________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૫૫
આ પૃથ્વી પર મનુષ્ય કૂદે છે, દડા, રિંગ આદિથી રમે છે. એમાં કોઇ હરકત નથી થતી. પરંતુ ટ્રેનના છાપરા પર બેસીને કોઈ વ્યક્તિ સફળ થઇ શકતી નથી. અને ટ્રેનની અંદર પોતાની ઇચ્છા સફળ કરી શકે છે. એથી સ્પષ્ટ છે કે ટ્રેનની બહારનું વાયુમંડલ એના સાથે નથી ચાલતું. આ પ્રકારે પૃથ્વીનું બાહ્ય આકાશીય વાયુમંડલ પણ એની સાથે નથી ચાલી શકતું. વાયુ મંડલ :- વાયુ મંડલ સાથે ચાલવાની વાત પણ કલ્પિત છે અને પૂર્ણ સત્ય નથી. જે પ્રકારે ટ્રેનની અંદરનો વાયુ મંડલને સાથે ચાલવાનો સંભવ છે • પરંતુ બાહ્ય વાયુમંડલ સાથે નથી ચાલતું. એજ પ્રકારે પૃથ્વીના બાહ્યવિભાગના વાયુ મંડલને સાથે ચાલતું કહેવું અપ્રમાણિત, મન ઘડંત કથન છે અને અસંભવ છે. આ કેવળ પોતાના આગ્રહનું પ્રકટીકરણ માત્ર છે. વાસ્તવમાં તો પૃથ્વી સ્થિર છે. એટલે એનું સમગ્ર બાહ્ય વાતાવરણ એની સાથે છે. પક્ષી આદિ નું નિરાબાધ ગમન પણ એજ કારણે હોઈશકે છે. વાયુયાન પણ પોતાની ગતિથી મંજિલ પાર કરે છે. પૃથ્વીની ગતિથી નહીં.
એટલા માટે આ સત્ય સ્પષ્ટ છે કે પૃથ્વી સ્થિર છે ભ્રમણશીલ નથી. સૂર્ય આદિ જ્યોતિષ મંડલ ભ્રમણ શીલ છે. આ સંપૂર્ણ જ્યોતિષ મંડલ સમભૂમિથી ૭૯૦ યોજન ઉપર જવા બાદ ૯૦૦ યોજન સુધી અર્થાત્ કુલ ૧૧૦ યોજન મોટા ક્ષેત્રમાં અને હજારો યોજન લાંબા પહોળા ક્ષેત્રમાં છે. ધ્રુવતારો ક્યાં છે ? :- ભૂમિથી એટલી ઊંચાઈ પર રહેતા સૂર્ય આદિ સદા ભ્રમણ કરે છે. એક ધ્રુવ કેન્દ્રની પરિક્રમા લગાવતા રહે છે. તે ધ્રુવ કેન્દ્ર મેરુ પર્વત છે, જે ૯૦૦૦ યોજન ઊંચો છે. એની ચૂલિકાને આપણે ધ્રુવ તારા રૂપે જોઈએ છીએ. મેરુ પણ સ્થિર ભૂમિનો એક અંશ છે. અતઃ ધ્રુવ તારો જે દેખાય છે અને જે માનવામાં આવે છે તે તારો નહીં કિંતુ ધ્રુવ કેન્દ્ર રૂપ મેરુ પર્વતનું ચોટી સ્થલ છે. જે વૈસૂર્ય મણિમય હોવાથી ચમકતું નજરે આવે છે. તે ભરતક્ષેત્રની મધ્યથી ૪૯૮૮ યોજન દૂર અને સમભૂમિથી ૯૯૦૦૦ યોજન ઊંચું છે. માઈલની અપેક્ષા ૮૦ કરોડ માઈલથી અધિક ઊંચું અને ત્રણ કરોડ માઈલથી વધારે દૂર છે. સપ્તર્ષિ મંડલ એની અત્યંત નજીક પરિક્રમા લગાવતું દેખાય છે. પરિક્રમા સ્થિર વસ્તુમાં લગાવાય છે. મેરુ સ્થિર કેન્દ્ર છે. સંપૂર્ણ જયોતિષ મંડલ એની જ પરિક્રમા લગાવે છે. વૈજ્ઞાનિક સૂર્ય, પૃથ્વી આદિને ગતિમાન માનીને પણ તેને જ પરિક્રમા કેન્દ્ર માને છે, જે તેમનું એક વ્યાપક ભ્રમ છે.
વૈજ્ઞાનિકોના સિદ્ધાંત :— વૈજ્ઞાનિક લોકો સૂર્યને આગનો ગોળો માને છે. ચંદ્રને પૃથ્વીનો ટુકડો માને છે. ચંદ્ર પૃથ્વીને ચક્કર લગાવે છે. પૃથ્વી સૂર્યને ચક્કર લગાવે છે. સૂર્ય અન્ય સૌર મંડલને ચક્કર લગાવે છે. પૃથ્વી પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org