________________
ર૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
સિદ્ઘ થાય'.
અન્ય આગમોમાં તો વનસ્પતિ પરક અર્થ કરવા અને ખેંચતાણ કરીને જમાવી દેવાથી સંતોષ કરી પણ શકાય છે. પરંતુ સૂર્ય પ્રજ્ઞપ્તિમાં એમ કરતાં પણ સાવધ ભાષાનો દોષ તો જ્યાંનો ત્યાં સુરક્ષિત બની રહે છે; તેને પૂર્વધર અને ગણધરો પર નાખવામાં આવે છે.
૧૪ પૂર્વધરોની રચનામાં ખેંચતાણ કરી અર્થ જમાવવો પડે, એવા પ્રયાસ કરવાની અપેક્ષા મધ્યકાલના પ્રક્ષિપ્ત પાઠ માનવાનું અધિક ઉચિત પ્રતીત થાય છે. કેમ કે આગમકારોના સમયમાં પણ માંસ, માછલી અને મધનો પ્રચલિત અર્થ એ જ હતો અને તેઓએ એ જ શબ્દોથી નિષેધ અને નરક ગમનનું કથન કર્યું છે.
૧૪ પૂર્વીતો પોતાના જ્ઞાનને કારણે આગમ વિહારી કહેવાય છે. તેઓ ભવિષ્યની અર્થ પરંપરાઓનો વિચાર કરીને જ અસંદિગ્ધ રચના કરે છે. અતઃ જેટલા સંદિગ્ધ સ્થાન આગમોના છે તેને શ્રદ્ધાના બહાને ગણધરો આદિ પર આરોપિત નહીં કરવા જોઈએ. અપિતુ મધ્યકાલમાં પ્રક્ષિપ્ત કરેલું પ્રદૂષણ જ સમજવું જોઈએ. અન્યથા અંધશ્રદ્ધાથી પ્રમાણિક પુરુષોની પ્રમાણિકતા પર જ પ્રહાર થશે. જેથી અશાતનાથી બચવાને બદલે વધારે અશાતના જ લાગશે. (૧૬) સવાલ – આચારાંગનું આઠમું અધ્યયન વિચ્છિન્ન થયું કે કાઢયું ? સાચુ શું છે ? ટીકાકારોએ વિચ્છિન્ન થયું એમ કહ્યું છે ?
જવાબ :- આચારાંગના આઠમા અધ્યયનના વિચ્છિન્ન હોવા સંબંધમાં આમ વિચારવું જોઈએ કે દેવદ્ધિ ગણીના ૫૦૦-૬૦૦ વર્ષ પછી આચારાંગના ટીકાકાર શીલાંકાચાર્ય થયા છે. તથા સેંકડો સાધુ દેવગિણીના સમયે ભારતમાં હતા. તેઓને ૧૧ અંગ, એક પૂર્વનું જ્ઞાન તથા ૮૪ આગમ કંઠસ્થ રહી ગયું હતું, ત્યારે આચારાંગના જ વચમાંથી કેવળ સાતમું અધ્યયન બધા સાધુ અને એક પૂર્વધરો ભૂલી જાય અને વિસ્તૃત થઈને વિચ્છેદ થઈ જાય એવી કલ્પના કરવી સર્વથા અસંગત છે તથા અઘુિંટત છે.
માટે લિપિકાલ પછી ક્યારેય પણ એ પાઠ લુપ્ત થયો એમ માની શકાય છે.
મૂળ પાઠમાં એ સ્થાન પર ચૂર્ણી વ્યાખ્યાકાળ સુધી વિચ્છેદ આદિ કંઇ પણ લખેલ ન હતું, પછી જેને જે સમજમાં આવ્યું તેણે તે જ અનુમાન કર્યુ. પરંતુ સારો વિચાર કરવાથી જ કરેલા અનુમાનની કસોટી થઈ શકે છે. (૧૭) સવાલ ઃ– પ્રક્ષિપ્ત માનવાથી મૌલિક રચનાનું શું મહત્ત્વ રહેશે ? જવાબ :- આ વિષય પર આ નિવેદન છે કે અક્ષરશઃ બધી મૌલિક રચના જ નહીં માની લેવી જોઈએ. કેમ કે પૂર્વધરોની રચના એવી હોઈ શકતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org