Book Title: Mithi Mithi Lage Che Mahavir ni Deshna Part 7
Author(s): Trilokmuni
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 270
________________ ૨૬૮ 1 મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત વિરુદ્ધ છે. આ સમાચારીના વાક્યનો નિર્ણય લેવાવાળા શ્રમણ આ સૂત્રોના આ પાઠોને સર્વજ્ઞ ભાષિત કે ગણધર રચિત નથી માનતા એ સુનિશ્ચિત છે. કેમ કે કોઈપણ સુજ્ઞજનનિર્ણાયક કોઈ પાઠને ગણધર રચિત માનીને પણ તેને વીતરાગ માર્ગની માન્યતાથી વિરુદ્ધ હોવાના આક્ષેપથી અલંકૃત કરી શકતા નથી. ગણધર રચિત પણ માનવું અને એવા આક્ષેપથી અલંકૃત પણ કરવું વિદ્વત સમાજ માટે પ્રશંસનીય હોઈ શકતું નથી. કેમ કેગણધરોની રચનાનેજિનવાણીની વિરુદ્ધ કહેવી તે મહાન આશાતનાનું કારણ છે. જે નિર્ણાયકો જે સૂત્ર પાઠને જિન માર્ગથી વિપરીત હોવાની ઘોષણા કરી શકે છે, પ્રકાશિત કરી શકે છે, તેઓ એ જ પાઠને ગણધરકૃત યા પ્રામાણિક પુરુષકૃત તો માની જ નથી શકતા. જ્યારે ગણધર કૃત કે પ્રામાણિક પુરુષકૃત ન માને તો કોના રચિત માની શકાય ? જ્યારે ભગવતી સૂત્ર અને આચારાંગ સૂત્ર સ્વયં ગણધર રચિત છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ પણ પૂર્વધર રચિત છે અને તેમના આ માંસ વિષયક પાઠ તેમના રચિત હોવાનું સ્વીકાર્ય નથી. કેમ કે “આગમ વિરુદ્ધ તે કહેવાયું છે. માટે સ્વતઃ જ એ સિદ્ધ થઈ ગયું કે સ્વાર્થ બુદ્ધિ કે દુર્બુદ્ધિથી કોઈના દ્વારા પ્રક્ષિપ્ત જ કરેલા એ સૂત્રોના તે પાઠો છે. - જ્યારે પૂના સમેલનની સમાચારીથી એ સુનિશ્ચિત અને સ્પષ્ટ સિદ્ધ થઈ રહ્યું છે કે પ્રક્ષિપ્ત થયેલા માંસ પરક પાઠ એ આગમના રચનાકારના સ્વયંના નથી. ત્યાર એવા પાઠોને કાઢવા તો ન જોઈએ એ વાક્ય રચનાની પાછળ કેવી બુદ્ધિ સમજી શકાય? કોઈ પણ વિચારક તટસ્થ બુદ્ધિવાળો વિદ્વાન આ વાક્યની ઉચિતતા નહીં સમજી શકે. વાસ્તવમાં આ સમાચારી નિર્ણાયક વાક્યથી એ જ પ્રેરણા મળે છે કે એ સૂર્યપ્રજ્ઞપ્તિ આદિના પાઠ આગમની મધ્યમાં અનુચિત અને વીતરાગ માર્ગ વિરુદ્ધ પ્રક્ષિપ્ત પાઠ છે. - આ પ્રકારે સમજમાં આવવા છતાં પણ, કોઈની ભૂલથી પ્રવિષ્ટ ખરાબી છે એવું જાણીને પણ, એના અર્થ ભાવાર્થને છુપાવવાની અને માત્ર મૂળપાઠને છપાવવાની નીતિ કયારેય પણ પ્રશંસનીય હોઈ શકતી નથી. માટે પોતાના દષ્ટિકોણમાં ફરી વિચાર કરવો જોઈએ તથા આગમ વિપરીત પાઠને પ્રક્ષિપ્ત નહીં માનવાના સમસ્ત જૈન સમાજના માનસને પણ પરિવર્તિત કરવું આવશ્યક સમજવું જોઈએ. એજ નિવેદન કરવાનો આશય છે. સાર – સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ શાસ્ત્રોના માંસ ભક્ષણ પ્રેરક પાઠ પ્રક્ષિપ્ત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276