________________
ર૪૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
૭૨, ૧૪૩, ૧૭૨, ૪૨૦૦૦, ૭૨૦૦૦, ચંદ્ર, સૂર્ય સંપૂર્ણ લોકમાં થવાની માન્યતા છે. પરંતુ આ માન્યતાઓ સાચી નથી. સંપૂર્ણ લોકમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્ર છે અને એ બધાનો પોતાનો સ્વતંત્ર પરિવાર છે. (૨) નક્ષત્ર અને તારા હંમેશાં એક મંડલમાં રહીને પરિક્રમા કરે છે. સૂર્ય, ચંદ્ર ગ્રહોના મંડલ બદલતા રહે છે. આ બધા પોત પોતાના મંડલમાં મેરુ પર્વતની પરિક્રમા કરે છે. (૩) આ સૂર્ય, ચંદ્ર આદિ ઊંચાઈની અપેક્ષા જયાં છે ત્યાં જ રહે છે. નીચે કે ઊંચે નથી થતા, એ જ ઊંચાઈમાં મંડલ પરિવર્તન કરે છે. (૪) આ ચાર(તારાઓ છોડીને) જ્યોતિષીઓની ગતિ વિશેષથી મનુષ્યોના સુખ દુઃખના સંયોગ વિયોગ થાય છે. અર્થાત્ એમના નિમિત્તથી સુખ દુઃખના સંયોગનું
જ્ઞાન થાય છે.
(૫) બાહ્યથી આત્યંતર મંડલમાં આવતા સમયે સૂર્યનું તાપ ક્ષેત્ર વધે છે અને બહાર જતા સમયે ઘટે છે. ચંદ્રની નીચે ચાર અંગુલ દૂર નિત્ય રાહુનું વિમાન ચાલે છે. એકદિવસમાં ભાગ ચંદ્ર ઘટવધ થાય છે અને દર ભાગ કરવાની અપેક્ષાએ સ્થૂળ દષ્ટિથી ભાગ પ્રતિ દિન વધે ઘટે છે. (૬) મનુષ્યક્ષેત્રમાં સૂર્ય ચંદ્ર આદિ ચાલે છે. તેનાથી બહાર બધા ચંદ્ર, સૂર્ય પોતાના સ્થાને જ સ્થિર છે. (૭) ધાતકી ખંડના આગળ આગળના દ્વીપ સમુદ્રોમાં એના પછીના પૂર્વના દ્વીપ સમુદ્રની સૂર્ય સંખ્યાથી ત્રણ ગણા કરીને એની અંદર બધા દ્વીપ સમુદ્રોના સૂર્યની સંખ્યા ઉમેરવાથી જે રાશિ આવે તેટલા સૂર્ય, ચંદ્ર અને એના પરિવાર હોય છે. (૮) અઢી દ્વીપની બહાર ચંદ્રની સાથે અભિજિત નક્ષત્રનો યોગ છે અને સૂર્યની સાથે પુષ્યનક્ષત્રનો યોગ રહે છે. આ પ્રકારે તે હંમેશાં સ્થિર હોય છે. ત્યાં પ્રત્યેક સૂર્ય-સૂર્યનું અને ચંદ્ર-ચંદ્રનું પરસ્પર અંતર ૧,૦૦,૦૦૦(એક લાખ) યોજન છે તથા સૂર્ય અને ચંદ્રનું અંતર ૫૦ હજાર યોજનાનું હોય છે. (૯) જ્યોતિષીના ઈન્દ્રનો વિરહ ૬ મહિનાનો હોઈ શકે છે. એ સમયે ૪-૫ સામાનિક દેવો મળીને એ સ્થાન સંબંધી કાર્યની પૂર્તિ કરે છે. (૧૦) દીપ સમુદ્રનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં જુઓ. નોટ :– ગ્રહોના મંડલ આદિનું સ્પષ્ટીકરણ આગમમાં નથી. અર્થાત્ એમના મંડલ કેટલા છે? મુહૂર્ત ગતિ કેટલી છે? ઈત્યાદિ કોઈ પણ વર્ણન ઉપલબ્ધ નથી.
IIIIIIIIIIII વીસમો પ્રાકૃત ||||IIIIIIIIIII) (૧) ચંદ્ર, સૂર્યને કોઈ અજીવ પુદ્ગલ છે એમજ માને છે. રાહુને પણ ૧૫ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org