________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૮૫
બોધ અને ગમનાગમન થઈ શકે છે. ગમનાગમનના અભાવમાં અવશેષ સંપૂર્ણ ક્ષેત્ર અજ્ઞાતજ રહે છે. વિશાલક્ષેત્રોનું અપ્રત્યક્ષીકરણ કેમ? આજે આપણે દક્ષિણ ભરતક્ષેત્રના પ્રથમ મધ્યખંડના એક સીમિત ભૂમિક્ષેત્રમાં અવસ્થિત છીએ; લવણ સમુદ્રીય પ્રવિષ્ટ જળના કિનારે છીએ; આમ ભરતક્ષેત્ર ત્રણ દિશાઓમાં લવણ સમુદ્રથી અને એના પ્રવિષ્ટ જળથી ઘેરાએલું છે. તે સમુદ્ર જળ, આપણે સેંકડો કે હજારો માઈલ જઈએ ત્યારે આવી જાય છે. આપણી ઉત્તરની દિશા જ સમુદ્રી જળથી રહિત છે. આ દિશામાં પર્વત કે સમભૂમિ છે. ઉત્તરમાં પણ ૯-૧૦ લાખથી કિંઈક અધિક માઈલ જઈએ ત્યારે વૈતાઢય પર્વત આવે છે, તે ર લાખ માઈલનો ઊંચો છે. માટે આટલે ઊંચે જઈને પછી ઉત્તર દિશામાં આગળ જવું આજની માનવીય યાંત્રિક શક્તિથી બહાર છે અને જંબુદ્વીપમાં વર્ણવેલ બધા ક્ષેત્ર, પર્વત વગેરે વૈતાઢય પર્વત પછી જ ઉત્તરમાં છે. માટે એની જાણકારી અને પ્રત્યક્ષીકરણ ચક્ષુગમ્ય હોવું અસંભવ જેવું થઈ રહ્યું છે. દક્ષિણ ભારતનું પણ અપ્રત્યક્ષીકરણ કેમ? શાશ્વત ગંગા-સિન્ધ નદીઓ, માગધ, વરદામ, પ્રભાસ તીર્થ, સિંધુ દેવીનું ભવન આદિ અને બંને ગુફાના કારતો આ જ ખંડમાં છે. તેમ છતાં આ સ્થળોનું પ્રત્યક્ષીકરણ આજના માનવને થતું નથી એનું પણ કારણ એ છે કે (૧) ઉક્ત સ્થાનોના આગમીય વર્ણનને સમજીને સાચો ક્ષેત્રીય નિર્ણય કરવામાં આવતો નથી. (૨) આ સ્થાનોના અને આપણા નિવાસ ક્ષેત્ર રૂપ જ્ઞાત દુનિયાની વચમાં અગર વિકટ પર્વત અથવા જલીય ભાગ થઈ ગયો હોય તો પણ ત્યાં પહોંચવું અશકય થઈ જાય છે. (૩) આપણા નિવાસ ક્ષેત્રથી, ઉક્ત- સ્થળોનું ક્ષેત્ર માનવવિજ્ઞાનિક) ગમન શક્તિથી અત્યધિક દૂર હોય તો પણ પહોંચી શકાતું નથી.
સંભવતઃ ત્રણ તીર્થ તો જળ બાધકતાથી અગમ્ય થઈ જવાની સ્થિતિમાં છે, એ ઉપરાંત આ બધા સ્થાનો આપણા આ નિવાસક્ષેત્રથી અતિ દૂર રહેલા
આપણી વર્તમાન દુનિયા આગમિક વિનીતા- અયોધ્યા, વારાણસી, હસ્તિનાપુર આદિની પાસેની ભૂમિ છે. અતઃ આ પ્રથમ ખંડનો મધ્ય સ્થાનીય ભૂમિ ભાગ છે જે ૩-૪ યોજન પ્રમાણ જ છે. આ સ્થાનથી શાશ્વત યોજનની અપેક્ષા માગધ તીર્થ અને પ્રભાસ તીર્થ ૪૮૭૪ યોજન છે. વરદામ તીર્થ ૧૧૪ યોજન છે. બંને શાશ્વત નદીઓનો એક નિકટતમ હિસ્સો ૧000 યોજન છે. ગુફાઓ ૧૨૫0 યોજન છે. એક યોજન ૮000 માઈલનો હોય છે. અતઃ આ યોજનોના માઈલ આ પ્રકારે છે– (૧) માગધતીર્થ ૩,૮૯,૯૨,000 માઈલ દૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org