________________
૨૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
જ્યારે જંબૂઢીપમાં મેથી દક્ષિણ વિભાગમાં સૂર્ય ઉદય થાય છે ત્યારે ઉત્તરી વિભાગમાં પણ ઉદય થાય છે તે પૂર્વે પશ્ચિમી ભાગમાં અસ્ત થાય છે. જ્યારે દક્ષિણ ભાગમાં ૧૮ મુહૂર્તથી લઈને ૧૨ મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરી ભાગમાં પણ એટલા જ મુહૂર્તનો દિવસ હોય છે. પૂર્વે પશ્ચિમી બન્ને વિભાગમાં એજ સમયે સાથે-સાથે રાત હોય છે. તે પણ બન્નેમાં ૧ર મુહૂર્તથી લઈને ૧૮ મુહૂર્ત સુધી સરખી હોય છે.
જ્યારે દક્ષિણમાં વર્ષનો, ઋતુનો પહેલો સમયાદિ હોય છે ત્યારે ઉત્તરમાં પણ વર્ષ, ત્રઢતુ આદિનો પ્રથમ સમય આદિ હોય છે. પરંતુ પૂર્વ પશ્ચિમ વિભાગમાં તેના પછીના સમયે વર્ષ, ઋતુ આદિનો પ્રથમ સમય હોય છે.
અહીં જંબૂઢીપના ચાર સરખા વિભાગની કલ્પના કરી છે અને એમના પ્રારંભિક પ્રદેશોમાં જ્યારે સૂર્યોદય થાય છે અથવા વર્ષનો પ્રથમ સમય હોય છે ત્યારે આખા એ વિભાગમાં પ્રથમ સમય અપેક્ષિત કરીને કહેવાયો છે. એટલા માટે ઉત્તર દક્ષિણ વિભાગના વર્ષ આદિ પ્રારંભના અનંતર સમયમાં જ પૂર્વ પશ્ચિમ વિભાગમાં વર્ષ આદિની શરૂઆત કહેવાય છે.
અહીંયા કોઈ આ ચાર વિભાગોને ભરત, ઐરાવત, મહાવિદેહમાં આગ્રહિત કરે તો (ઉક્ત) આ વિષયની સાચી સમજ આવશે નહીં અને સંદેહશીલ માનસ બની જશે. એટલામાટે જંબૂદ્વીપના બરાબર ચાર વિભાગની કલ્પના કરીને એક-એક વિભાગને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ વિભાગ માનીને આ(ઉક્ત) વિષય સમજવો જોઈએ.
આ પ્રકારે જ લવણ સમુદ્રમાં, ધાતકી ખંડમાં, કાલોદધિ સમુદ્રમાં, અર્ધ પુષ્કરદ્વીપમાં સૂર્યની ઉદય સંસ્થિતિ અને વર્ષાઋતુનો પ્રથમ સમય આદિ સમજી લેવા. સર્વત્ર એ ક્ષેત્રના સમાન ચાર વિભાગ કલ્પિત કરવા અને એમાંથી પ્રત્યેક વિભાગમાં ઉક્ત જંબુદ્વીપના વિભાગોની સમાન જ સૂર્યોદયની ઉદય સંસ્થિતિ અને વર્ષ આદિની શરૂઆત સમજી લેવી.
આ વિષયમાં ત્રણ પ્રકારની વિસ્તૃત માન્યતાઓ સૂત્રમાં કહેલ છે. જે અશુદ્ધ માન્યતાઓ છે.
નવમો પ્રાભૂત .
તાપ વેશ્યા:- સૂર્યમાંથી જે તાપ વેશ્યા નીકળે છે તે સ્પર્શમાં આવનાર પુલને આતાપિત કરે છે તથા આ તાપ વેશ્યાના સ્પર્શમાં ન આવનારા પુદ્ગલને પણ આતાપિત કરે છે. તે આ વેશ્યાઓમાંથી જે છિન્ન લેશ્યાઓ નીકળે છે, તેનાથી આતાપિત થાય છે. તાત્પર્ય એ છે કે સૂર્યના કિરણો જે વસ્તુ પર પડે છે તે ગરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org