________________
ર૬૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
૧૪ પૂર્વી કે ગણધર દ્વારા રચિત કહેવું તે પ્રક્ષિપ્ત કહેવાની અપેક્ષા વધારે જ આપત્તિજનક હોય છે.
(૩) ઉત્તરાધ્યયન સૂત્રના અધ્યયન ભગવાન મહાવીર સ્વામીએ અંતિમ સમયમાં ફરમાવ્યા એવું પ્રચલન છે, પરંતુ કેટલાય અધ્યયનોની રચનાથી આ સંગત પ્રતીત નથી થતું.
આઠમા અધ્યયનમાં જે સંયમ આદિનો ઉપદેશ દેવાયો છે તે ભગવાને સ્વતંત્ર રૂપથી ફરમાવ્યો છે? કે કપિલ મુનિએ ફરમાવેલાનું જ પુનર્કથન કર્યું છે? તેમજ ૨૦મા અધ્યયનમાં પણ અનાથી મુનિના ઉપદેશનું શું ભગવાને પુનર્કથન કર્યું છે? શું એવું પુનર્કથન તીર્થકર કરે? આઠમા અધ્યયનના વિષયમાં અનેક સંપાદનોમાં એ સમજાવાય છે કે અધ્યયન કથિત ઉપદેશ કપિલ મુનિએ ચોરોને આપ્યો, જેનાથી પ્રતિબદ્ધ થઈને તેઓ દીક્ષિત થઈ ગયા. કોઈ ચોર ૧-૨ ગાથાથી પ્રતિબદ્ધ થયા, તો કોઈ આખા અધ્યયનથી.
વિચારવા જેવો વિષય છે કે આ અધ્યયનનો વિષય તો સંયમી શ્રમણો માટે વધારે ઉપયુક્ત છે. ચોરોને પ્રતિબદ્ધ કરવામાં એ વિષય કેવી રીતે ઉપયુક્ત થઈ શકે છે?
ભગવાને એ અધ્યયનો ફરમાવ્યા તો કોણે સાંભળીનેએ અધ્યયનોની રચના કરી એતો અજ્ઞાત જ છે. જ્યારે દશવૈકાલિક, નંદી સૂત્ર, છેદસૂત્ર, અનુયોગદ્વાર સૂત્ર આદિના રચનાકારોના નામ તો ઉપલબ્ધ છે. તો આ ઉત્તરાધ્યયન સૂત્ર કયારે બન્યું? બનાવવાવાળાનું નામ કેમ અજ્ઞાત છે?
ભગવાન પાસેથી સાંભળવાવાળા રચના કરે તો અત્યારે સુધર્મા વાચના અને જંબૂ કે પ્રભવ પરંપરા ચાલી રહી છે. એમાં તો અન્યોની રચના પરંપરા કેવી રીતે ચાલી?
માટે ઉત્તરાધ્યયન ભગવાનની અંતિમ વાણી કહેવી અને આઠમું અધ્યયન ચોરોને ઉપદેશ કપિલ મુનિ દ્વારા કહી બતાવવું આદિ પણ સંગત નથી. મધ્યકાલમાં પ્રસિદ્ધ કરવાની પ્રવૃત્તિનું ઉદાહરણ :- દશાશ્રુત સ્કંધસૂત્ર ભદ્રબાહુ સ્વામી રચિત(સંકલિત) છે. એના નિર્યુક્તિકાર (છઠ્ઠી શતાબ્દીના) દ્વિતીય ભદ્રબાહુ (વરાહમિહિરના ભાઈ) છે. નિયુક્તિકારે પ્રથમ ગાથામાં સૂત્રકર્તા "પ્રાચીન ભદ્રબાહુને વંદન કર્યા છે. સૂત્ર પરિચય દેતા નિયુક્તિકારે કહ્યું કે એમાં નાની નાની દશાઓ કહેવાઈ છે મોટી દશાઓ અન્ય સૂત્રોમાં છે. આઠમી દશામાં(પર્યુષણા કલ્પમાં) કેવળ સાધુ સમાચારી સંબંધી સૂત્રોની વ્યાખ્યા તેઓએ કરી છે.
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org