________________
રપક
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત ધરી પર ૧000 માઈલ પ્રતિ કલાકની ચાલથી ફરે છે. એ પ્રકારે સૂર્યને પણ ચક્કર મારવાવાળો બતાવે છે. પૃથ્વી તથા ચંદ્રને ત્રણ-ત્રણ પ્રકારની ગતિમાં કલ્પિત કર્યો છે. યથા પૃથ્વી– ૧) પોતાની ધરી ઉપર ફરે છે. (ર) સૂર્યને ચક્કર લગાવે છે. (૩) સૂર્ય કોઈ સૌર મંડલને ચક્કર લગાવે છે. એની સાથે પૃથ્વી પણ ફરે છે. ચંદ્ર પણ૧. પૃથ્વીને ચક્કર લગાવે છે. ૨. પૃથ્વીની સાથે સૂર્યને પણ ચક્કર લગાવે છે. ૩. અને સૂર્યની સાથે સૌરમંડલને પણ ચક્કર લગાવે છે. આ કલ્પનામાં પૃથ્વી અને ચંદ્રની ત્રણ ગણી ગતિ અર્થાત્ કરોડો માઈલ પ્રતિ ૧ કલાકની ગતિ હોય છે. આ પ્રકારની તીવ્ર ગતિ કરવાવાળા ચંદ્ર પર કોઈના જવાની કલ્પના કરવી, પ્રયત્ન કરવો અને પ્રચાર કરવો કેવલ ભ્રમ મૂલક છે. તથા હાસ્યાસ્પદ પણ છે. ત્રિવિધ ગતિઓની અવાસ્તવિકતા - પૃથ્વી ત્રણગણી ગતિઓથી દોડે છે. તો ગરમીના દિવસોમાં કોઈ વાર હવા નામ માત્રની નથી રહેતી, એવું કેમ? સામાન્ય ગતિથી ચાલનારા વાહન જ્યારે ઊભા હોય ત્યારે ગરમી થાય છે પણ જ્યારે તે ચાલે છે ત્યારે હવાનો સંચાર સ્વતઃ થઈ જાય છે. જો પૃથ્વી ત્રણ ગતિઓથી નિરંતર દોડે છે તો ઘરની અંદર અથવા મેદાનમાં નિરતર જોરદાર હવાનું તોફાન રહેવું જોઈએ. પરંતુ એવું દેખાતું નથી. આ દિષ્ટાંતથી અને પક્ષીઓના ઊડીને પુનઃ પોતાના સ્થાનમાં આવવાના દષ્ટાંતથી પૃથ્વીનું સ્થિર રહેવું સુસંગત છે. વાસ્તવિક સત્ય – સૂર્ય, ચંદ્ર આદિ જ્યોતિષ દેવોના વિમાન છે. જે ગતિ સ્વભાવવાળા હોવાથી સદા અનાદિથી ગતિમાન રહે છે. એ વિવિધ રત્નોના અનાદિ શાશ્વત વિમાન છે. એ પોતાના નિશ્ચિત સીમિત મંડલો(માગ)માં એક સીમિત ગતિથી સદા નિરંતર ભ્રમણ કરતા રહે છે અને આ રત્નમય વિમાનોના રત્ન મનુષ્ય લોકને પ્રકાશિત એવં પ્રતાપિત કરે છે. ન તો એ અગ્નિ પિંડ છે અને ના તો પૃથ્વીના કપાયેલા ટુકડા રૂપે છે.
પૃથ્વીથી કપાયા ટુકડા પૃથ્વીથી ઉપર જઈને ગોળ ચંદ્ર બની જાય અને ચમકવા લાગી જાય, પ્રકાશ દેવા લાગી જાય, ઈત્યાદિ બધી વૈજ્ઞાનિક લોકોની પ્રત્યક્ષીકરણ વિનાની કલ્પના માત્ર છે. સત્ય સૂચન - જ્યારે વૈજ્ઞાનિકો પ્રત્યક્ષ ગયા વગર અને જોયા વગર પોતાની રુચિ કે કલ્પના માત્રથી સૂર્યને આગનો ગોળો માની શકે છે. મનાવી શકે છે; તો પછી એના કરતાં તો વગર જોયે આગમ શ્રદ્ધાનો સ્વીકાર કરી તેને દેવોના ભ્રમણશીલ વિમાનપણે સ્વીકાર કરી લેવો જોઈએ અને પૃથ્વીને સ્થિર માની લેવી જોઈએ. જો કલ્પના જ કરવી છે તો વૈજ્ઞાનિકોએ ઊંકમાં પ્રચલિત ધર્મ સિદ્ધાંતમાં અને જ્યોતિષ શાસ્ત્રમાં એમનું જે સ્વરૂપ અંકિત છે એને જ સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org