________________
તવ શાસ્ત્રઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૩૧
યુગનું ત્રીજું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ = ૨૬ પક્ષનું હોય છે. યુગનું ચોથું ચંદ્ર વર્ષ ૧૨ માસ = ૨૪ પક્ષનું હોય છે. યુગનું પાંચમું અભિવર્ધિત વર્ષ ૧૩ માસ = ૨૬ . પક્ષનું હોય છે. આ પ્રકારે પાંચ વર્ષનો યુગ દર માસ = ૧૨૪ પક્ષનો હોય છે. (૩) પ્રમાણ સંવત્સર:- સંવત્સરનું પ્રમાણ પાંચ પ્રકારથી કહેલ છે. અર્થાત્ પરિમાણ, કાળમાપની અપેક્ષા પાંચ પ્રકારના સંવત્સર હોય છે. તે આ પ્રમાણે
ક્રમ
નામ
૩૦
માસ દિવસ | વર્ષ દિવસ નક્ષત્ર સંવત્સર ૨૭ ફૂડ
૩૨૭ ચંદ્ર સંવત્સર ર૯
૩૫૪ ઋતુ સંવત્સર
૩૬O સૂર્ય સંવત્સર ૩૦
૩૬૬ અભિવર્ધિત ૩૧ શરૂ
૩૮૩ 3 (૪) લક્ષણ સંવત્સર – પાંચ સંવત્સરના પરિમાણ ઉપર કહ્યા છે. અહીં તે પાંચેયના લક્ષણ ગુણ બતાવવામાં આવ્યા છે. (૧) નક્ષત્ર યથા સમય યોગ જોડે, ઋતુ પણ યથા સમય પરિણત થાય, અતિ ગરમી ઠંડી નથી હોતી અને વરસાદ વિપુલ હોય; આવા લક્ષણ નક્ષત્ર સંવત્સરના છે. (૨) પૂનમમાં ચંદ્ર નક્ષત્ર યોગ યથા સમયે નથી થતો; ગરમી, સર્દી, રોગ બહુજ હોય છે; દારુણ પરિણામી અતિ વૃષ્ટિ હોય છે; આ લક્ષણ “ચંદ્ર સંવત્સર’ના છે. (૩) વનસ્પતિ યથા સમય અંકુરિત, પુષ્પિત ફલિત થતી નથી; વિષમ સમયમાં ફૂલ કે ફળ લાગે છે, વરસાદ ઓછો થાય છે; આ લક્ષણ ‘ઋતુસંવત્સર'ના છે. (૪) પૃથ્વી પાણી સરસ સુંદર રસોપેત હોય; ફળો ફૂલોમાં યથા યોગ્ય રસ હોય; પ્રચુર રસ હોય; અલ્પ જલથી પણ ધાન્યાદિની સમ્યક ઉત્પત્તિ હોય; આ સૂર્ય સંવત્સર'ના લક્ષણ છે. (૫) સૂર્ય અધિક તપે છે; વરસાદથી બધા જલ સ્ત્રોત ભરાઈ જાય છે, આ
અભિવર્ધિત સંવત્સર”ના લક્ષણ છે. (૫) શનિશ્ચર સંવત્સર:- નક્ષત્રોની સાથે શનિ મહાગ્રહનો યોગ 30 વર્ષમાં પૂર્ણ થાય છે. અતઃ શનિશ્ચર સંવત્સર ૩૦ વર્ષ સુધીનો હોય છે અને ૨૮ નક્ષત્રોના યોગના કારણે ૨૮ પ્રકારના હોય છે.
૯. એકવીસમો પ્રતિ પ્રાકૃત નક્ષત્રોમાં ગમન:- નક્ષત્રોના ૭-૭ ના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org