧૪૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
ચર્મ રત્નથી નદી પાર કરી વિજિત કર્યો તથા સર્વત્ર વિજય પતાકા ફરકાવી ભરત ચક્રવર્તીની સેવામાં આવીને નિવેદન કર્યું, અર્થાત્ જય વિજયથી ભરત ચક્રવર્તીને વધાવ્યા અને સફળતા ખુશ ખબર તેમજ આજ્ઞા પાલન કરી લીધા ની જાણકારી આપી.
થોડા દિવસ વિશ્રાંતિ બાદ ચક્રવર્તીએ સેનાપતિ રત્નને ખંડપ્રપાત ગુફાનું દ્વાર ખોલવાનો આદેશ દીધો. સુષેણ સેનાપતિએ યથાવત્ આદેશનું પાલન કર્યું. અક્રમ આદિ બધુ વર્ણન તમિસ ગુફાના દ્વાર ખોલવા સમાન જાણવું. આ ગુફામાં પણ ઉમગજલા અને નિમગજલા બે નદિઓ પર પુલ બનાવવામાં આવ્યો. ૪૯ માંડલા બનાવવા આદિ વર્ણન જાણવું. નદિઓ પાર કરી દક્ષિણ તરફ આગળ વધવા પર ખંડપ્રપાત ગુફાનો દક્ષિણી દરવાજો સ્વતઃ ખુલી જાય છે.
ચક્રવર્તીની સંપૂર્ણ સેના ગુફાના દ્વારથી બહાર નીકળી અને ગંગા નદીના પશ્ચિમી કિનારા પર સૈન્ય શિવિર સ્થાપિત કર્યો. અહીં ભરત ચક્રવર્તીએ નવ નિધિનો અક્રમ કર્યો. અઠ્ઠમ અને સ્મરણથી તે નિધિઓ ચક્રવર્તીને વશવર્તી થઈ જાય છે. નિધિ સાધ્યા બાદ અઠ્ઠાઈ મહોત્સવ મનાવવામાં આવ્યો. આ નિધિઓ ગંગા નદીના સમુદ્રમાં પ્રવેશ કરવાના સ્થાન પર ભૂમિમાં સ્થિત રહે છે. તેની સાધના ખંડપ્રપાત ગુફાની બહાર નીકળી યથા સ્થાન પર થાય છે.
તદનંતર દક્ષિણી ભરતનો ગંગા નિષ્ફટ અર્થાત્ છઠ્ઠો ખંડ સાધવા માટે સુષેણ સેનાપતિને આદેશ દીધો. સેનાપતિની વિજય યાત્રા અને ગંગાનદી પાર કરવી વગેરેનું વર્ણન પૂર્વ નિષ્ફટ વિજય યાત્રાની સમાન છે. યાવત્ તે સેનાપતિ વસ્ત્રના તંબૂરૂપ પોતાના નિવાસમાં સુખપૂર્વક રહેવા લાગ્યા.
થોડા સમય પછી ચક્રરત્ન રાજધાની વિનીતાની તરફ પશ્ચિમ દક્ષિણ દિશામાં રવાના થયું. આસપાસના માર્ગના ક્ષેત્રોને પોતાને આધીન કરતા થકા ચક્રવર્તીનો વિજય અંધવાર વિનીતા તરફ આગળ વધવા લાગ્યો. યોજન-યોજન પર પડાવ કરતા ભરત ચક્રવર્તી રાજાનો સૈન્ય સમૂહ વિનીતા નગરીની નિકટ પહોંચી ગયો. પડાવ અને પૌષધશાળા તૈયાર કરવામાં આવી. રાજાએ વિનીતા પ્રવેશ નિમિત્તે અટ્ટમ કર્યો પછી વિશાલ સરઘસની સાથે નગરીમાં પ્રવેશ કર્યો. ચતુરંગિણી સેના અને નવ નિધિઓ નગરીની બહાર રહ્યા. બાકી બધી મંગલ સામગ્રી તથા ઋદ્ધિ સંપદાની સાથે રાજા ભરત ચક્રવર્તી હસ્તિરત્ન પર આરૂઢ થઈને નગરીના રાજમાર્ગો પરથી પોતાના આવાસ પ્રાસાદાવંતસક-રાજભવનની તરફ આગળ વધ્યા. જય-જયના ઘોષ સાથે અને અનેકવિજયના નારા સાથે ચક્રવર્તી રાજા ભરત પોતાના ભવનના દ્વાર પર પહોંચ્યા. હસ્તિરત્નથી ઉતરી ચક્રવર્તી રાજાએ યથાક્રમે બધાને સમ્માનિત સત્કારિત કર્યા. જેમ કે- ૧૬ હજાર દેવો, ૩ર હજાર રાજાઓ, સેનાપતિ રત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકી રત્ન, પુરોહિત રત્ન, ૩૬૦ રસોઈયા, ૧૮ શ્રેણી પ્રશ્રેણીના સામાન્ય રાજાઓ, ઈશ્વર આદિ સાર્થવાહ પર્યન્તનો;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org