________________
ર૪૬
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીતા
(૮) લોકમાં સમય, આવલિકા, મુહૂર્ત, દિવસને આદિ કરનારો સૂર્ય જ છે. સૂર્યોદયથી નવા વર્ષ, નવા દિવસ, નવા યુગ અને ઉત્સર્પિણી-અવસર્પિણીનો પ્રારંભ થાય છે, આદિ થાય છે માટે એને આદિત્ય કહેવામાં આવે છે. દિવસ અને રાત પણ સૂર્યની પ્રમુખતાથી થાય છે. આકાશ મંડલમાં પ્રકાશ અને તાપરૂપે પણ સૂર્યનું સામ્રાજય છે. સૂર્યના અભાવથી અંધકાર એવં રાત થાય છે. એના સમકક્ષ ચંદ્ર આદિ બધા પ્રકાશમાન પદાર્થ ફિક્કા નજરે પડે છે. આ રીતે સૂર્ય કાળ, દિવસ સંવત્સર, યુગ વિગેરેની આદિનું અને નિર્માણનું પ્રધાન નિમિત્ત છે. એટલા માટે એને આદિત્ય કહેવામાં આવ્યો છે. ટિપ્પણ – આ કારણે પંચાંગનું નિર્માણ કરનારા સૂર્યોદયની પ્રધાનતાથી જ તિથિ, તારીખ સૂચિત કરતા થકા સંપૂર્ણ પંચાંગ બનાવે છે.
એટલું હોવા છતા પણ લોકમાં વિદ્વાન ગણાવાવાળા લોકો પંચાંગમાં સૂચિત તિથિને છોડીને અસ્ત તિથિથી પર્વ દિવસના ઉપવાસ આદિ વ્રત કરે છે. આ એમનો લૌકિક ભ્રમિત પ્રવાહ માત્ર છે. કારણ કે બધી તિથિઓની, યુગની, સંવત્સરની આદિ કરવીવાળો તો સૂર્યને જ આગમમાં કહ્યો છે. તો પર્વતિથિની આદિ એના કરવામાં અસ્વીકાર કરવો કેમ ઉપયુક્ત હોઈ શકે છે?
આગમોના પ્રાચીન વ્યાખ્યાનકારોએ પણ ઉપવાસ આદિ વ્રત પ્રત્યાખ્યાન બધા સૂર્યોદયની પ્રમુખતાની તિથિથી કરવાનું વિધાન કર્યું છે. પ્રમાણ માટે જુઓ– અભિધાન રાજેન્દ્ર કોશ તિહિ’ શબ્દ. તો પણ જૈનાગમવેત્તા લૌકિક પ્રવાહથી પર્વ તિથિ સંવત્સરીનો ઉપવાસ પણ ભાદરવા સુદી પાંચમ પંચાંગ સૂચિત સૂર્યોદય તિથિને છોડીને કરવા લાગે છે, આ લૌકિક નકલ આગમ સમ્મત નથી. કારણ કે આદિત્ય-સૂર્ય દિવસ આદિની આદિ કરવાવાળો કહ્યો છે. અતઃ કોઈ પણ પર્વ દિવસની અસ્ત સમયથી આદિ(પ્રારંભ) માનવી તે આગમ સમ્મત નથી. એટલા માટે પંચાંગકાર પણ બધી તિથિઓને સૂર્યોદયના લક્ષ્યથી અંકિત કરે છે. કોઈ પણ પંચાંગ સૂર્યાસ્તના લક્ષ્યથી આજ સુધી બન્યું નથી કે બનવાનું નથી.
નિષ્કર્ષ એ છે કે પર્વતિથિના ઉપવાસ આદિપંચાગમાં લખેલી તિથિથી કરવા જોઈએ. આગમમાં પર્વતિથિ, અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા, પૂર્ણિમા એવં સંવત્સરી કહેવામાં આવી છે. એમાંથી અષ્ટમી ચતુદર્શી આદિના ઉપવાસ વગેરે વ્રત નિયમ પંચાંગમાં લખેલી તિથિમાં કરાય છે. પરંતુ પાખી કે સંવત્સરીના ઉપવાસ આદિને માટે આ પંચાંગની તિથિને છોડીને અસ્ત તિથિને શોધાય છે. આ અપૂર્ણ અને ભ્રમિત નકલ પરંપરા છે કિન્તુ આગમથી સંગત નથી.] ૯) જ્યોતિષી દેવોના કામ ભોગ જનિત સુખ આદિનું ઉપમાં યુક્ત વર્ણન ભગવતી
www.jainelibrary.org
Jain Education International
For Private &- Personal Use Only