________________
તત્વ શાસ્ત્ર : જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
· -
ઐરાવત ક્ષેત્ર શિખરી પર્વતથી ઉત્તરમાં અને મેરુથી ઉત્તર દિશામાં આ કર્મ ભૂમિ ક્ષેત્ર છે. આનું સંપૂર્ણ વર્ણન ભરતક્ષેત્રની સમાન છે. ક્ષેત્ર સ્વરૂપ, કાલ– આરા પરિવર્તન સ્વરૂપ, તીર્થંકર ચક્રવર્તી આદિનું વર્ણન, દ્ગ ખંડ સાધન, મનુષ્યોનું વર્ણન આદિ, ગંગા-સિંધુના સ્થાન પર અહીં રક્તા-રક્તવતી નદીઓ છે. બે નદી અને વૈતાઢય પર્વતના કારણે આ ક્ષેત્રમાં પણ ૬ ખંડ છે. ઐરાવત નામના પ્રથમ ચક્રવર્તી અહીં ઉત્પન્ન થાય છે. ઐરાવત દેવ અહીં આ ક્ષેત્રમાં આધિપત્ય કરતાં નિવાસ કરે છે. એટલા માટે ઐરાવત તે આનું નામ અનાદિ શાશ્વત છે.
આ પ્રકારે ઐરાવતના વર્ણનની સાથે આ જંબુદ્રીપના ક્ષેત્રીય વર્ણનવાળો ચોથો વક્ષસ્કાર પૂર્ણ થાય છે. આમાં વર્ણિત ક્ષેત્ર પર્વત આદિના સંક્ષિપ્ત સાંકેતિક તાલિકામય વર્ણન આ પ્રકારે છે.
૧૯
જીવા આદિનું તાત્પર્ય :- ધનુષ્યની દોરીને જીવા કહેવાય છે અને ગોળાઈને ધનુષ્ય કહેવાય છે. આ પ્રકારે ગોળાકાર યા અર્દૂ ચંદ્રાકાર ક્ષેત્રની સીધી રેખાને અહીં જીવા કહેવાય છે. એવં ગોળાઈના વિભાગને ધનુ:પૃષ્ટ(ધનુષપીઠીકા) કહેવાય છે.
જે પ્રકારે ઝભ્ભા આદિમાં બાંયોનું મૂળ સ્થાન ગોળાઈ લે છે તે પ્રકારે વૃત્તાકાર જંબૂઢીપની વચ્ચોવચ આયત આકારના ક્ષેત્ર કે પર્વત છે. એમના ગોળાઈવાળા કિનારાના ભાગને અહીં બાહા કહેવામાં આવેલ છે.
લંબાઈને આયામ અને પહોળાઈને વિષ્ણુભ કહેલ છે. ગોળાકાર પર્વત અને ફૂટ તથા ક્ષેત્ર આદિની લંબાઈ પહોળાઈ સમાન હોય છે. એને આયામ વિધ્યુંભ એક શબ્દથી કહેલ છે.
જે પર્વત લાંબા અને ઊંચા હોય છે, એને રુચક સંસ્થાનના કહેલ છે. જે ક્ષેત્ર લાંબા વધારે છે અને પહોળા ઓછા છે, ઊંચા નથી પરંતુ સમ ભૂમિ ભાગવાળા હોય છે એને પર્યંકના આકારના કહેવામાં આવેલ છે. જે ગોળ પર્વત સમભૂમિ પર અધિક આયામ વિષ્મભવાળા છે અને ઉપર ક્રમશઃ ઓછા આયામ વિધ્યુંભવાળા છે તેને ગોપુચ્છ સંસ્થાન(ગોપુચ્છના અગ્રભાગ જેવા)વાળા કહેલ છે.જે ગોળ પર્વત આયામ વિધ્યુંભ અને ઊંચાઈમાં સર્વત્ર સમાન હોય છે એને પલ્ય (પાલી)ના સંસ્થાનના કહેલ છે. પલ્યોપમની ઉપમામાં એવા જ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈના સમાન પલ્ય લીધા છે.
સમાન આયામ વિષ્મભવાળા ગોલ પર્વત આદિ સ્થળોની પરિધિ એના આયામ વિખુંભથી ત્રણ ગણી સાધિક હોય છે. અર્થાત્ વિષ્લેભનો વર્ગ કરીને, ૧૦ ગણા કરી પછી એનું વર્ગમૂલ કાઢવાથી ત્રણગણી સાધિક સંખ્યા પ્રાપ્ત થાય છે. અથવા આયામ વિધ્યુંભને ૧૦ ના વર્ગમૂલથી ગુણાકાર કરવાથી ત્રણ ગણી સાધિક પરિધિ નીકળી જાય છે. આ વિધિ આગળ જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ(સૂર્ય પ્રજ્ઞપ્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org