________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
પ્રારંભમાં એક સૂર્ય ‘દક્ષિણ પૂર્વ'માં હોય છે. જ્યારે બીજો ‘પશ્ચિમ ઉત્તર’માં હોય છે. આ સમયે એક ચંદ્ર ‘દક્ષિણ પશ્ચિમ’માં હોય છે. જ્યારે બીજો ‘ઉત્તર પૂર્વ’માં હોય છે. આ રીતે ચારે વિદિશાઓમાં સમકોણ થાય છે. તેથી આ સંસ્થિતિ સમચોરસ કહેલ છે.
૨૧૧
અથવા સૂર્ય ચંદ્રના વિમાન પણ લંબાઈ, પહોળાઈમાં સમાન છે. આ કારણે વિમાનની અપેક્ષાએ પણ સમચોરસ સંસ્થાન સૂર્ય અને ચંદ્ર મંડલના કહેવાય છે. તાપક્ષેત્ર સંસ્થાન :– કદમ્બ વૃક્ષના ફૂલ જેવો અથવા ગાડાની ધૂંસરી જેવો (સગડુદ્ધિ સંસ્થાન)સૂર્યના તાપક્ષેત્રનો આકાર હોય છે. આ તાપક્ષેત્ર મેરુની પાસે સંકુચિત પુષ્પ, મૂલ ભાગના સમાન હોય છે અને લવણ સમુદ્રની તરફ વિસ્તૃત પુષ્પમુખના ભાગ સમાન હોય છે.
પ્રથમ મંડલમાં સૂર્યનો પ્રકાશ મેરુની પાસે મેરુની પરિધિના ભાગમાં હોય છે અને લવણ સમુદ્રની તરફ અંતિમ પ્રકાશિત થવાવાળા ક્ષેત્રની પરિધિનો પણ ભાગ પ્રકાશક્ષેત્ર હોય છે. આ સંપૂર્ણ પ્રકાશ ક્ષેત્ર કદમ્બ વૃક્ષના પુષ્પના આકારનું હોય છે.
આ સંસ્થાનમાં ચાર બાહાઓ હોય છે, બે લાંબી અને બે ગોળાઈવાળી. તાપ ક્ષેત્રની પહોળાઈની બન્ને બાજુ લાંબી બાહા હોય છે અને તાપક્ષેત્રના મૂળ અને મુખ વિભાગની તરફ અર્થાત્ મેરુ અને સમુદ્રની તરફની બાહા ગોળાઈવાળી હોય છે. જંબુદ્રીપની અંદર આ બન્ને લાંબી બાહા પરસ્પર સમાન ૪૫-૪૫ હજાર યોજનની અવસ્થિત હોય છે અને બન્ને ગોળ બાહાઓનું માપ પરસ્પર અસમાન હોય છે અને પ્રતિ મંડલમાં પરિવર્તિત થયા કરે છે.
તે પ્રથમ મંડલમાં મેરુની પાસે ૯૪૮૬ યોજન હોય છે અને સમુદ્રની તરફ ૯૪૮૬૮ ૨ યોજન હોય છે. આ મેરુની પરિધિ એવં જંબુદ્રીપની પરિધિનો ૐ ત્રણ દશાંશ ભાગ છે. આ જંબૂઢીપની અંદરના ક્ષેત્રની અપેક્ષાએ પહેલા મંડલનું માપ કહેવાય છે.
સૂર્યનું તાપ ક્ષેત્ર લવણ સમુદ્રમાં પણ જાય છે. તેથી તાપ ક્ષેત્રની કુલ લંબાઈ ૪૫૦૦૦ + ૩૩૩૩૩૩ = ૭૮૩૩૩ યોજન થાય છે. આ લંબાઈ પહેલા અને છેલ્લા આદિ બધા મંડલોમાં સમાન હોય છે.
અંધકાર સંસ્થાનઃ– તાપક્ષેત્રના જેવો જ અંધકારનો આકાર હોય છે. જંબૂદ્રીપની અંદરની બન્ને બાહા તાપક્ષેત્રની સમાન ૪૫-૪૫ હજાર યોજનની હોય છે. અંધકારની સંપૂર્ણ લંબાઈ પણ તાપ ક્ષેત્રની જેમ જ ૭૮૩૩૩ ૩ યોજન હોય છે. ગોળ આપ્યંતર બાહા પહેલા મંડલમાં મેરુની પાસે મેરુની પરિધિથી બે દશાંશ હોય છે. અર્થાત્ ૬૩૨૪ - યોજન હોય છે. બાહ્ય ગોળ બાહા જંબુદ્રીપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org