________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
રપ૯
જવાબઃ– હા, જો છૂટી ગયો હોય તો એને પૂર્ણ કરવો જોઈએ. કોઈ પૂર્ણ નથી કરી શકતું તો અપૂર્ણ અને અનર્થકારી પાઠને રાખવામાં શું સમજદારી છે? નથી. માટે એને હટાવી દેવો એ જ ઉપયુક્ત છે. (૩) સવાલ – સૂત્રની નકલમાં અક્કલ ન બતાવવી જોઈએ ને? જવાબ :- સૂત્રમાં એક અક્ષર પણ ઘટાડવો કે વધારવો એ અનંત સંસાર વૃદ્ધિનું કારણ બને છે. આનો આશય એ છે કે ભગવદ્વાણીમાં છવચ્ચે બુદ્ધિ લગાવવી પાપ છે પરંતુ ભગવદ્ વાણીથી વિપરીત છદ્મસ્થની ભૂલથી અનર્થ થતો હોય તો એને સુધારવું કોઈ પાપ કહેવાતું નથી.
- જ્યારે બધા ધુરંધર વિદ્વાનો એક મતથી સ્વીકારે છે કે આ પાઠ ભગવદ્ વાણીનો નથી. તો એને હટાવવામાં શું દોષ હોઈ શકે? અર્થાત્ કાંઈ પણ દોષ નથી. (૪) સવાલ – શું કોઈ સાધુ આ કહી શકે છે કે અમુક નક્ષત્રમાં અમુક વસ્તુ ખાવાથી કાર્ય સિદ્ધ થાય છે? જવાબઃ- સાધુને આ પ્રશ્નનો ઉત્તર દેવો જ કલ્પતું નથી. તો આપણા આગમમાં એવા પ્રશ્ન અને ઉત્તરને સ્થાન કેમ હોઈ શકે ? (પ) સવાલ – સૂર્ય પ્રજ્ઞપ્તિના આ પાઠમાં તો અનેક પ્રકારના માંસ આદિ ખાવાના જવાબ છે. તો શું તીર્થકર કે જૈન સાધુ તેવી રચના કરી શકે છે? જવાબ:- માંસ આદિ તો દૂર રહે પરંતુ અન્ય પદાર્થ ખાવાના ફલાર્થવાળા પ્રશ્નના ઉત્તર દેવાનું પણ જૈન આગમ અને જૈન મુનિના આચારથી વિપરીત છે. માટે આ આખો પાહુડ જ સાધુ કૃત ન હોય, બલ્ક કોઈ દુબુદ્ધિના દ્વારા પ્રક્ષિપ્ત હોવાની જ પૂર્ણ સંભાવના લાગે છે. એટલું સ્પષ્ટ છે. છતાં એવા જિનવાણી વિપરીત પાઠોને રાખવામાં આગમ સેવા અને આગમ નિષ્ઠા ન કહી શકાય પરંતુ ચિંતન રહિત ગાડરિયો પ્રવાહ જ કહેવાય. () સવાલઃ- આ પાહુડનું કથન અન્ય મતનું હોય તો? જવાબ :- આ દસમા પાહુડના રર પાહુડ-પાહુડ છે જેમાં ફક્ત બે પાહુડા પાહુડમાં જ અન્ય મતોનો સંગ્રહ છે. શેષમાં માત્ર જિનમતનું જ કથન છે. ઉપલબ્ધ આ સત્તરમા પાહુડ પાહુડની જે પણ રચના ઉપલબ્ધ છે એનાથી જ સ્પષ્ટ થાય કે મતાંતરોનું કથન આમાં નથી. આમાં તો માત્ર એક જ કથન સળંગ છે.
સૂર્ય પ્રજ્ઞપ્તિના રચનાકાર સ્વમત કથનમાં નક્ષત્રોનોક્રમ અભિજિતથી જ શરૂ કરે છે. જ્યારે કે આ પાહુડ પાહુડમાં કૃતિકાથી શરૂ કરેલ છે. સાથે જ સર્વત્ર સાધતિ એવી ક્રિયા લગાવાઈ છે તથા આમાં આગળ પાછળનો પાઠ છૂટવા જેવું પણ કાંઈ લાગતું નથી.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org