________________
તત્ત્વ શાસ્ત્ર ઃ જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
I
| ૨૦૧
રીતે સૂર્ય બહારથી અંદર આવીને માર્ગ ભ્રમણ કરે છે. બન્ને આકારોમાં વળાંક એકદિશા તરફી જ હોય છે. અર્થાત્ સૂર્ય સદાય પૂર્વથી દક્ષિણ પશ્ચિમ થી ઉત્તરની તરફ આગળ વધે છે. માટે બહાર જવાના ૧૮૩ માર્ગ અને અંદર આવવાના ૧૮૩ માર્ગના સ્થળ કંઈક અલગ અલગ હોય છે.] નાના મોટા દિવસનું પ્રમાણ :- નવા વર્ષની શરૂઆતમાં સૂર્ય જ્યારે પ્રથમ મંડલના છેલ્લા ધ્રુવ સ્થળથી ચાલે છે ત્યારે તે પહેલો દિવસ ૧૮ મુહૂર્તનો હોય છે અને રાત ૧૩ મુહૂર્તની હોય છે. અર્થાત્ સહુથી મોટો દિવસ હોય છે. એ દિવસથી વર્ષની શરૂઆત થાય છે. આ પ્રથમ દિવસના પ્રથમ ચક્કરમાં સૂર્ય બીજા મંડલમાં ચાલ્યો હોય છે. વધ–ઘટ :- આ પ્રકારે ક્રમશઃ સૂર્ય અંતિમ મંડલમાં જઈને તેના અંતિમ ધ્રુવ સ્થળમાં ૬ મહિનાથી ૧૮૩ દિવસે પહોંચે છે. ત્યારે ૧ર મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે. એવી રીતે ૧૮૩દિવસમાં મુહૂર્તના દિવસો નાના થાય છે અને રાત મોટી થાય છે. અતઃ એક દિવસમાં મુહૂર્ત = રે મુહૂર્ત દિવસ નાના હોય છે અને રાત મોટી હોય છે. નાના મોટા દિવસનું કારણ - જ્યારે સૂર્ય પ્રથમ મંડલથી બીજા ત્રીજા મંડલમાં જાય છે, તેમ તેમ તે દૂર થતો જાય છે. એનાથી તેનું પ્રકાશ ક્ષેત્ર(વિસ્તાર) ઘટતું જાય છે. એ કારણે મુહૂર્ત જેટલો દિવસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં નાનો થાય છે અને રાત મોટી થાય છે અને જ્યારે બહારના મંડલથી અંદરના મંડલમાં સૂર્ય આવે છે ત્યારે મહીના સુધી દિવસ મોટો થાય છે અને રાત નાની થાય છે. અર્થાત્ સૌથી નાનો દિવસ(શિયાળાના) સૂર્ય બહારના મંડલમાં અર્થાત્ ૧૮૪મા મંડલમાં રહે છે ત્યારે અને સૌથી મોટો દિવસ સૂર્ય સર્વ આત્યંતર (પહેલા) મંડલમાં રહે છે ત્યારે થાય છે. વર્ષ પ્રારંભ - આ હિસાબે વર્ષની શરૂઆત પ્રથમ મંડલથી અર્થાત્ શ્રાવણ વદ એકમથી (ગુજરાતી તિથિ પ્રમાણે અષાઢ વદ એકમથી) થાય છે. એ અનાદિ કુદરતી સિદ્ધાંત છે. પરંતુ લોકો પોત પોતાના આશયોને પ્રમુખતા આપીને કોઈ દિવાળીથી વર્ષની શરૂઆત કરે છે, કોઈ ચૈત્રથી, કોઈ માર્ચમાં સમાપ્તિ કરી ૧ એપ્રિલથી શરૂઆત કરે છે. એ લોકોની પરંપરા પોત પોતાની અપેક્ષા માત્ર છે. તેને કોઈ સિદ્ધાંત માનવાનો ભ્રમ કરવો ન જોઈએ. સિદ્ધાંતથી કુદરતી વર્ષનો પ્રારંભ શ્રાવણ વદ એકમથી અર્થાત્ સહુથી મોટા દિવસના અનંતર દિવસથી થાય છે. નાના મોટા દિવસો કયારે અને કેટલી વાર? – સહુથી મોટો દિવસ વર્ષનો અંતિમ દિવસ ગણાય છે. નવા વર્ષનો પહેલો દિવસ છે ભાગ ઓછો ૧૮ મુહૂર્તનો હોય છે. પ્રથમ છ મહીનાનો અંતિમ દિવસ ૧૮૪માં મંડલમાં સહુથી નાનો દિવસ હોય છે અને બીજા છ મહીનાનો અંતિમ દિવસ પહેલા મંડલમાં સહુથી મોટો
Jain Education International
For Private & Personal Use Only
jainelibrary.org