________________
તત્ત્વ શાસ્ત્રઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ર૪૫
કાળા પુદ્ગલ માને છે અને કોઈ જીવ પણ માને છે. વાસ્તવમાં આ બધા વિમાન છે અને એના સ્વામી ચંદ્ર, સૂર્ય, રાહુ આદિ મહાન ઋદ્ધિ સંપન્ન વૈક્રિય શક્તિ સંપન્ન દેવ છે. (ર) રાહુના વિષયમાં લોકમાં વિવિધ કથન છે કે તે એક હાથથી સૂર્ય ચંદ્રને ગ્રહણ કરી બીજા હાથથી છોડે છે. મુખથી ગ્રહણ કરે છે અને મુખથી કાઢે છે. જ્યાંથી ગ્રહણ કરે છે ત્યાંથી કાઢે છે અથવા બીજી તરફથી કાઢે છે. (૩) વાસ્તવમાં રાહુ મહર્દિક દેવ છે. એના પાંચ રંગના વિમાન છે. કાળા રંગવાળા વિમાન સૂર્ય, ચંદ્રને આચ્છાદિત કરે છે. અર્થાત્ મનુષ્યો અને સૂર્ય, ચંદ્રની વચમાં રાહુ આવી જાય છે. તેથી જોવામાં બાધક થઈ જાય છે અને એમના પ્રકાશને આચ્છાદિત કરી દે છે. આ રાહુ વિમાન સૂર્ય ચંદ્રની પાસે નીચે આવી જાય છે. ત્યારે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર પૂર્ણ નથી દેખાતા. એમના પ્રકાશ પુંજ પણ અપૂર્ણ જેવા થઈ જાય ત્યારે સૂર્ય, ચંદ્ર ખંડિત કે આચ્છાદિત દેખાય છે. નિત્યરાહુ ચંદ્રના પૂર્ણ દેખાવમાં હંમેશાં બાધક બની રહે છે. કાંઈને કાંઈ ઓછું હીનાધિક સીધમાં આવતો રહે છે, સરકતો રહે છે. પર્વ રાહુ, સૂર્ય, ચંદ્ર બન્નેની નીચે ક્યારેક ક્યારેક આવે છે. એના પુદ્ગલ નિત્ય રાહુથી પણ વધારે કાળા હોય છે. (૪) પર્વ રાહુ ચંદ્રની નીચે ઓછામાં ઓછા ૬ મહિના પછી આવે છે અને ઉત્કૃષ્ટ ૪ર મહિના પછી આવે છે. એનાથી, વધારે સમય નથી હોતો. સૂર્યની નીચે આવતાં ઓછામાં ઓછા ૬ મહિનાનો સમય વ્યતીત થઈ જાય છે અને ઉત્કૃષ્ટ ૪૮ વર્ષ સુધી પણ એ પર્વરાહુ સૂર્યની નીચે આડે નથી આવતો. (૫) રાહુના દ્વારા ચંદ્ર, સૂર્ય પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ કયાંય પણ આચ્છાદિત કરી શકાય છે. કારણ કે એ ત્રણે મંડલ પરિવર્તિત કરે છે. એક જ મંડલમાં નથી ચાલતા. એ કારણે આચ્છાદિત થતા સૂર્ય ચંદ્ર વિવિધ આકારમાં આડા, ઊભા, તિરછા, બેઠા, સુતા ઈત્યાદિ કલ્પિત આકારોમાં) દષ્ટિ ગોચર થાય છે, માનવામાં કે કહેવામાં આવે છે. વાસ્તવમાં આ સર્વેય આચ્છાદિત થવાના વિવિધ પ્રકાર છે અને મંડલ પરિવર્તનના કારણે એમ બને છે. (૬) રાહુ, ચંદ્ર, સૂર્યને ગળી રહ્યો છે, વમન કરી રહ્યો છે, કુક્ષિ ભેદી રહ્યો છે, ઘાત કરી રહ્યો છે, ઈત્યાદિ કથન પણ આચ્છાદિત કરવાની ભિન્નતાઓના કારણે કલ્પના કરી લોકો દ્વારા કહેવામાં આવે છે, માનવામાં આવે છે, એવી સંજ્ઞા આપવામાં આવે છે. (૭) ચંદ્ર વિમાનનું નામ મૃગાંક છે. તે સુંદર સુરૂપ છે. તે દેવ પણ સુંદર, સૌમ્ય, ક્રાંતિવાળા હોય છે. એટલા માટે ચંદ્રને શશિ પણ કહેવામાં આવે છે. વિમાનના રત્નોની પ્રભામાં કંઈક હીનઅધિક એવંવિશેષતા આ પ્રકારની છે કે જેમાં મનુષ્ય લોકમાં દેખાતા ચંદ્રની વચમાં મગ જેવા આકારનો આભાસ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org