________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
સૂત્રમાં કથિત વર્ણનની સમાન સમજવું.
૧૦) ગ્રહ ૮૮ છે. એમના અલગ-અલગ ૮૮ નામ સૂત્રમાં છે. જેમાંથી શનિશ્ચર, ભસ્મ, ધૂમકેતુ, બુધ, શુક્ર, બૃહસ્પતિ, રાહુ, કાલ, મહાકાલ, એક જટી, દ્વિજટી, કેતુ આદિ ગ્રહોના નામ લોકમાં વિશેષ પ્રચલિત એવં પરિચિત છે.
܀܀܀܀܀
૨૪૦
આગમ ઉપસંહાર :- વિનયવાન, ધૈર્ય સંપન્ન અને અનેક યોગ્યતાઓથી યુક્ત શિષ્ય માટે જ આગમનું અધ્યયન ગુણ વૃદ્ધિ કરવાવાળું હોય છે. અવિનીત, ઘમંડી, કુતુહલી, અસ્થિર પરિણામી, વિષમભાવીને આગમ જ્ઞાનનું સાચું પરિણમન થતું નથી. તેથી આ શાસ્ત્રના અધ્યયન માટે પણ સાચી યોગ્યતાનું વિશેષરૂપથી ધ્યાન રાખવું જોઈએ. કેમ કે આમાં આધ્યાત્મિક વિષય નહીં હોઈને તાત્ત્વિક વિષય છે અને એમાં પણ ગણિત વિષય વધારે છે. તેથી સાધકની પરિણમન શક્તિનો વિચાર કરીને જ આ સૂત્રનું અધ્યયન કરવું જોઈએ. પરંતુ યોગ્ય શિષ્યને પણ આ શાસ્ત્રનું અધ્યયન ન કરાવવું એ તો જૈન શાસનનો એક અપરાધ જ છે.
=
ટિપ્પણ : આગમ સદા કંઠસ્થ પરંપરામાં જ બધા તીર્થંકરોના શાસનમાં ચાલે છે. ત્યારે જ ઉક્ત ઉપસંહાર સૂચિત નિર્દેશનું યથાર્થ પાલન થાય છે. પરંતુ હુંડાઅવસર્પિણીના ચોવીસમાં તીર્થંકરના આ શાસનમાં ઘણા કારણોથી આગમોના લેખન અને પ્રકાશનનો યુગ ચાલે છે. એમાં ઉક્ત નિર્દેશનું પાલન બંને તરફથી વિકૃત થઈ રહ્યું છે. અર્થાત્ યોગ્ય અયોગ્ય કોઈ પણ વાંચી શકે છે. આર્ય અનાર્ય કોઈ પણ વ્યક્તિ આ સૂત્રોની નકલ કરીને પોતાની પાસે રાખી શકે છે અને પ્રકાશિત થવાથી તે નિયમ, નિયમ સુધી જ રહે છે. આચાર્ય ઉપાધ્યાય પદનું માન સમ્માન લેવાવાળા પણ યોગ્ય શિષ્યોને સૂત્રોનું અને પ્રસ્તુત સૂત્રનું અધ્યયન કે ક્રમિક અધ્યયન નથી કરાવતા અને કંઈક(ઘણા) મનમાની અધ્યયન પણ કરે છે અને ઘણા યોગ્ય હોવા છતાં પણ યોગ્ય સમયે અધ્યયન નહીં કરીને અન્ય પ્રવૃત્તિમાં લાગી જાય છે. આ શાસન રક્ષક પદવીધરોનો વિશેષ પ્રમાદ અને દોષ કહી શકાય છે. આ દોષના નિવારણની પ્રમુખતા થી પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતર, વિવેચન અને સારાંશસૂત્રોના સર્જનની આવશ્યકતા સમાજમાં ઉત્પન્ન થાય છે.
એટલું બધુ થવા છતાં પણ પ્રત્યેક આગમ જીજ્ઞાસુને આ ઉપલબ્ધ ભાષાંતરિત આગમોથી પોતાની પ્યાસ છિપાવવામાં ગુણવૃદ્ધિનો વિવેક રાખવો જોઈએ. ગંભીરતા, નમ્રતા ગુણોમાં ઉપસ્થિત રહીને અને લક્ષ્યને કાયમ રાખીને જ જ્ઞાન વૃદ્ધિ કરવી જોઈએ. આવું કરવાથી યુગની ઉપલબ્ધિનો લાભ લેવા છતાં પણ હાનિથી બચી શકાય છે. આ જ સામાન્ય પાઠકો અને સાધકો માટે શ્રેયસ્કર છે. કેમ કે ઘણાખરા શ્રમણો, ગુરુઓ, આચાર્ય, ઉપાધ્યાયો, પ્રવર્તકોએ પોતાના
Jain Education International
'For Private & Personal Use Only
www.jainelibrary.org