________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
ચબૂતરા ઉપર જંબૂ સૂદર્શન નામક વૃક્ષ છે. જે આઠ યોજન ઊંચુ અડધો યોજન ઊંડું છે. તેનો સ્કંધ બે યોજન ઊંચો અડધો યોજન જાડો છે. મુખ્યશાખા ૬ યોજન લાંબી(ઊંચી) છે. આ વૃક્ષ મધ્યભાગમાં ૮ યોજનના વિસ્તારવાળું છે. અને ઊંચાઈમાં સર્વાગ્ર ૮ યોજન છે. આ વૃક્ષના વિભાગ વિવિધ પ્રકારના રત્નો અને સોનાચાંદીના છે.
૧૫૮
આની ચાર શાખાઓ છે. એના મૂળ સ્થાનમાં મધ્યમાં સિદ્ધાયતન છે. દેશોન એક કોશ ઊંચુ, એક કોશ લાંબુ, અડધો કોશ પહોળું છે, અનેક સ્તંભો પર સ્થિત છે. ૫૦૦ ધનુષ પ્રમાણ ઊંચા દ્વાર છે. ચારે દિશામાં શાખાઓ પર ભવન પ્રાસાદ છે. પૂર્વ દિશામાં ભવન એક કોશ પહોળું અને એક કોશ ઊંચું છે. આમાં કેવળ દેવ શય્યા છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રાસાદાવતંસક છે. જેમાં સપરિવાર સિંહાસન છે. આ જંબૂવૃક્ષ ૧૨ પદ્મવર વેદિકાઓથી ઘેરાયેલું છે. એની બહાર ૧૦૮ જંબૂવૃક્ષોનો એક ઘેરો છે. જે મુખ્યવૃક્ષના પ્રમાણવાળા છે. આની પદ્મવર વેદિકા
પણ ૬-૬ છે.
જેવી રીતે પદ્મદ્રહમાં શ્રી દેવીના પરિવારના ૫૦૧૨૦ પદ્મ કહેલા છે. એ રીતે જ અહીં પણ આઠે દિશાઓમાં જંબૂ સુદર્શન વૃક્ષના સ્વામી અનાદંત દેવના પરિવારના ૫૦૧૨૦ જંબૂ વૃક્ષ છે. એની બહાર ૧૦૦ યોજન પહોળાઈવાળા ત્રણ વનખંડ ઘેરાયેલા છે. જેમાં પહેલા વનખંડમાં ૫૦ યોજન અંદર (જંબૂવૃક્ષથી) જવા પર ચારે દિશાઓમાં શય્યાયુક્ત ભવન છે અને ચારે દિશાઓમાં ચારચાર વાવડીઓ છે. જેમાં વચમાં પ્રાસાદાવતંસક સિંહાસન સપરિવાર યુક્ત છે.
આ ચાર દિશા અને વિદિશાઓમાં આવેલા ભવન અને પ્રાસાદાવતંસકની વચમાં ના ક્ષેત્રમાં ૧-૧ ફૂટ છે. એમ કુલ આઠ ફૂટ છે. જે આઠ યોજન ઊંચા બે યોજન ઊંડા, ભૂમિ પર આઠ યોજન આયામ વિષ્મભવાળા, ગોપુચ્છ સંસ્થાનવાળા છે. ગોપુચ્છ સંસ્થાનવાળા પર્વત યા કૂટોના મૂલની પહોળાઈથી મધ્યમાં ૐ પહોળાઈ હોય છે. અને ઉપર પહોળાઈ હોય છે. સર્વત્ર ગોળાકાર હોય છે. આ બધા સુવર્ણમય છે. વેદિકા અને વનખંડથી ઘેરાયેલા છે.
છે.
મુખ્યદેવીની ૪ મહત્તરિકાઓ હોય છે અને દેવની૪ અગ્રમહિષીઓ હોય મુખ્ય દેવીથી પૂર્વમાં એનું નિવાસ સ્થાન પદ્મ યા જંબૂ આદિ પર હોય છે. અર્થાત્ એના પર ભવન અથવા પ્રાસાદાવતસંક હોય છે. જે દેવ દેવીઓના કેવળ ભવન હોય છે એના શય્યા સિંહાસન વગેરે એમાં હોય છે અને જેના ભવન પ્રાસાદાવતંસક બંને હોય છે, એમના ભવનમાં દેવ શય્યા-શયનીય હોય છે અને પ્રાસાદાવંતસકમાં સિંહાસન સપરિવાર બેસવા આદિની વ્યવસ્થા હોય છે. બધા મુખ્ય દેવ દેવિઓની રાજધાનીઓ મેરુથી જે દિશામાં એમના આવાસ છે એજ દિશામાં આગળના જંબુદ્રીપમાં ૧૨૦૦૦ યોજન જવા પર આવે છે.
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org