________________
તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૧૯
1
-
ઉપકુલ અથવા કુલપકુલ ત્રણેમાંથી કોઈ પણ સાથે યોગ યુક્ત થઈ શકે છે. મહિનાના નામવાળા કુલ અને એમના ઉપકુલ, કુલીપકુલ પાંચમા પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે, તે અનુસાર જ કમથી ૧ર મહિનાની પૂર્ણિમામાં સમજી લેવું. અમાસ અને એના નક્ષત્ર સંયોગ – ૧ર મહિનાની ૧ર અમાસ હોય છે. જે મહિનાની અમાસના નક્ષત્ર સંયોગ જાણવા હોય એના ૬ મહિના પછી આવનાર મહિનાના કુલ, ઉપકુલ, કુલીપકુલનો સંયોગ આ અમાસનો હોય છે. યથા
શ્રાવણ મહિનાના ૬ મહિના પછી માઘ(મહા) મહિનો હોય છે. અતઃ માઘ મહિનાના કુલ, ઉપકુલ મઘા અને અશ્લેષાનો સંયોગ શ્રાવણની અમાસના દિવસે થાય છે. આ રીતે માગસર, મહા, ફાગણ અને અષાઢ મહિનાની અમાસમાં ક્રમશઃ જેઠ, શ્રાવણ, ભાદરવા, પોષ મહિનાના કુલ, ઉપકુલ,કુલીપકુલ ત્રણમાંથી કોઈપણ નક્ષત્રનો સંયોગ થવાથી તે અમાસ યોગ યુક્ત હોય છે. બાકી ૮ મહીનાની અમાસમાં એ મહિનાથી આગલા ૬ મહિના પછી એ મહિનાના કુલ ઉપકુલ બન્નેમાંથી કોઈ એકનો સંયોગ થવાથી એ અમાસ યોગ યુક્ત હોય છે. નોટ :- અહીં મૂળ પાઠમાં ફાગણ મહિનાની અમાસમાં ભાદરવા મહિનાના કુલનો પાઠ છૂટી ગયો છે અને ત્રણની જગ્યાએ બે ના સંયોગ કહ્યા છે તથા પોષ મહિનાથી લઈને અષાઢ મહિના સુધીની અમાસના સંયોગનો પાઠ અશુદ્ધ છે. અર્થાત્ કુલને ઉપકુલ લખાઈ ગયું છે અને ઉપકુલને કુલ લખાઈ ગયું છે. આ સંપાદનની પરંપરાગત ભૂલ જાણવી.
સાતમો પતિ પામૃત
*
=
9.
મહિનાની અમાસ અને પૂનમનો નક્ષત્ર યોગ સાથે સંબંધ :- છઠ્ઠા પ્રતિ પ્રાભૃતમાં બતાવ્યું કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે મહા મહિનાના કુલ ઉપકુલનો સંયોગ થાય છે. અર્થાત્ છ મહિના પછીના કુલ ઉપકુલ ૬ મહિના પહેલાવાળા મહિનાની અમાસના દિવસે જોગ જોડે છે અને આ બન્ને મહિનાનો પરસ્પર સંબંધ થાય છે. આ સાતમાં પ્રતિ પ્રાકૃતમાં બતાવ્યું છે.
શ્રાવણ મહિનામાં માઘી (માઘ મહિનાના કુલ, ઉપકુલવાળી) અમાસ હોય છે અને શ્રાવણી પૂનમ હોય છે. માઘ મહિનામાં શ્રાવણી અમાસ હોય છે અને માઘી પૂનમ હોય છે.
આ પ્રકારનો સંબંધ ક્રમશઃ (૨) ભાદરવા- ફાગણનો (૩) આસો-ચૈત્રનો (૪) કારતક-વૈશાખનો (૫) માગસર- જયેષ્ઠનો (૬) પોષઅષાઢનો હોય છે. અર્થાતુ પોષમાં અષાઢી અમાવસ્યા અને પોષી પૂનમ હોય છે. અષાઢમાં પોષી અમાવસ્યા અને અષાઢી પૂનમ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org