________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૩
- છકો પ્રાભૃતા
પ્રકાશ સંસ્થિતિમાં ઘટ વધ:- આત્યંતર મંડલથી બાહ્ય મંડલમાં જતા સમયે સૂર્યના પ્રકાશની સંસ્થિતિ એટલે પ્રકાશનું સંસ્થાન અર્થાત્ પ્રકાશ ક્ષેત્ર પ્રતિ મંડલમાં ઘટે છે અને બાહ્ય મંડલથી આત્યંતર મંડલમાં આવતા સમયે પ્રતિ મંડલમાં પ્રકાશ ક્ષેત્ર વધે છે. પ્રત્યેક મંડલને સૂર્ય ૩૦ મુહૂર્તમાં પાર કરે છે. અતઃ દર ત્રીસ મુહૂર્ત સૂર્યનું પ્રકાશક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટે વધે છે. આ સ્થલ દષ્ટિની અપેક્ષાએ છે.
સૂક્ષ્મ દૃષ્ટિથી સૂર્ય પ્રતિક્ષણ આગલા મંડલની તરફ કર્ણ ગતિથી વધે છે. એક મંડલથી બીજા મંડલ પહોંચવા સુધી ક્રમશઃ ગતિ વધારતા બે યોજનક્ષેત્ર વધારે છે અને એટલી ગતિ પણ વધારે છે, જેથી તાપક્ષેત્રમાં થોડી વધ-ઘટ થતી રહે. માટે સૂક્ષ્મ દૃષ્ટિથી ઘડીયાલની અંદર રહેલા કલાક અને તારીખના કાંટા કે તેના અક્ષરોની સમાન પ્રતિપલ તાપક્ષેત્ર એટલે પ્રકાશ સંસ્થિતિ ઘટતી વધતી હોય છે.
આ પ્રકારે સ્કૂલ દષ્ટિથી એક દિવસના ૩૦ મુહૂર્ત સૂર્ય પ્રકાશ સંસ્થિતિ અવસ્થિત રહે છે અને પછી ઘટે અથવા વધે છે. જે છ મહિના બહાર આવવા સુધી ઘટે છે અને પછી છ મહીના અંદર આવતાં વધે છે.
પ્રતિદિવસ મુહૂર્તનો ભાગ ઘટે-વધે છે. છ મહિનામાં કુલ ૩૬ ભાગ = ૬ મુહૂર્તદિવસ ઘટે, વધે છે. મંડલની અપેક્ષાએ ભાગ તાપ ક્ષેત્ર ઘટે-વધે છે.
આ વિષયમાં અન્ય ર૫ માન્યતાઓના કથન છે. જેમાં સમય, મુહૂર્તથી લઈને ૧ લાખ સાગરોપમ અને એક ઉત્સર્પિણી અવસર્પિણી કાળના અંતરથી સૂર્યની ઓજ સ્થિતિનું બદલવું કહેલ છે.
સાતમો પ્રાભૃત લેશ્યા વરણ – સૂર્યના પ્રકાશને સ્પર્શ કરવાવાળા બધા પુદ્ગલ તેની વેશ્યાનું વરણ(ગ્રહણ) કરે છે. આથી જોઈ શકાતા અને ન જોઈ શકાતા, સૂક્ષ્મ કે બાદર, જે કોઈપણ પુગલ સૂર્યની પ્રકાશ સીમામાં આવે તે સૂર્ય વેશ્યાને વરણ કરનારા ગણાય, ગ્રહણ કરી પ્રકાશિત થનારા ગણાય.
આ વિષયમાં પણ ૨૦ માન્યતાઓ પાંચમા પાહુડની જેમ જાણવી.
આઠમો પ્રાભૃત સૂર્ય ઉત્તર પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પૂર્વમાં આવે છે. દક્ષિણ પૂર્વમાં ઉદય થઈને દક્ષિણ પશ્ચિમમાં આવે છે. આમ જ ક્રમવાર આગળ વધતા ઉદય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org