________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
કલ્પસૂત્રને મહત્ત્વ દેવાની રુચિવાળા મધ્યકાલીન તથા કથિત મહાપુરુષોએ એ પ્રચાર કર્યો છે કે બારસો શ્લોક પ્રમાણ ઉપલબ્ધ આખું કલ્પસૂત્ર દશાશ્રુત સ્કંધનું આઠમું અધ્યયન જ છે જે ભગવદ્ કથિત અને ગણધર થિત તથા ચૌદ પૂર્વી ભદ્રબાહુથી સંકલિત છે.
૨૦
આ પ્રચારને પુષ્ટ કરવા માટે આઠમી દશામાં કોઈએ પૂરા બારસો શ્લોકનું કલ્પસૂત્ર લખી પણ દીધું જે ૪૦૦ વર્ષથી વધારે જૂની દશાશ્રુત સ્કંધની હસ્તલિખિત પ્રતિ અમદાવાદની એલ.ડી. લાયબ્રેરીમાં જોઈ છે. એમાં આખું કલ્પસૂત્ર આઠમી દશામાં ઉપલબ્ધ છે. જે મહાન પ્રક્ષિપ્તિકરણનું ઉદાહરણ
છે.
આ કલ્પસૂત્રના અંતમાં સ્પષ્ટ મૂલ પાઠ છે કે આ પૂરૂં કલ્પસૂત્ર(આઠમી દશા) ભગવાને પરિષદમાં વારંવાર ફરમાવ્યું, અર્થ હેતુ આદિ સહિત. કલ્પસૂત્રનો વિષય :– ભગવાનના પોતાના નામપૂર્વક પૂરા જીવનનું કથન, અંતમાં ૯૮૦મું વર્ષ ચાલી રહ્યું છે એવું કથન અને મતાંતર, સાધુઓની પટ્ટાવલી, દેવર્કિંગણી આદિને વંદન, ભગવાને સંવત્સરી કરી, તેમજ ગણધર કરતા, તેમજ આજના આચાર્ય કરે અને એવી જ રીતે આપણે કરીએ, વગેરે વગેરે પાઠ છે.
આ બધુ ભગવાનના મુખમાંથી પરિષદમાં કહેવડાવવું અને અર્થ હેતુ સહિત વારંવાર કહેવડાવવું વગેરે સફેદ જૂઠ અને પૂર્ણ ખોટું નહીં તો શું છે ? તો પણ લેખિત મૌખિક ચાલી જ ગયું. આ કરામતમાં આઠમી દશાનું સ્વરૂપ પણ બગડી ગયું. આટલા મોટા પ્રક્ષેપનો અનર્થ મધ્યકાળમાં થયો છે.
માટે નિશ્ચિત કરેલા દષ્ટિકોણમાં પુનઃ વિચાર કરવો આવશ્યક લાગે તો વિચાર કરવો જોઈએ. એટલે પૂરા જૈન સમાજને આગમ વિપરીત લાગતા સૂર્ય પ્રજ્ઞપ્તિના પાઠને પ્રક્ષિપ્ત નહી માનવાના માનસને પરિવર્તિત કરવાની આવશ્યકતા સમજવી જોઈએ. આ જ નિવેદન કરવાનો આશય છે.
(૧૮) સવાલ ઃ- માંસ પરક હોવાને કારણે પાઠ કાઢી નાખવાની વાત મનમાં જામતી નથી. પુષ્ટ પ્રમાણોના વગર એવા પાઠોને કાઢવા ન જોઈએ. એવા બાધાજનક પાઠ આચારાંગ, ભગવતી સૂત્ર આદિમાં પણ છે ને ? જવાબ :- પૂના શ્રમણ સંઘ સાધુ સમ્મેલનના પ્રસ્તાવોથી નિર્મિત સમાચારી (ફોટોકોપી) પૃ-૨૦ માં આ પ્રકારે છે–
ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ અને બીજા અન્ય સૂત્રોમાં પણ એવા પાઠ છે જે વીતરાગ માર્ગની માન્યતાઓની વિરુદ્ધ પ્રતીત થાય છે’
આ વાક્યનો આશય સ્પષ્ટ એજ છે કે ભગવતી સૂત્ર, આચારાંગ સૂત્ર અને સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્રના "માંસ" વિષયક પાઠ વીતરાગ માર્ગની માન્યતાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org