________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ વિષયમાં ૨૫ માન્યતા છે. યથા સમય-સમયમા ચવે ઉપજે છે. મુહૂર્ત મુહૂર્તમાં યાવત્ પ્રત્યેક અવસર્પિણી ઉત્સર્પિણીમાં ઉત્પન્ન થાય છે અને મરે છે. પરંતુ આ માન્યતાઓ બધી અસમીચીન(અશુદ્ધ) છે.
ર૪ર
અઠારમો પ્રાભૂત
ઊંચાઈ :- (૧) સમભૂમિથી સૂર્ય વિમાન ૮૦૦ યોજન ઊંચાઈ પર છે. ૮૮૦ યોજન ઊંચાઈ પર ચંદ્ર વિમાન છે. ૭૧૦ યોજનથી ૯૦૦ યોજનના વચમાં ગ્રહ, નક્ષત્ર તારા વિમાન છે. આ વિષયમાં ૨૫ માન્યતાઓ છે. કોઈ એક હજાર યોજન ઊંચા કહે છે. યાવત્ કોઈ ૨૫ હજાર યોજન સૂર્ય અને ૨૫ હજાર યોજન ચંદ્રને ઊંચા કહે છે. આ બધી અસમીચીન માન્યતાઓ છે.
(૨) ચંદ્ર સૂર્યની નીચે પણ તારા વિમાન છે અને ઉપર પણ તારા વિમાન છે. આ ઉપર નીચેના તારા વિમાનમાં રહેનારા દેવ ચંદ્ર સૂર્ય વિમાનવાસી દેવોની અપેક્ષા કોઈ અલ્પ ઋદ્ધિવાળા પણ છે અને કોઈ તુલ્ય(સમાન) પણ છે. પૂર્વ ભવની તપ આદિ આરાધનાના કારણે એમ સંભવ છે, તે પણ ઇન્દ્ર સિવાયના દેવોની અપેક્ષાએ સમજવું. કારણ કે સામાન્ય સૂર્ય દેવોની ઉંમર જઘન્ય ♦ પલ્યોપમ હોઈ શકે છે અને તારા વિમાનવાસી દેવોની ઉત્કૃષ્ટ ઉંમર ૢ પલ્યોપમની હોય છે. તેથી સ્થિતિની અપેક્ષા જે સમાન છે તે સમાન ઋદ્ધિવાળા હોઈ શકે છે. પછી ભલે એ ઉપરના વિમાનમાં હોય કે નીચેના વિમાનમાં હોય. સૂર્ય ચંદ્રના ઇન્દ્રથી વિશેષ ઋદ્ધિવાળા તારા દેવ નથી હોતા કારણ કે એમની સ્થિતિ ઇન્દ્રથી વધારે કે સમાન હોતી નથી. દેવોની ઋદ્ધિની મહત્તા, ન્યૂનતામાં સ્થિતિનું પ્રમુખ કારણ હોય છે.
(૩) ચંદ્ર સૂર્ય બન્ને બલદેવ વાસુદેવની જેમ હોય છે. તે બંનેની રાજ્ય ઋદ્ધિ એક જ હોય છે. પછી ભલે એને બલદેવની ઋદ્ધિ કહો કે વાસુદેવની. એજ પ્રકારે ચંદ્ર અને સૂર્ય બન્નેનો સંયુક્ત પરિવાર છે. ૨૮ નક્ષત્ર ૮૮ ગ્રહ ૬૬૯૭૫ ક્રોડા ક્રોડી તારા આ એક સૂર્ય ચંદ્રનો પરિવાર છે.
(૪) મેરુથી જ્યોતિષી દૂર રહે છે– ૧૧૨૧ યોજન અને લોકાંતથી જ્યોતિષી દૂર રહે છે–૧૧૧૧ યોજન.
(૫) જ્યોતિષી ક્ષેત્રમાં (૧) અભિજિત નક્ષત્ર બધા નક્ષત્રોમાં મેરુથી અધિક નજીક છે અને આત્યંતર મંડલમાં છે. (૨) મૂલ નક્ષત્ર બધાથી વધારે બાહ્ય ક્ષેત્ર સુધી લવણ સમુદ્રમાં છે. (૩) સ્વાતિ નક્ષત્ર બધાથી ઉપર છે અને (૪) ભરણી નક્ષત્ર બધા નક્ષત્રોથી નીચે છે.
(૬) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા બધાના વિમાન અર્ધ કપીલ્થ(કોઠા) ફળના આકારવાળા હોય છે. બધા નીચે સમતલ હોય ઉપરથી ગોળ ગુંબજના સમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org