________________
રપ૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીતા
રહેવામાં જ તેઓને સંતોષ માનવાનું રહેશે. પૃથ્વી સંબંધી શોધ કરતાં આગળ ને આગળ કોઈ ક્ષેત્રની ઉપલબ્ધિ એમને થઈ શકે છે. કોઈ નવા-નવા સિદ્ધાંતોની પ્રાપ્તિ પણ થઈ શકે છે. પરંતુ દેવિક વિમાનરૂપ જ્યોતિષ મંડલ જે અતિ દૂર છે એને આગનો ગોળો કે પૃથ્વીનો ટુકડો માનીને ચાલવાથી કાંઈ વળે નહીં, વ્યર્થ જ મહેનત થાય અને દેશને ખર્ચ થાય.
માટે વૈજ્ઞાનિકોએ જ્યોતિષ મંડલના સંબંધમાં મહેનત કરતાં પહેલાં ધર્મ સિદ્ધાંતોનું અધ્યયન મનન અને તેની સાચી શ્રદ્ધા કરવી, એ વિશેષ લક્ષ્ય રાખવું જોઈએ. કારણ કે ધર્મસિદ્ધાંત અને જ્યોતિષ શાસ્ત્ર જ જ્યોતિષ મંડલના અધિકતમ સાચા જ્ઞાનના પૂરક છે. સ્વતંત્ર કલ્પનાઓથી એમને સાચું જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. પુનશ્ચઃ- પૃથ્વી સ્થિર છે. અસંખ્ય યોજનમય એક રાજુ પ્રમાણ વિસ્તૃત છે. સૂર્ય ચંદ્ર આદિ ગતિ માન છે. સદા ભ્રમણશીલ છે. સદા એક જ ઊંચાઈ પર રહેતાં પોત-પોતાના મંડલો(માર્ગો)માં ચાલતા રહે છે. આપણે જોઈએ છીએ તે સૂર્ય, ચંદ્ર, તારા આદિ જ્યોતિષી દેવોના ગતિમાન વિમાન છે. તે આપણને પ્રકાશ એવં તાપ આપે છે. દિન રાત રૂપ કાલની વર્તન કરે છે. તે જુદી-જુદી ગતિવાળા છે. માટે તે એક બીજા ક્યારેક આગળ, ક્યારેક પાછળ અને ક્યારેક સાથે ચાલતા જોવા મળે છે. આ સંબંધી વિવિધ વર્ણન પ્રસ્તુત જ્યોતિષ ગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં બતાવેલ છે, જેનું ધ્યાનપૂર્વક અધ્યયન મનન તેમજ શ્રદ્ધાન કરવું જોઈએ.
પરિશિષ્ટ-૪:
'૧૦ પ્રતિપાતના નિર્ણયાર્થ પ્રશ્નોત્તર
(૧) સવાલ – સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્રના દસમા પાહુડનો ૧૭ મો પાહુડ ભગવાન ભાષિત છે? જવાબ:- આ વિષયમાં જો હા કહીએ તો માંસ આદિ ખાવાનું કથન ભગવદ્ કથિત માનવું પડે જે સર્વથા અનુચિત છે. જો એમ કહીએ કે આ કથન ભગવદ્ ભાષિત નથી; ત્યારે “આ જિનવાણીના વિપરીત પાઠને ઉર આગમના સૂર્ય પ્રજ્ઞપ્તિ ઉપાંગમાં કેમ રાખ્યો હટાવી દેવો જોઈએ', આ પ્રશ્ન ઉભો થાય છે. (૨) સવાલઃ- શું આ પાઠની આગળ પાછળ કોઈ પાઠ છૂટી ગયો હશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org